GSTV

IPL 2020: કોરોનાને માત આપીને મેદાન પર પાછો ફર્યો CSKનો દીપક ચાહર

Last Updated on September 10, 2020 by Mansi Patel

19મી સપ્ટેમ્બરથી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)નો પ્રારંભ થઈ રહ્યો છે આ ટી20 ક્રિકેટ લીગમાં રમનારી ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ખુશ ખબર  એ છએ કે તેનો આધારભૂત ઝડપી બોલર દીપક ચાહર કોરોનાને મહાત આપીને હવે ફિટ થઈ ગયો છે. દીપક ચાહર ચેન્નાઈની ટીમના એ 13 સદસ્યમાંનો એક હતો જેને 15 દિવસ અગાઉ કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ દરમિયાન દીપક ચાહરનો હાલનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હવે તેનું 14 દિવસનું ફરજિયાત ક્વોરન્ટાઇન પણ પૂર્ણ થઈ ગયું છે. આમ તે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમવા ઉપલબ્ધ છે.

ચેન્નાઈ સુપરકિંગ્સના કેમ્પમાં જોડાયો ચાહર

ચેન્નાઈ સુપર કિંગ્સે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર દીપક ચાહરનો એક ફોટો શેર કર્યો છે. તેમાં એવી માહિતી આપવામાં આવી છે કે તે સંપૂર્ણપણે ફિટ છે અને ટીમના કેમ્પમાં જોડાઈ ગયો છે. દીપક ચાહર દુબઈના મેદાન પર પ્રેક્ટિસ સેશનમાં જોવા મળી રહ્યો છે અને થમ્સ અપની સાઇન કરી રહેલો દેખાય છે. દેખીતી વાત છે કે તેણે કોરોના સામેનો જંગ જીત્યો છે અને આ સફળતા એક યોદ્ધાની સફળતાથી કમ હોતી નથી.

READ ALSO

Related posts

ડ્રેગનની દગાખોરી / એક તરફ વાતચીતનો ઢોંગ, બીજી તરફ સરહદી વિસ્તારમાં સતત કરી રહ્યું છે નિર્માણ કાર્ય

Zainul Ansari

યોગીનો માસ્ટરસ્ટ્રોક / વિધાનસભા ચૂંટણી પહેલા જ આ નિર્ણય લઈને ખેડૂતોને આકર્ષવાનો પ્રયાસ

Pritesh Mehta

Health / સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે Green Tea, આનું સેવન કરવાનો સૌથી ઉત્તમ સમય અને શ્રેષ્ઠ રીત જાણો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!