GSTV
Home » News » હનીમૂન માટે રવાના થયા દીપિકા-રણવીર, એરપોર્ટ લુક જોઇને કહેશો Wow

હનીમૂન માટે રવાના થયા દીપિકા-રણવીર, એરપોર્ટ લુક જોઇને કહેશો Wow

જ્યારથી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ઇટલીમાં લગ્ન થયાં છે ત્યારથી આ કપલ ચર્ચામાં છે. પાછલા ઘણાં સમયથી દીપવીરના લગ્ન અને રિસેપ્શનની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. લગ્ન બાદ હજુ સુધી આ ન્યૂલીવેડ કપલ હનીમૂન પર જઇ શક્યા નથી કારણ કે લગ્ન બાદ તરત જ રણવીર પોતાની તાજેતરમાં જ રીલીઝ થયેલી ફિલ્મ સિમ્બાના પ્રમોશનમાં વ્યસ્ત હતો.

આ કપલની કેટલીક તસવીરો વાયરલ થઇ છે જેમાં તેઓ પોતાના હનીમૂન માટે રવાના થતાં જોવા મળે છે. દીપવીર હનીમૂન પર રવાના થયાં તેની કેટલીક તસવીરો અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે. આ કપલને ફુલ બ્લેક અટાયરમાં લ્પોટ કરવામાં આવ્યાં છે. આ કપલ હાથોમાં હાથ પરોવીને એરપોર્ટ પર જોવા મળ્યું હતુ.

દીપિકા એરપોર્ટ પર બ્લેક ટર્ટલ નેક પુલઓવર, બ્લેક લેલિંગ વિથ લેયર્ડ સ્કર્ટ અને બ્લેક બૂટ્સમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. રણવીર પણ બ્લેક જેકેટ અને બ્લેક પેંટ્સમાં ડેપર લાગી રહ્યો હતો.

દીપિકા-પાદુકોણ અને રણવીર સિંહે 14-15 નવેમ્બરના રોજ ઇટલીના લેક કોમો ખાતે સાત ફેરા લીધાં. લેક કોમો ખાતે કોંકણી અને સિંધી રીતી-રિવાજ પ્રમાણે લગ્ન કર્યા. લગ્ન બાદ આ ન્યૂલીવેડ કપલ ચર્ચામાં છે. ફિલ્મફેરને આપેલા ખાસ ઇન્ટરવ્યુમાં દીપિકાએ જણાવ્યું કે તેણે અને રણવીરે 4 વર્ષ પહેલાં જ સગાઇ કરી લીધી હતી. તેઓ અર્થ એ છે કે વર્ષોથી દીપિકા અને રણવીર એન્ગેજ હતાં પરંતુ આ વાતની જાણ કોઇને થવા ન દીધી.

જણાવી દઇએ કે લગ્ન બાદ દીપિકા પોતાની લાઇફ અને રણવીર સિંહને લઇને અનેક ખુલાસા કરી ચુકી છે. તાજેતરમાં જ દીપિકાએ રણવીર સાથે પોતાની ડેટને લઇને ખુલાસો કર્યો હતો. તેવામાં પોતાના લગ્ન સમયે કેવી ફિલીંગ હતી તે અંગે પણ ખુલાસો કરી ચુકી છે. આ ઉપરાંત રણવીર સિંહ પણ પોતાની પત્ની દીપિકાના વખાણ કરતાં થાકતો નથી.

Read Also

Related posts

અદનાન સામીને મ્યુઝિકનાં દમ પર ઉડાવી દીધુ બોટલનું ઢાંકણું, વીડિયો મચાવી રહ્યો છે ધૂમ

Mansi Patel

Photos: આંખના પલકારે બિલ્ડિંગ હતી ન હતી થઈ ગઈ, જુઓ મુંબઈની ઘટનાની તસ્વીરો

Arohi

પાનનું પત્તું છે કારગર ઔષધ, અંદર વપરાતી વસ્તુઓ પણ મટાડે છે ઘણા અસાધ્ય રોગો

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!