GSTV
Bollywood Entertainment Photos Trending

દીપિકા પાદુકોણે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં દેશનું ગૌરવ વધાર્યું, કહ્યું આ મારી નહીં દેશની જીતઃ રેડ કાર્પેટ પર છવાઈ

ફ્રાન્સમાં ચાલી રહેલ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ આ વખતે ભારત માટે ખૂબ જ ખાસ છે. ત્યાં દેશને ‘કન્ટ્રી ઓફ ઓનર’નો દરજ્જો મળ્યો છે. આ સાથે જ બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણે ઇવેન્ટમાં જ્યુરી સભ્ય તરીકે શામેલ થઈ છે. દીપિકાએ આ સિદ્ધિને માત્ર પોતાની નહીં પરંતુ દેશની જીત ગણાવી હતી. આ સાથે તેણે સાઉથ વિરુદ્ધ બોલિવૂડ પર ચાલી રહેલી ચર્ચા વિશે પણ વાત કરી.

દીપિકા પાદુકોણે ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેને લગભગ એક અઠવાડિયા પહેલા જ્યુરી મેમ્બર્સમાં સામેલ થવા અંગે એક મેઈલ મળ્યો હતો, આ મેઈલ જોતાંજ તેની ખુશી સમાઈ નહોતી. હાલમાં તેમની આસપાસ વિશ્વભરના મહાન ફિલ્મ નિર્માતાઓ છે. તેણીએ કહ્યું કે હવે ભારતનો સમય આવી ગયો છે, કારણ કે તેને વૈશ્વિક સ્તરે ઓળખ મળી રહી છે.

સાઉથ ઈન્ડસ્ટ્રીઝ પર રાખ્યો પોતાનો મત

આ સમયે દક્ષિણ ઈન્ડસ્ટ્રીઝ Vs બોલિવૂડની ચર્ચા છેડાયેલી છે. એમાં હવે દીપિકાએ પણ આ અંગે ખુલીને પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. તેણે કહ્યું કે પહેલા હિન્દી અને તેલુગુના દર્શકો અલગ હતા, પરંતુ હવે બદલાવ આવી રહ્યો છે. પ્રાદેશિક સિનેમા મર્જ થઈ ગયું છે. આ વર્ષો પહેલા થવું જોઈતું હતું. જો કે, તેણે એમ પણ કહ્યું કે ઘણા વર્ષો સુધી અમે અલગ અલગ ઈન્ડસ્ટ્રીઝ તરીકે કામ કરતા રહ્યા, એવું બીજા દેશોમાં જોવા નથી મળતું. અહીં ઈન્ડસ્ટ્રીઝ સેપરેટ છે. કારણ કે એનાથી દેશની ડાયવર્સિટીની ખબર પડે છે.

દીપિકા કાન્સના પહેલા દિવસે જ્યુરી મેમ્બર્સ સાથે રેડ કાર્પેટ પર છવાઈ ગઈ હતી. તેણે સબ્યસાચીની બ્લેક અને ગોલ્ડ સિક્વેન્સ સાડી પહેરી હતી. તેના મેકઅપ અને લુકની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે અને તેને મિશ્ર પ્રતિક્રિયા મળી રહી છે. તેને બોલ્ડ મેકઅપને લઈને પણ ટ્રોલ કરવામાં આવી રહી છે.

આ ફિલ્મોમાં જોવા મળશે

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો દીપિકા ટૂંક સમયમાં શાહરૂખ ખાન અને જ્હોન અબ્રાહમ સાથે ‘પઠાણ’માં જોવા મળશે. તેણે સ્પેનમાં તેનું શૂટિંગ પણ કર્યું હતું. આ સિવાય તેની પાસે રિતિક રોશન સાથે ‘ફાઇટર’ પણ છે. તે પ્રભાસ સાથે અનટાઈટલ્ડ ફિલ્મમાં પણ જોવા મળશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

એશ્વર્યા રાયની અપકમિંગ ફિલ્મ Ponniyin Selvanનું ટીઝર થયુ પોસ્ટપોન, મેકર્સે આપ્યું આ કારણ

GSTV Web Desk

શમશેરાના ટ્રેલર લોન્ચ માટે જઈ રહેલા રણબીર કપૂરને નડયો અકસ્માત

GSTV Web Desk

કોરોના કવચ / 7 થી 11 વયના બાળકોને અપાઈ શકે છે Covovax વેક્સિન, સરકારી સમિતિએ કરી ભલામણ

Hardik Hingu
GSTV