GSTV
Home » News » લગ્ન બાદ દીપિકાને મળી આ મોટી જવાબદારી, પતિ રણવીરને પણ થશે ગર્વ

લગ્ન બાદ દીપિકાને મળી આ મોટી જવાબદારી, પતિ રણવીરને પણ થશે ગર્વ

બોલીવુડની હૉટ એક્ટ્રેસ દીપિકા પાદુકોણને લગ્ન બાદ એક મોટી જવાબદારી મળી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર દીપિકાને મુંબઇ એકેડમી ઑફ મૂવિંગ ઇમેડ (મામી)ના ચેરપર્સનની જવાબદારી સોંપવામાં આવી છે.

જણાવી દઇ કે મામી દર વર્ષે દેશમાં પ્રતિષ્ઠિત મુંબઇ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરે છે. દીપિકા પદુકોણની મુંબઇ ફિલ્મ ફેસ્ટિવલની ચેરપર્સન તરીકે નિમણૂક થઇ છે. આ પહેલા કિરણ રાવ હતી જેના સ્થાને હવે દીપિકા આવી છે. કિરણે 4 વર્ષ સુધી આ જવાબદારી સંભાળી હતી. દીપિકાએ આ સમ્માન મળ્યા બદલ ખુશી જાહેર કરી છે.

એક રિપોર્ટના અનુસાર,થોડા દિવસો પહેલા મુંબઇ ફિલ્મ ફેસ્ટિવલ જે મામી તરીકે જાણીતું છે. તેના સભ્યોની બોર્ડ મિટિંગ થઇ હતી. જેમાં દીપિકાએ વધુ મત મેળવ્યા હતા. પરિણામે દીપિકા આ સ્થાનની હકદાર બની છે.

દીપિકાએ જણાવ્યું હતું કે, આ એક મહત્વનું સમ્માન અને જવાબદારી મને મળી છે. હું મામીની કાર્યશૈલીથી પ્રભાવિત છું અને આગળ ભવિષ્યમાં પણ આ કામને આગળ ધપાવીશ. દીપિકાએ જણાવ્યું કે હું મામીના વિઝન પર ભરોસો કરુ છું અને ભારત જેવા સિનેમાપ્રેમી દેશમાં એક એવું સમૂહ બનાવવાનો પ્રયાસ કરીશ જે ફિલ્મ જગતને એક ભેટ હશે.

કિરણ રાવે દીપિકાને આ નવી જવાબદારી મળવા પર શુભેચ્છા પાઠવી હતી. કિરણ રાવે કહ્યું હતું કે, દીપિકાને મારાથી બનતી હું સઘળી મદદ અને સલાહ-સૂચનો આપીશ.  દીપિકાને હું આ સ્થાન માટે હૃદયથી આવકારું છું. મને વિશ્વાસ છે કે તેની લીડરશિપમાં એકેડમી વધુ મજબૂત થશે. હું તેને આ સ્થાન મળ્યા બદલ ધન્યવાદ આપું છું.

જણાવી દઇએ કે મામીના અન્ય સભ્યોમાં નીતા અંબાણી, કરણ જોહર, ઇશા અંબાણી, રોહન સિપ્પી, ઝોયા અખ્તર અને વિક્રમાદિત્ય મોટવાનીના નામ સામેલ છે.

Read Also

Related posts

Photos: આંખના પલકારે બિલ્ડિંગ હતી ન હતી થઈ ગઈ, જુઓ મુંબઈની ઘટનાની તસ્વીરો

Arohi

પાનનું પત્તું છે કારગર ઔષધ, અંદર વપરાતી વસ્તુઓ પણ મટાડે છે ઘણા અસાધ્ય રોગો

NIsha Patel

જાંબલી કેરી ઈન્ટરનેટ પર થઈ રહી છે વાયરલ, ડાયાબિટીઝનાં દર્દીઓ માટે છે અમૃત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!