GSTV

પહેલી વેડિંગ એનિવર્સરી પણ રણવીર સાથે ગોલ્ડન ટેમ્પલ પહોંચી દીપિકા, ટ્રેડિશનલ લુકમાં લાગી રહી હતી ખૂબસુરત

Last Updated on November 15, 2019 by Bansari

બોલીવુડ એક્ટર રણવીર સિંહે 14 અને 15 નવેમ્બરના રોજ ઇટલીના લેક કોમો ખાતે એક્ટ્રેસ દીપિકા પાદુકોણ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નમાં તેમના નજીકના મિત્રો અને પરિવારજનો સામેલ હતા. આજે આ કપલ પોતાની પહેલી વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી રહ્યું છે.

જ્યાં પહેલી એનિવર્સરી પર આ કપલ પરિવાર સાથે તિરુપતિ મંદિરે પહોંચ્યા હતાં. જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ હતી. સાથે જ આજે આ કપલ અમૃતસરના સુવર્ણ મંદિરે માથુ ટેકવા પહોંચ્યુ. આ દરમિયાનની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં તેઓ હંમેશાની જેમ પર્ફેક્ટ કપલ લાગી રહ્યાં હતા.

દીપિકા આ દરમિયાન મરૂન કલરના સૂટમાં ખૂબસુરત લાગી રહી છે. આ સાથે જ મિનિમલ મેકઅપ, સેથામાં સિંદૂર, ગળાનો નેકલેસ તેના લુકને ચાર ચાંદ લગાવી રહ્યો છે. સાથે જ રણવીર પણ તેવા જ રંગના એથનિક વેરમાં જોવા મળ્યો. દીપિકા અને રણવીર બંને ખૂબ જ સુંદર લાગી રહ્યાં હતાં.

સૂત્રોએ જણાવ્યા અનુસાર બંને પોતાના પરિવાર સાથે સવારે 4 વાગે અમૃતસર પહોંચ્યા અને દર્શન કરીને 5.30 વાગે પરત ફર્યા. આ દરમિયાન તેમણે લંગર પણ ચાખ્યુ.

બોલિવુડનાં બાજીરાવ મસ્તાની એટલે એકટ્રેસ દિપીકા પાદુકોણ અને રણવીર સિંહે 14 નવેમ્બરે પોતાની ફસ્ટ વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી. આ બંનેએ ફર્સ્ટ વેડિંગ એનિવર્સરી ભગવાનના દર્શન કરીને સેલિબ્રેટ કરવાનો નિર્ણય લીધો હતો.

પહેલાં દીપિકા-રણવીર પરિવાર સાથે આંધ્ર પ્રદેશમાં આવેલા તિરુપતિ મંદિરે ગયા હતાં. દીપિકા-રણવીરની મંદિરની મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.

દિપીકા અને રણવીરનાં લૂકની વાત કરવામાં આવે તો આ જોડી ન્યુલી વેડેડ કપલ જેવી જ લાગતી હતી.  દીપિકાએ લાલ રંગની હેવી બોર્ડરવાળી સાડી પહેરી હતી. સાડી સાથે ગોલ્ડ જ્વેલરી પહેરી હતી અને સાથે જ દીપિકાએ માથામાં સિંદૂર પણ પૂર્યું હતું. તો રણવીરે રેડ-ક્રીમ રંગની શેરવાની પહેરી હતી. રણવીરે વાઈફી દીપિકાની સાડીના કલર સાથે મેચ થાય તે રીતની શોલ ઓઢી હતી.

જણાવી દઇએ કે ગયા વર્ષે 14-15 નવેમ્બરે દીપિકા અને રણવીરે ક્લોઝ ફેમિલી મેમ્બર્સની હાજરીમાં ઈટલીના લેક કોમોમાં સાઉથ ઈન્ડિયન અને સિંધી વિધિથી લગ્ન કર્યાં હતાં. ત્યારબાદ તેમણે બેંગાલુરુ તથા મુંબઈમાં રિસેપ્શન આપ્યું હતું.

Read Also

Related posts

કરદાતાઓ માટે સારા સમાચાર / એડવાન્સ મિલકત વેરો ભર્યો હશે તો AMC આપી રહ્યું છે મોટી રાહત

Pritesh Mehta

હોમ લોનને લઇ SBIની મોટી જાહેરાત, 31 ઓગસ્ટ સુધી મળશે આ સુવિધા: જલદી લાભ ઉઠાવો

Zainul Ansari

સરહદ વિવાદ: રાહુલ ગાંધીના મોદી સરકાર પર પ્રહાર, એક પણ સરહદ સુરક્ષિત નથી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!