GSTV
Home » News » Video: 6 મહિનામાં જ દિપવીરના ઘરે ગુંજશે કિલકારીઓ, રણવીરે ખુદ કર્યો ખુલાસો

Video: 6 મહિનામાં જ દિપવીરના ઘરે ગુંજશે કિલકારીઓ, રણવીરે ખુદ કર્યો ખુલાસો

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્નને 20 દિવસ થઇ ચુક્યાં છે. 2 લગ્ન અને 4 રિસેપ્શન આપ્યાં બાદ દીપિકા અને રણવીર કામ પર પરત ફર્યા છે. તાજેતરમાં જ રણવીર સિંહની અપકમિંગ ફિલ્મ સિંબાનું ધમાકાર ટ્રેલર લૉન્ચ કરવામાં આવ્યું છે. ટ્રેલર રિલિઝ કરવા માટે મેકર્સે એક મોટી પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી.


આ કોન્ફરન્સમાં ફિલ્મની લીડ કાસ્ટ રણવીર સિંહ અને સારા અલી ખાન ઉપરાંત ડાયરેક્ટર રોહિત શેટ્ટી પણ હાજર હતાં. આ દરમિયાન સમગ્ર સ્ટાર કાસ્ટે મીડિયાના સવાલોના જવાબ આપ્યાં. ત્યારે જ એક મહિલા પત્રકારે રણવીરને પૂછ્યું, તમે તાજેતરમાં જ કહ્યું હતું કે દીપિકા 6 મહિનામાં મારા બાળકોની માતા બનશે. તેની પાછળનો અર્થ શું હતો?


આ સવાલના જવાબમા રણવીરે કહ્યું કે, હું તેને વર્ષ 2012માં મળ્યો હતો અને હું જાણતો હતો કે આગામી 6 મહિનામાં તે મારા બાળકોની મા બનવાની છે. રમવીરની આ વાત પર રોહિત પણ તેની મજા લેતા જોવા મળ્યો. આ વાત સાંભળીને સારા પણ હસવા લાગી. રણવીરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.


રણવીરે આ વાત કહીને ફેન્સને સંકેત આપી દીધાં છે કે આ સ્ટાર કપલ ફેમિલી પ્લાનિંગ વિશે વિચારી રહ્યાં છે. ટૂંક સમયમાં દીપવીરના ઘરે પારણું બંધાય તો નવાઇ નહી.

જણાવી દઇએ કે હાલ રણવીર પોતાની ફિલ્મનું શુટિંગ આટોપશે અને તે બાદ પ્રમોશનમાં વ્યસ્ત થઇ જશે. રણવીર પાસે સિંબા ઉપરાંત ઝોયા અખ્તરની ફિલ્મ ગલી બૉય અને 83માં નજરે પડશે. તેવામાં દીપિકા પાદુકોણ પણ ટૂંક સમયમાં મેઘના ગુલઝારની મહિલા પ્રધાન ફિલ્મનું શુટિંગ શરૂ કરશે.

Read Also

Related posts

આ છે પતિના હૃદયની સામ્રાજ્ઞી બનવાની ચાવી, નવપરિણીતાઓને કામમાં આવશે આ ટિપ્સ

Bansari

પ્રસૂતિની તારીખ લંબાય તો? ગભરાશો નહી આ કારણો છે જવાબદાર

Bansari

આ પાંચને ભોગ ધરાવવાનું ન ભૂલતાં, નહી તો તમારું શ્રાદ્ધ રહી જશે અધૂરુ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!