GSTV

અમેરિકામાં પણ છે દીપિકા પાદુકોણેના ઘણા દિવાના, અહીં તો તેના નામના ઢોસા પણ મળે છે

બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ આજે પોતાનો 33મો જન્મદિવસ ઉજવી રહી છે. આ બર્થડે તેની માટે ખૂબ ખાસ થવાનો છે. 10 જાન્યુઆરીએ  તેની ફિલ્મ છપાક રિલીઝ થવા જઈ રહી છે. વર્ષ 2007માં ઓમ શાંતિ ઓમથી પોતાના કરિયરની શરૂઆત કરનાર દીપિકાએ એક પછી એક ઘણી હિટ ફિલ્મો આપી. વર્ષ 2018માં તે ચર્ચામાં ત્યારે આવી જ્યારે ઈટલીના કોમો લેકમાં રણવીર સિંહ સાથે તેણે લગ્ન કર્યા. દીપિકાની પોપ્યુલારિટીને લઈને કંઈક આવી વાતો સામે આવતી રહી છે જે સામાન્ય રીતે કોઈ હિરોઈનને નસીબ નથી હોતી.

દરેક લુકમાં દીપિકા દેખાય છે સ્ટેબલ

ટ્રેડિશનલ હોય કે વેસ્ટર્ન દીપિકા દરેક લુકમાં સુંદર દેખાય છે. ગયા અમુક વર્ષોમાં દીપિકાના લુકમાં જમીન આસમાનનો ફરક જોવા મળ્યો છે. તેના સ્ટાઈલ સ્ટેટમેન્ટના કરોડો લોકો દીવાના છે. બોલિવુડની સાથે હોલિવુડમાં પણ પોતાના લુકથી તેણે લોકોના દિલો પર રાજ કર્યું છે.

ફેન્સે દીપિકાને થાળીના મેન્યુમાં પણ કરી શામેલ

દીપિકાએ લોકોના દિલો પર એ રીતે રાજ કર્યું છે કે ફેન્સે પોતાની થાળીના મેન્યુમાં પણ તેને શામેલ કરી લીધી છે. દેશમાં તો તેના ઘણા ફેન્સ છે પરંતુ અમેરિકાના ટેક્સસમાં ઓસ્ટિન પ્રાંતમાં ડોસા લેબ્સ નામના રેસ્ટ્રોરન્ટમાં દીપિકા પાદુકોણના નામનો ડોસો મેન્યુમાં દાખલ કરવામાં આવ્યો છે. દીપિકાના નામ પર પુણેમાં ‘દીપિકા પાદુકોણ પરાઠા થાલી’ મળે છે.

દીપિકાની પોપ્યુલારિટીમાં આ કારણે થયો વધારો

વર્ષ 2004માં દીપિકાએ ફુલ ટાઈમ મોડલિંગ કરવાની શરૂઆત કરી હતી. કરિયરના શરૂઆતી દિવસોમાં દીપિકાએ લિરિલ સાબુની એક એડમાં કામ કર્યું હતું. આ એડથી તેને ખૂબ ઓળખ મળી હતી. વર્ષ 2005માં દીપિકાએ લેક્મે ફેશન વીકમાં ડિઝાઈનર સુમિત વર્મા માટે રેમ્પ વોક કર્યું. બીજા જ વર્ષે 2006માં તેણે કિંગફિશર કેલેન્ડર માટે ફોટોશૂટ કર્યું. તેના કારણે તેની પોપ્યુલારિટીમાં વધુ વધારો થયો.

Read Also

Related posts

વિપક્ષ આકરા પાણીએ: કોંગ્રેસ 9 દિવસ સુધી વિવિધ મુદ્દે યોજશે વિરોધ કાર્યક્રમ, સરકારની સદંતર નિષ્ફળતાને કરશે ઉજાગર

pratik shah

Bollywood : માત્ર સૌંદર્યમાં જ નહીં પણ ફિટનેસમાં પણ દરેકને માત આપે છે ઉર્વશી રૌતેલા, જિમ રૂટિન તમને કરી નાખશે અચંભિત

Vishvesh Dave

આસામ-મિઝોરમ સરહદ વિવાદ: બંને રાજ્યોની પોલીસ વચ્ચે થયેલ ફાયરિંગમાં બાદ વધ્યો સંઘર્ષ, જીવનજરૂરી વસ્તુઓની સપ્લાય બંધ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!