GSTV

શું છે Deepfake ? કેમ આ ફેક ન્યુઝ કરતા પણ છે 100 ગણી ખતરનાક? લોકશાહી માટે બની શકે છે મોટો ખતરો

Last Updated on July 26, 2021 by Pritesh Mehta

ફેક ન્યુઝ એટલે જૂઠી અને ભ્રમ ઉભો કરતા સમાચાર અંગે તો તમે સાંભળ્યું જ હશે. ખાસ કરીને ચૂંટણી દરમ્યાન આ પ્રકારના ફેક ન્યુઝ સૌથી વધુ ફેલાતા હોય છે. ટેક્નોલોજીનો ઉપયોગ આપણા જીવનમાં ઝડપથી વધી રહ્યો છે. જે રીતે તેના સકારાત્મક પરિણામો છે તે જ રીતે તેના નકારાત્મક અને ખતરનાક પ્રભાવ પણ છે. આ કડીમાં Deepfake પણ એક મોટી સમસ્યા બનીને આપણી સામે આવી છે.

Deepfake

છેલ્લા કેટલાંક દિવસોમાં Deepfake ખાસ્સું ચર્ચામાં છે. સોશિયલ મીડિયામાં અવારનવાર આ ટેક્નિકનો ઉપયોગ કરીને કોઈને કોઈ વિડીયો વાયરલ થતો રહે છે. Deepfake સાથે જોડાયેલ Reface એપ કે તેના જેવા એપ પણ છેલ્લા કેટલાય સમયથી ઘણા પ્રચલિત થયા છે. આ પ્રકારની એપમાં તમે તમારી પોતાની કે અન્ય કોઈ વ્યક્તિના ફોટો અથવા વિડીયો નાખો છો તો આ એપ ફેશિયલ ફીચર્સને એનલાઈઝ કરીને સેલિબ્રિટી વિડીયો ફેસ સાથે તમારો ચહેરો બદલી દે છે. આ પણ એક પ્રકારનું ડીપ ફેકનું જ ઉદાહરણ છે.

પરંતુ, ટેક્નોલોજીના યુગમાં આ અત્યંત ખતરનાક પણ માનવામાં આવે છે. તેનો દુરુપયોગ તેને ફેક ન્યુઝ કરતા હજાર ગણો ખતરનાક બનાવી દે છે. પોર્ન વીડિયોમાં પણ તેનો ઘણો ઉપયોગ થાય છે. બારાક ઓબામાથી લઈને ટોમ ક્રુઝના વાયરલ વિડીયો ડીપ ફેક દ્વારા બનાવવામાં આવ્યા છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પર આધારિત છે ડીપ ફેક

ડીપ ફેક ફેક ન્યુઝ કરતા ઘણું વધુ વિકસિત અને ખતરનાક રૂપ છે. આ દુષ્પ્રચાર અને અફવાહોને ઝડપથી ફેલાવવાનો એક નવો વિકલ્પ બનીને સામે આવ્યો છે. સામાન્ય ખોટા ન્યુઝને અનેક રીતે ચેક કરી શકાય છે પરંતુ ડીપ ફેકની ઓળખ કરવી સામાન્ય માણસ માટે અત્યંત મુશ્કેલ હોય છે. ડીપ ફેક ડીપ લર્નિંગ અને ફેકનું સંમિશ્રણ છે તેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો પ્રયોગ કરીને કોઈ મીડિયા ફાઈલ જેમ કે ફોટો વિડીયો ઓડિયોની નકલી કોપી તૈયાર કરવામાં આવે છે જે વાસ્તવિક ફાઈલ જેવી જ દેખાય છે અને સાઉન્ડ કરે છે.

કેવી રીતે કામ કરે છે?

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો પ્રયોગ કોઈપણ વ્યક્તિ દ્વારા બોલવામાં આવેલ શબ્દો, શરીરની ગતિવિધિ અથવા અભિવ્યક્તિને અન્ય વ્યક્તિ પર સ્થાનાંતરિત કરવામાં આવે છે. Generative Adversarial Networks (GAN) નો ઉપયોગક કરીને તેને વધુ ‘વિશ્વસનીય’ બનાવવામાં આવે છે. મોટાભાગે, તે જાણવું અઘરું હોય છે કે બતાવવામાં આવેલ વિડીયો અસલી છે કે નકલી. સોફ્ટવેર ડેવલપમેન્ટ ઓપન સોર્સ કોમ્યુનિટી પર આ પ્રકારના અનેક સોફ્ટવેર મળે છે જે ડીપફેક બનાવી શકે છે.

ફિલ્મોમાં પણ Deepfakeનો ઉપયોગ

Deepfake ઘણા સમયથી ફિલ્મોમાં ઉપયોગમાં લેવાય છે. દાખલ તરીકે, ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ એક્ટર પૉલ વૉટરની મોટ બાદ તેની ફિલ્મમાં પૉલના ભાઈને રાખવામાં આવ્યો હતો. પરંતુ, Deepfakeના માધ્યમથી ચહેરો અને અવાજ તદ્દન પૉલ વૉકર જેવી કરી દેવામાં આવી હતી. આ પહેલા પણ અને આજે પણ ફિલ્મોમાં અને જગ્યાએ Deepfakeનો ઉપયોગ થાય છે, ખાસ કરીને હોલીવુડ ફિલ્મોમાં તેનું ચલણ વધ્યું છે.

ડીપફેકથી નુકશાન

કોઈપણ ટેકનીકનો દુરુપયોગ વિનાશકારી સાબિત થઇ શકે છે. ડીપફેક અને ફેક ન્યુઝ પણ તેનું ઉદાહરણ છે. તેનાથી કોઈ પણ વ્યક્તિનું રાજનૈતિક, સામાજિક, આર્થિક જીવન બરબાદ થઇ શકે છે. તેનો ઉપયોગ અનેક ક્ષેત્રોમાં ખતરનાક સાબિત થઇ શકે છે. ખાસ કરીને ચૂંટણીમાં તેનો સૌથી વધુ દુરુપયોગ થવાની સૌથી વધુ શક્યતા રહેલી છે. તેના માધ્યમથી કોઈને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી શકે છે.

લોકતંત્ર સામે ખતરો

ડીપફેકનો ઉપયોગ લોકતંત્ર માટે સૌથી ખાતરનાક છે. કલ્પના કરો કે કોઈ ચૂંટણી દરમ્યાન ઉમ્મેદવારોનો કોઈ વિડીયો જાહેર થાય છે જેમાં તે હેટ સ્પીચ, વંશીય ટિપ્પણી અથવા લઘુમતી વિરોધી નિવેદન કરતો હોય, આ રીતે ચૂંટણી પ્રક્રિયાને સરળતાથી પ્રભાવિત કરી શકાય છે. આ રીતે ડીપફેકનો ઉપયોગ ચૂંટણી પરિણામોની અસ્વીકાર્યતા અથવા અન્ય પ્રકારની ખોટી સૂચનાઓ માટે પણ કરવામાં આવી શકે છે. જે એક લોકતાંત્રિક વ્યવસ્થા માટે મોટો પડકાર સાબિત થઇ શકે છે.

જોકે નિષ્ણાતો કહે છે કે તમારા ઉપયોગના દ્રષ્ટિકોણ પણ નિર્ભર કરે છે કે ટેક્નોલોજી ફાયદેમંદ થઇ શકે છે કે ખતરનાક. આગ સૌથી જૂની ટેક્નોલોજી છે. તે ખાવાનું બનાવવામાં પણ કામ આવે છે અને લોકોને પણ મારે છે. ખરી સમસ્યાતો ખોટી સૂચનાઓ છે. કોમ્પ્યુટર અથવા પ્રિન્ટ તો માત્ર અને માત્ર માધ્યમ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

E-Auction / PM નરેન્દ્ર મોદીના ચાહકો માટે મોટા સમાચાર, વડાપ્રધાનને મળેલી ભેટ ખરીદવાની સોનેરી તક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!