GSTV

ધુંઆધાર બોલીંગથી તરખાટ મચાવનાર દીપક ચહરે એક ઝાટકે તોડ્યા આ 5 રેકોર્ડ

ટીમ ઇન્ડિયાએ ત્રીજી અને નિર્ણાયક ટી-20માં બાંગ્લાદેશને જબરદસ્ત મ્હાત આપીને સીરીઝ પોતાને નામ કરી છે. મેજબાન ભારતે બાંગ્લાદેશ વિરૂદ્ધ ત્રીજી T20 મેચમાં જોરદર વાપસી કરતાં 30 રનથી જીત નોંધાવી હતી. બાંગ્લાદેશ આ મેચમાં એક સમયે મજબૂત સ્થિતિમાં હતું. તે જીત તરફ આગળ વધી રહ્યું હતું. જોકે દીપક ચાહરની ધારદાર બોલીંગે ભારતીય ટીમને મેચની સાથે શ્રેણીની પણ જીત અપાવી.

ભારતે બાંગ્લાદેશ સામે પ્રથમ બેટિંગ કરતા 5 વિકેટના નુકસાને 174 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશને જીતવા માટે 175 રનની જરૂર હતી. જોકે, ભારત સામે બેટિંગ કરવા ઊતરેલી બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ દીપક ચાહર સામે ટકી શકી નહીં અને 144 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મૅચના હીરો રહેલા દીપક ચાહરે માત્ર 7 રન આપીને 6 વિકેટ ઝડપી હતી.

આ સાથે જ તેઓ ટી-20માં સૌથી સારું પ્રદર્શન કરનારા ખેલાડી બની ગયા છે. દીપક ચાહરને તેમના શાનદાર પ્રદર્શન બદલ મૅન ઑફ ધી મૅચ અને મૅન ઑફ ધી સિરીઝ જાહેર કરવામાં આવ્યા. શિવમે 4 ઓવરમાં 30 રન આપીને 3 વિકેટ ઝડપી અને યુઝવેન્દ્ર ચહલે 4 ઓવરમાં 43 રન આપીને 1 વિકેટ ઝડપી હતી.

દીપક ચહરના પાંચ રેકોર્ડ

  • આ મેચમાં દીપક ચાહરે હેટ્રિક પોતાના નામે કરી. તે T20 ઇન્ટરનેશનલ મેચમાં હેટ્રિક લેનાર ભારતના પ્રથમ ક્રિકેટર બની ગયા છે.
  • દીપક ચાહર (3.2-0-7-6)એ આ મેચમાં ફક્ત સાત રન આપીને છ વિકેટ ઝડપી. આ ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં બેસ્ટ બોલિંગનો રેકોર્ડ છે.
  • દીપક ચાહર ટી20 ઇન્ટરનેશનલ મેચની એક ઇનિંગમાં છ વિકેટ લેનાર પ્રથમ બોલર છે.
  • આ પહેલાં ફક્ત બે બોલર અજંથા મેડિંસ અને યુજવેંદ્વ ચહલ જ ટી20 મેચની એક ઇનિંગમાં છ વિકેટ લઇ શક્યા છે.
    આ પ્રથમ તક છે જ્યારે કોઇ બોલરે બાંગ્લાદેશ વિરૂદ્ધ ટી20 મેચની એક ઇનિંગમાં છ વિકેટ લીધી હોય.
  • આ પહેલાં બાંગ્લાદેશ વિરૂદ્ધ સર્વેશ્રેષ્ઠ બોલીંગનો રેકોર્ડ વેસ્ટઇન્ડીઝન કીમો પોલએ 2018માં એક ઇનિંગમાં પાંચ વિકેટ ઝડપી હતી.
  • દીપક ચાહરે સીરીઝની ત્રણ મેચમાં કુલ 8 વિકેટ લીધી. તે સીરીઝના શ્રેષ્ઠ બોલર રહ્યા. તેમને આ પ્રદર્શન માટે ‘મેન ઓફ ધ સીરીઝ’નો એવોર્ડ આપવામાં આવ્યો. આ પ્રકારે બાંગ્લાદેશ વિરૂદ્ધ ટી20 સીરીઝમાં આ એવોર્ડ પોતાના નામે કરનાર પ્રથમ ભારતીય પણ બની ગયા છે.

ચાહર T20માં હેટ્રીક લેનાર ભારતનો એક માત્ર બોલર બન્યો

  • ત્રીજી ઓવરમાં દીપક ચાહરે પોતાની ઘાતક બૉલિંગનો પરચો બાંગ્લાદેશની ટીમને આપ્યો હતો.
  • ત્રીજી ઓવરના ચોથા બૉલે ચાહરે લિટન દાસને વૉશિંગ્ટન સુંદરના હાથે કૅચ આઉટ કરાવ્યો ત્રીજી ઓવરના પાંચમાં જ બૉલે સૌમ્ય સરકારને શૂન્ય રને કૅચ આઉટ કરાવી બીજી વિકેટ ઝડપી હતી.
  • ચાહરે 13મી ઓવરમાં છઠ્ઠા બૉલે ચાહરે મોહમ્મદ મિથુનની વિકેટ લીધી હતી. અંતિમ ઓવરોમાં દીપક ચાહરે બાંગ્લાદેશના બૅટ્સમૅનોની એકબાદ વિકેટ ઝડપી હેટ્રિક પૂર્ણ કરી.
  • 17મી ઓવરના અંતિમ બૉલે ચાહરે સફીઉલ ઇસ્લામની વિકેટ લીધી, જે બાદ તેઓ ફરી 19મી ઓવર ફેંકવા આવ્યા. 19મી ઓવરના પ્રથમ બૉલે મુસ્તાફિઝુર રહેમાન અને બીજા બૉલે અમીનુલ ઇસ્લામની વિકેટ લઈને દીપક ચાહરે પોતાના નામે રેકૉર્ડ સ્થાપી દીધો.
  • ટી-20માં હેટ્રીક લેનારા તેઓ ભારતના એકમાત્ર બૉલર બની ગયા. ઉપરાંત વિશ્વમાં ટી-20માં 7 રનમાં 6 વિકેટ લઈને સૌથી સારું પ્રદર્શન કરનારા બૉલર પણ બની ગયા.

T20 આંતરરાષ્ટ્રીયમાં બૅસ્ટ પર્ફૉર્મન્સ

  • 6/7 દીપક ચાહર vs બાંગ્લાદેશ, નાગપુર,2019
  • 6/8 અજંતા મેંડિસ vs ઝિમ્બાબ્વે, હમ્બનટોટા, 2012
  • 6/16 અજંતા મેંડિસ vs ઑસ્ટ્રેલિયા, પલ્લેકેલે, 2011
  • 6/25 યુઝવેન્દ્ર ચહલ vs ઇંગ્લૅન્ડ, બેંગલુરુ 2017

Read Also

Related posts

VIDEO: આખરે આ વીડિયોમાં એવું તે શું છે કે લાખો લોકો જોઈ રહ્યા છે, તમે પણ જુઓ અને નક્કી કરો આ ભાઈનો પ્લાન શું છે !

Pravin Makwana

IPL 2020: રાજસ્થાન રોયલ્સનો પડકાર શમી ગયો, કોલકાતાનો શાનદાર વિજય

Pravin Makwana

આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો પરનો પ્રતિબંધ 31 ઓક્ટોબર સુધી લંબાયો, DGCAએ બહાર પાડ્યો સર્કુલર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!