GSTV

ઉંચા અવાજે બોલવા પર રણવીરને દિપિકાએ આપ્યો ઠપકો, આયુષમાને કહ્યું ભાભી ધમકાવે છે

Last Updated on June 6, 2020 by Mansi Patel

બોલિવૂડના સૌથી ક્યુટ કપલમાં દિપિકા પાદુકોણ અને રણવીરસિંહનો સમાવેશ થાય છે. બંનેની કેમેસ્ટ્રી ફેન્સને ખૂબ જ પસંદ પડી રહી છે. કોરોના વાયરસને કારણે લોકડાઉન લાદવામાં આવતાં બંને ઘરમાં જ સમય પસાર કરી રહ્યા છે પરંતુ તેઓ સોશિયલ મીડિયા પર સતત સક્રિય રહે છે અને મજા માણતા જોવા મળતા રહે છે. જોકે બોલિવૂડના ખિલજી રણવીરને તાજેતરમાં જ પદ્માવતી દિપિકાનો ઠપકો સાંભળવો પડ્યો છે. સોશિયલ મિડિયા પર આ બંનેનો વીડિયો ખૂબ વાયરલ થયો છે.

દિપીકાએ રણવીરને આપ્યો ઠપકો

હકીકતમાં આયુષમાન ખુરાના હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર લાઇવ આવ્યો હતો. તેવામાં રણવીરે પણ ઇન્સ્ટાગ્રામ જોઇન કર્યું. રણવીર હજી હમણાં જ ઉંઘમાંથી ઉઠ્યો હોય તેમ લાગતું હતું. તે અને આયુષમાન મોટે મોટેથી વાત કરી રહ્યા હતા. રણવીર પોતાના લાંબા વાળ ઠીકઠાક કરી રહેલો દેખાતો હતો. આ જોઇને આયુષમાને પણ પોતાની કેપ હટાવીને પોતાના વાળ સરખા કરવા લાગ્યો હતો.  બંને વાતો કરતા કરતા જોરથી હસવા લાગ્યા.અચાનક જ રણવીરે કહ્યું કે ચાલો બાય બાય. તારી ભાભી મારી ઉપર ખીજાઈ રહી છે. તે કહે છે કે ઝુમ કોલ કરી રહી છું. ધીમે બોલો. બૂમો ના પાડો. આમ તે મને ઠપકો આપી રહી છે.

આયુષમાને ફેન્સને કહ્યુ જોયું,

આયુષમાન તેને લાઇવ છોડીને કહે છે ચાલ, આઇ લવ યુ, તને યાદ કરું છે. જવાબમાં રણવીર પણ કહે છે આઇ લવ યુ, આયુષ, આમ કહીને રણવીર ઓફલાઇન થઈ જાય છે. તેના ગયા બાદ આયુષમાન તેના ફેન્સને કહે છે જોયું તે જતો રહ્યો કેમ કે ભાભી વઢી રહી છે.

READ ALSO

Related posts

ભાવનગર / ધોરણ 12ની રીપીટર પરીક્ષામાં ડમી ઉમેદવાર ઝડપાયો, પોલીસે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી

Zainul Ansari

EPFO: મોદી સરકાર આ સપ્તાહે સાડા 6 કરોડ લોકો માટે લાવી શકે છે ખુશખબર, ઘરે બેઠા કરી શકશો એકાઉન્ટ ચેક

Pritesh Mehta

ભ્રષ્ટાચાર / સ્માર્ટ સીટી બન્યું ભૂવાઓનું શહેર, એક ભૂવા પૂરવા પાછળ થાય છે 4થી 5 લાખ રૂપિયાનો ખર્ચ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!