દીપવીરનો રૉયલ અંદાજ : દીપિકા-રણવીરના મુંબઇ રિસેપ્શનની આ 11 ખૂબસુરત તસવીરો જોતા રહી જશો

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્ન બે જુદા-જુદા રીતિ-રિવાજથી થયા છે. ઇટલીમાં કોંકણી અને સિંધી વિધીથી લગ્ન કર્યા બાદ બેંગલુરૂમાં રિસેપ્શન અને મુંબઇમાં એક આફ્ટર વેડિંગ સેલિબ્રેશન કરી રહ્યાં છે.બોલુડની મસ્તાની અને સિંબાના લગ્નનું આજે વધુ એક રિસેપ્શનનું આયોજન કરાયું હતું

આ રિસેપ્શનમાંથી દિપિકા અને રણવીર સિંહના લુકની પ્રથમ તસવીર સામે આવી છે. તેમના લગ્નના આ રિસેપ્શનમાં દીપિકા અને રણવીર બંને વાઇટ અને ગોલ્ડન કોમ્બિનેશન ડ્રેસમાં જોવા મળી રહ્યા છે. આ રિસેપ્શન મુંબઇની ગ્રેંડ હયાત હોટલમાં થઇ રહ્યું છે.

મળતી જાણકારી અનુસાર આજના રિસેપ્શનમાં આ જોડીના નજીકના મિત્રો, સંબંધીઓ અને મીડિયાના લોકો માટે રાખવામાં આવ્યું છે. દીપિકા અત્યારે સુધીના તેના દરેક વેડિંગ ફંક્શનમાં ફેશન ડિઝાઇનર સબ્યસાચી મુખર્જીના જ ડ્રેસમાં જોવા મળી રહી છે.

બોલીવુડની આ સ્ટાર જોડીએ 14-15 નવેમ્બરે ઇટલીમાં લેત કોમામાં લગ્ન કર્યા હતા. લગ્ન પછી 21 નવેમ્બરે આ જોડીએ એક વેડિંગ રિસેપ્શન બેંગલુરૂમાં યોજાઇ ગયું છે.

28 નવેમ્બર બાદ 1 ડિસેમ્બરે મુંબઇની ગ્રાન્ડ હયાત હોટલમાં દીપવીર એક શાનદાર પાર્ટી આપવાના છે. 1 ડિસેમ્બરે આયોજિત પાર્ટીમાં બોલીવુડની તમામ જાણીતી હસ્તીઓ શામેલ થઇ શકે છે.

કહેવામાં આવી રહ્યું છે કે દીપિકા અને રણવીરે પોતાના આ રિસેપ્શનમાં કેટરિના કૈફને પણ આમંત્રિત કરી છે. દીપિકા અને કેટરીના વચ્ચેનો કોલ્ડ વૉરથી સૌકોઇ વાકેફ છે.

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્નનું સેલિબ્રેશન હજુ પણ ચાલી રહ્યું છે. બોલીવુડના આ પાવર કપલે તાજેતરમાં આયોજિત કૉકટેલ પાર્ટીમાં ખૂબ જ એન્જોય કર્યુ હતુ.

આ પાર્ટીમાં દીપિકાએ રણવીર સાથે ડીજે ફ્લોર પર ડાન્સ કર્યો હતો. પરંતુ જ્યારે વેડિંગ સ્પીચની વાત આવી ત્યારે રણવીરે દીપિકા સમક્ષ ખાસ અંદાજમાં પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો.

રણવીરના ફેન ક્લબ પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં રણવીર પહેલાં સ્ટેજ પર આવે છે પછી તેણે ખાસ દાજમાં પોતાની મસ્તાનીને સ્ટેજ પર બોલાવી. રણવીરે કહ્યું કે મે દુનિયાની સૌથી સુંદર યુવતી સાથે લગ્ન કર્યા છે. આજે દીપિકાએ આ ખાસ ડ્રેસ પહેરીને મને ખુશ કર્યો છે. મારા મિત્રો અને સંબંધીઓને એકસાથે જોઇને હું અને દીપિકા ખૂબ જ ખુશ છીએ. આપ સૌએ આવીને આ રાત એપિક બનાવવા માટે આભાર.

રણવીર અને દીપિકાનું પહેલુ રિસેપ્શન 21 નવેમ્બરના રોડ બેંગલુરુની હોટલ લીલામાં આપી ચુક્યા છે. તે બાદ તેમની બહેન રિસિકાએ શનિવારે મુંબઇની હોટેલ ગ્રાન્ડ હયાતમાં એક રિસેપ્શન આપ્યું.

આ પ્રોગ્રામમાં રણવીરની બહેને ખાસ વ્યવસ્થા કરી હતી પરંતુ આ પાર્ટીમાં રણવીરનો લુખ ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

હકીકતમાંરણવીરની બહેન રિતિકાએ રણવીર-દીપિકા માટે ખાસ પાર્ટીનું આયોજન કર્યુ હતું. આપાર્ટીમાં ડાન્સ ફ્લોર પર રણવીર પોતાના ખાસ અંદાજમાં પહોંચ્યો હતો. તેણે કુલ લુકસાથે ફ્રી સ્ટાઇલ ડ્રેસ પહેર્યો હતો. રણવીર માટે ખાસ ડ્રેસ મનીષ અરોરાએ ડિઝાઇનકર્યો હતો.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter