દીપિકા-રણવીરે ત્રીજી વાર કરવાં પડશે લગ્ન, ઇટલીમાં થઇ ગઇ આટલી મોટી ભૂલ

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્નનું સેલિબ્રેશન હજુ ચાલું જ છે. ન્યુલી વેડ કપલ હજુ પાર્ટી મૂડમાં છે તેવાં તેમના માટે એક માઠા સમાચાર આવ્યાં છે. હકીકતમાં આ સ્ટાર કપલના લગ્ન કાનૂની વિવાદમાં ફસાયા છે.

હકીકતમાં દીપવીરના લગ્નમાં એક એવી મોટી ભૂલ થઇ ગઇ જેના કારણે તેમના લગ્નનું રજીસ્ટ્રેશન થઇ શક્યું નથી. જણાવવામાં આવી રહ્યું છે કે આ કારણે આજસુધી વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના લગ્નનું પણ રજીસ્ટ્રેશન થઇ શક્યું નથી. તેનો ખુલાસો પંજાબ હરિયાણા હાઇકોર્ટના વકીલ હેમંત કુમાર દ્વારા કરવામાં આવેલી એક આરટીઆઇમાં થયો છે.

આરટીઆઇમાં જણાવ્યા અનુસાર, દીપિકા અને રણવીરે ઇટલીના લેક કોમોમાં 14 નવેમ્બર 2018ના રોજ લગ્ન કર્યા હતા. આ લગ્નનું રજીસ્ટ્રેશન થઇ શકે તેમ નથી કારણ કે આ અંગે ત્યાંના દૂતાવાસને લેખિતમાં જાણ કરવામાં આવી ન હતી. વિદેશી વિવાહ અધિનિયમ 1969ની જોગવાઇ અનુસાર જે દેશમાં લગ્ન કરવામાં આવી રહ્યાં છે ત્યાંના દૂતાવાસને લેખિતમાં જાણકારી આપવી પડે છે.

દીપિકા-રણવીરે પણ આમ જ કર્યુ જેથી તેમના લગ્ન વિદેશમાં જ નહી પરંતુ ભારતના કોઇપણ રાજ્યમાં રજીસ્ટર ન થઇ શકે. આરટીઆઇ અનુસાર લગ્નનું રજીસ્ટ્રેશન કરાવવા માટે દીપિકા-રણવીરે ફરી એકવાર મુંબઇમાં સાંકેતિક લગ્ન કરવા પડશે. તે બાદ જ તેમના લગ્ન રજીસ્ટર થઇ શકશે.

વિદેશી વિવાહ અધિનિયમ,1969 અનુસાર જો કોઇ ભારતીય વિદેશમાં લગ્ન કરે તો તેણે ત્યાં સ્થિત ભારતીય દૂતાવાસને તેની જાણકારી આપવી પડે છે. દૂતાવાસમાં અનેક પ્રકારની ઔપચારિકતાઓ પૂરી કરવી પડે છે. લગ્ન કરનાર યુવક-યુવતીના દસ્તાવેજની ફાઇલ સહિત લગ્નનું કાર્ડ પણ પુરાવા તરીકે આપવું પડે છે. આ પ્રક્રિયાઓ પૂરી કર્યા બાદ જ લગ્નનું રજીસ્ટ્રેશન થઇ શકે છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter