GSTV
Gujarat Government Advertisement

‘માલ હૈ ક્યા…?’ વાળી ચેટ પર દીપિકાએ કબુલી આ વાત, વધશે મુશ્કેલીઓ?

દીપિકા

Last Updated on September 26, 2020 by

ડ્રગ્સ મામલામાં એનસીબી દીપિકા સાથે પુછપરછ કરી રહી છે. NCBએ તેની મેનેજર કરિશ્માને સામે બેસાડીને પણ સવાલ જવાબ કરી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે એનસીબી દીપિકાના દરેક જવાબથી સંતુષ્ટ નથી. અમુક સવાલો પર તેના જવાબ એનસીબીને ઠીક નથી લાગી રહ્યા. પરંતુ એનસીબી સતત સવાલ પુછી રહ્યું છે અને દીપિકા પાસેથી જાણકારી બહાર કાઢાવવાનો પ્રયત્ન કરી રહી છે. આ વચ્ચે હવે મોટી ખબર સામે આવી છે.

દીપિકાની મોટી કબુલાત

દીપિકા

ખબરો અનુસાર પુછપરછ વખતે દીપિકા પાદુકોણે મોટી કબુલાત કરી છે. તેમણે એનસીબીની સામે માન્યુ છે કે જે વોટ્સએપ ચેટને લઈને વિવાદ છે એ ચેટનો તે પણ ભાગ છે. દીપિકાની આ કબુલાત ખૂબ મહત્વની માનવામાં આવે છે. આ ચેટમાં તે કરિશ્મા પાસે ડ્રગ્સના સિલસિલામાં વાત કરી હતી. એવામાં હવે તેની આ વાતોમાં કબૂલાત કરવી ખૂબ મુખ્ય માનવામાં આવી રહી છે. જેવી ચેટમાં તેની હવે આ વાતને કબુલ કરવી તેમને મુશ્કેલીમાં મુકી શકે છે.

દીપિકા-કરિશ્માની ખાસ તૈયારી?

ત્યાં જ બીજી તરફ એનસીબીને એવુ પણ લાગવા લાગ્યું છે કે દીપિકા અને કરિશ્માને સંપૂર્ણ તૈયારી સાથે પુછપરછ કરવામાં આવી છે. એવુ એટલા માટે લાગી રહ્યું છે કારણ કે જ્યારે કરિશ્માને સમન આપવામાં આવ્યું હતું ત્યારે તેણે પોતાના વકીલ દ્વારા જણાવ્યું હતું કે તે બિમાર છે અને 25 તરીખે આવી શકશે. હવે દીપિકા ગોવાથી આવી ત્યારે કરિશ્મા પણ સાથે છે. મહત્વનું છે કે NCBને લાગી રહ્યું છે કે બન્ને સંપૂર્ણ તૈયારીની સાથે આવી છે. પરંતુ હવે જ્યારે બન્નેને સામ સામે બેસાડીને પુછપરછ કરવામાં આવી રહી છે તો ઘણા મોટા ખુલાસા થઈ શકે છે. મહત્વનું છે કે શનિવારે સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂર પાસે પણ એનસીબી પુછપરછ કરી રહી છે. બન્ને પાસે ઘણા સવાલો કરવામાં આવી રહ્યા છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

એક Aadhaar Card કેટલા સિમકાર્ડ ખરીદી શકાય છે? જાણો તમારા આધાર પર કેટલા નંબર છે લિંક

pratik shah

આ આલિશાન ઘરોમાં રહે છે માર્ક ઝુકરબર્ગ, 1,400 એકર જમીન અને 10 આલિશાન ઘરોના છે માલિક

Harshad Patel

ઝટકો : રાજ્યના મત્સ્યોદ્યોગ પ્રધાને કહ્યું કે ભાજપ સરકારમાં માછીમારો પાયમાલ, રૂપાણી સરકાર ભરાઈ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!