દીપિકાએ પોતાની આ દુશ્મનને પાઠવ્યું રિસેપ્શનનું આમંત્રણ, રણવીરે પણ કર્યો પર્સનલ મેસેજ

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્નના સેલિબ્રેશનનો દોર હજુ યથાવત છે. ઇટલીમાં બે દિવસ લગ્ન અને પછી ભારતમાં 2 રિસેપ્શન આપ્યા બાદ હજુ પણ 2 પાર્ટી બાકી છે. 28 નવેમ્બર અને 1 ડિસેમ્બરે મુંબઇની ગ્રાન્ડ હયાત હોટલમાં દીપવીર એક શાનદાર પાર્ટી આપવાના છે.

1 ડિસેમ્બરે આયોજિત પાર્ટીમાં બોલીવુડની તમામ જાણીતી હસ્તીઓ શામેલ થઇ શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે દીપિકા અને રણવીરે પોતાના આ રિસેપ્શનમાં કેટરિના કૈફને પણ આમંત્રિત કરી છે. દીપિકા અને કેટરીના વચ્ચેનો કોલ્ડ વૉરથી સૌકોઇ વાકેફ છે. જ્યારે દીપિકા અને રણબીર કપૂરનું બ્રેકઅપ થયુ ત્યાર બાદ રણબીરના જીવનમાં કેટરિના આવી હતી.

તે બાદથી બંને વચ્ચે કેટ ફાઇટ ચાલી રહી હતી. બંને એકબીજા સામે આવવાનું પણ ટાળતા હતા. કહેવામાં આવી રહ્યું છે કે દિપિકાએ કેટરિનાને પોતાના રિસેપ્શનમાં ઇનવાઇટ કરી છે. કેટરિનાને 4 દિવસ પહેલાં જ રિસેપ્શનનું ઇનવીટેશન મળ્યું છે.


આ ઉપરાંત કેટરિના પણ આ પાર્ટીમાં આવવા માટે તૈયાર છે. તેણે આ અંગે સલમાન ખાન સાથે ચર્ચા કરી છે. જો બધુ જ ઠીક રહ્યું તો કેટરિના કૈફ આ પાર્ટીમાં સલમાન ખાન અને અલી અબ્બાસ ઝફર સાથે નજરે પડી શકે છે.

જાણવા મળી રહ્યું છે કે કેટરિનાને ખુદ રણવીર સિંહે પણ પર્સનલ મેસેજ કર્યો છે. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખાસ મિત્રોને પર્સનલ મેસેજ કરીને ઇનવાઇટ કરી રહ્યાં છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter