હિરોનો જમાનો ગયો, પોતાના પતિ કરતાં પણ વધુ પોપ્યુલર છે બોલીવુડની આ હસીનાઓ

એક સમય હતો જ્યારે બોલીવૂડમાં અભિનેતાઓનો  સિક્કો વધુ ચાલતો હતો. પરંતુ આજે હીરોઇનોએ અભિનેતાઓને ઘણી બાબતમાં પાછળ ધકેલી દીધા છે. જે હિરોઇનો ચાહકોના દિલમા રાજ કરી રહી છે. સોશિયલ મીડિયા પર પણ અભિનેતા પતિ કરતાં અભિનેત્રી પત્નીના વધુ ફોલોઅર્સ જોવા મળ્યા છે. 

દીપિકા પદુકોણ

દીપિકા પદુકોણ-રણવીર સિંહની વાત કરીએ તો ઇન્સ્ટાગ્રામ પર દીપિકાના રણવીર કરતાં વધુ ફોલોઅર્સ છે. રણવીર ભલે સુપરસ્ટાર હોય પરંતુ દીપિકાના ફોલોઅર્સની સંખ્યા ૩૧.૬ મીલિયન છે, જ્યારે રણવીરના ફક્ત ૧૯.૫ મિલિયન ફોલોઅર્સ છે. 

ઐશ્વર્યા રાય બચ્ચન

ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનની વાત કરીએ તોઐશ્વર્યા પતિ અભિષેક કરતાં ઘણી આગળ છે. ઐશ્વર્યાના ઇન્સ્ટાગ્રામ પર ૬.૫ મિલીયન ચાહકો છે, જ્યારેઅભિષેકના ફક્ત ૪.૮ મિલિયન ફોલોર્સ છે. 

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના હાલમાં જ લગ્ન થયા છે. પ્રિયંકાના ઇન્સ્ટાગ્રામ પર ૩૫.૧ મિલીયન ફોલોઅર્સ છે, જ્યારે નિકના ફક્ત ૨૦ મિલિયન ફોલોઅર્સ છે. 

બિપાશા બાસુ

બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર એક સુપર હોટ કપલ છે. બિપાશાના ૬.૩ મિલિયન ફોલોઅર્સની સામે  કરણ સિંહ ગ્રોવરના ફક્ત એક મિલિયન ફોલોઅર્સ જ છે. 

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા પોત પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાની તસવીરો પોસ્ટ કર્યા કરતા હોય છે. બિઝનેસમેન પતિ કરતાં શિલ્પા સોશિયલ મીડિયા પર મેદાન મારી ગઇ છે. તેના ઇન્સ્ટાગ્રામ પર ૯.૨ મિલિયન ફોલોઅર્સ છે જ્યારે રાજ કુંદ્રાના ફક્ત ૫૪૬ હજાર ફોલોઅર્સ છે. 

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter