GSTV
Cricket Sports Trending

દક્ષિણ આફ્રીકા ટી-20 શ્રેણી / દિપક હુડ્ડા ઈજાગ્રસ્ત, આ 3 ખેલાડીઓને કરાયા ટીમ ઈન્ડિયામાં સામેલ

ઓસ્ટ્રેલિયા સાથે ત્રણ ટી-20 મેચ રમ્યા બાદ ટીમ ઈન્ડિયા ઘર-આંગણે દક્ષિણ આફ્રીકા સામે વધુ 3 ટી-20 મેચ રમશે, જોકે તે પહેલા એક ખરાબ સામાચાર સામે આવ્યા છે. સ્ટાર પ્લેયર – દિપક હુડ્ડા ઈજાગ્રસ્ત થયા હોવાના કારણે સીરિઝમાંથી બહાર થઈ ગયા છે, તેમના સ્થાને ભારતીય ટીમમાં – શ્રેયસ ઐય્યર, ઉમેશ યાદવ અને શાહબાઝ અહેમદને સ્થાન આપવામાં આવ્યું છે. નોંધનીય છે કે દક્ષિણ આફ્રીકા સામેની પહેલી ટી-20 મેચ 28મી સપ્ટેમ્બર એટલે કે આજે રમાવવાની છે.

ભારતીય ટીમના સ્ટાર બોલર મોહમ્મદ શમી કોરોના પોઝીટીવ થઈ ગયા હોવાથી પહેલા જ સીરિઝથી બહાર થઈ ગયા છે. આ સિવાય BCCI ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને પણ આરામ આપવાનો નિર્ણય કર્યો છે. BCCIએ દિપક હુડ્ડા વિશે અપડેટ આપતા જણાવ્યું હતું કે હુડ્ડાને પીઠમાં ઈજા થઈ છે. હવે તેમણે રિહેબ માટે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)ને રિપોર્ટ કરવો પડશે.

બીસીસીઆઈએ રવિવારે જ એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે, પીઠની ઈજાને કારણે દીપક હુડ્ડા ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી T20માં પસંદગી માટે ઉપલબ્ધ નથી હવે BCCIએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે દીપક હુડ્ડાને NCAમાં રિહેબ કરવું પડશે. પ્રથમ T20 મેચ દક્ષિણ આફ્રિકા સામે તિરુવનંતપુરમમાં 28મી સપ્ટેમ્બરના રોજ રમાશે. જ્યારે 2જી ઓક્ટોબરના રોજ ગુવાહાટીમાં અને ઈન્દોરમાં 4 ઓક્ટોબરના રોજ ટી-20 મેચ રમાશે. આ પછી ભારત દક્ષિણ આફ્રીકા સામે 3 વન-ડે મેચ પણ રમશે. જોકે વનડે શ્રેણી માટે ટીમની જાહેરાત કરવામાં આવી નથી.


દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની ટીમઃ

રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત(WK), દિનેશ કાર્તિક(WK), આર અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ , અક્ષર પટેલ , અર્શદીપ સિંહ , હર્ષલ પટેલ , દીપક ચહર , જસપ્રિત બુમરાહ , ઉમેશ યાદવ , શ્રેયસ ઐયર , શાહબાઝ અહેમદ.

Also Read

Related posts

યુક્રેન હાર ન માની રહ્યું હોવાથી રશિયા બન્યું વધુ આક્રમક, પુતિન ઘાતક કેમિકલ હુમલો કરવાની ફિરાકમાં

Kaushal Pancholi

મનના હારનારા હાર છે, મનના જીતનારાઓ જીત, જાણો નિષ્ફળતા સાથે જોડાયેલા અમૂલ્ય પાઠ

Kaushal Pancholi

ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જાહેરસભામાં આમઆદમી પાર્ટી અને ભાજપ પર કર્યા આકરા પ્રહાર, જાણો શું છે સમગ્ર બાબત

pratikshah
GSTV