GSTV
Home » News » #MeToo પર સવાલ પુછવામાં આવતા ભડકી દીપિકા, કહ્યું ક્રિકેટર્સને શા માટે નથી પુછતા?

#MeToo પર સવાલ પુછવામાં આવતા ભડકી દીપિકા, કહ્યું ક્રિકેટર્સને શા માટે નથી પુછતા?

વર્ષ 2018મા ભારતમાં શરૂ થયેલી  #MeToo મુવમેન્ટે દેશભરને હલાવી મુક્યો હતો. એક્ટ્રેસ તનુશ્રી દત્તાએ સીનિયર એક્ટર નાના પાટેકર પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો ત્યારબાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી લઈને દેશભરની કેટલીંય મહિલાઓએ પોતાની સાથે થયેલા દુષ્કર્મ વિશે જણાવ્યું અને લોકોને એક્સપોઝ કર્યા. આ મુવમેન્ટમાં કેટલાંય ડાયરેક્ટર, એક્ટર અને પ્રોડ્યુસર્સના નામો શામેલ હતા.

હવે એક ઈન્ટરવ્યું દરમિયાન એક્ટ્રેસ દીપિકા પાદુકોણ  #MeToo મૂવમેન્ટ અને બોલીવૂડ ઈન્ડસ્ટ્રીમાં તેમના એક્સપીરિયંસ વિશે જણાવવા માટે કહ્યું હતુ. તેના પર દીપિકાએ સામો સવાલ કર્યો કે શા માટે સ્પોર્ટ પર્સનાલિટીઝથી આ સવાલ નથી પુછવામાં આવતા. દીપિકાએ કહ્યું કે તેણે ક્યારેય આવા ક્રિકેટરો અને સ્પોર્ટ્સ પર્સનાલિટીઝથી આવા સવાલોનો સામનો કરતા નથી જોયા પરંતુ દરેક એક્ટરને આ પ્રકારના સવાલો પુછવામાં આવે છે. દીપિકાએ એ પણ જણાવ્યું કે યૌન શોષણ માત્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રિનો હિસ્સો નથી પરંતુ દરેક જગ્યાએ આ પ્રકારની પરેશાનીનો સામનો કરવો પડે છે. આ વાતને દરેક જગ્યાએથી ખતમ કરવાની જરૂર છે.

View this post on Instagram

#deepikapadukone today for an event

A post shared by Viral Bhayani (@viralbhayani) on

દીપિકા પાદુકોણના ફિલ્મી પ્રોજેક્ટ વિશે વાત કરીએ તો તે ઝડપથી ફિલ્મ છપાકમાં નજરે આવશે. આ ફિલ્મને ડાયરેક્ટર મેધના ગુલઝારે બનાવી છે. આ સિવાય દીપિકા, રણવીર સિંહની સાથે ફિલ્મ 83માં કામ કરી રહી છે.

READ ALSO

Related posts

લગ્નની જાન આવતા પહેલા પોલીસ આવી પહોંચી, પછી થયું એવું કે…

pratik shah

મલાઈકા, અર્જુન, કરિના, આલિયા સાથે અનેક સ્ટાર્સ જોવા મળ્યા કરણ જૌહરના ઘરે

Kaushik Bavishi

મર્ડર કેસનો આરોપી ફરાર થઈ જતા સાત પોલીસકર્મી સામે ફરિયાદ નોંધાય

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!