ભારતનાં સ્ટાર જિમ્નાસ્ટ પ્લેયર્સ નહિ રમી શકે

ભારતીય જિમ્નાસ્ટ ફેડરેશનને સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી એ સસપેંડ કરતાં ભારતનાં આશાસ્પદ જિમ્નાસ્ટ ખેલાડીઓ આગામી 36 મી રિધમિક વલ્ડ જિમ્નાસ્ટ ઈવેંટ તેમજ આર્ટિસ્ટિક દોહા ચેમ્પિયનશીપમાં રમી શકશે નહિ.
36 મી રિધમિક જિમ્નાસ્ટિક ઈવેંટ બલ્ગેરિયા ખાતે ગઈ કાલથી શરુ થઈ ગઈ છે તો આવતાં મહિને દોહા ખાતે રમાનારી આર્ટિસ્ટિક ઈવેંટ વલ્ડ ચેમ્પિયનશીપ ખુબ જ મહત્વની ઈવેંટ છે. તે આગામી ટોકિયો ઓલમ્પિકમાં ક્વોલિફાયર તરીકે કામ કરી શકે છે તેમજ દોહા ખાતે યોજાનારી ઈવેંટ એક અનુભવ તરીકે ભારતીય જિમ્નાસ્ટોને કામ લાગત.

હવે આ તમામ શક્યતાઓ પર પુર્ણ વિરામ મુકાઈ ગયું છે. જેમાં 2016 રિઓ ઓલમ્પિકમાં ચોથા ક્રમે રહી ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર દીપા કર્માકર ઉપરાંત પ્રણતિ નાયક , અરુણાકુમાર રેડ્ડી , રાકેશ પાત્રા તેમજ આશિષ કુમાર ભાગ લઈ રહ્યા હતા. આનાં માટે સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી અને જિમ્નાસ્ટ ફેડરેશન વચ્ચે ગજાગ્રહને કારણભુત મનાઈ છે.

સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીએ ફેડરેશનને પત્ર લખી જણાવ્યુ હતુ કે તે ફેડરેશન નેશનલ સ્પોર્ટ્સ ડિપાર્ટમેંટ કમીટી ઓફ ઈંડિયા 2011 નાં નિયમો મુજબ નથી આવતુ માટે તે ભારતિય ખેલાડીઓ ને પ્રતિનિધિ તરીકે મોકલી શકે નહિ એમ કહી તેની માન્યતા રદ્દ કરી. પણ આ પાછળ મુખ્ય કારણ એવું મનાઈ છે કે ફેડરેશને સ્પોર્ટ્સ ઓથોરિટીની પરવાનગી વગર જ ખેલાડીઓ નાં નામ 25 જુલાઈનાં રોજ મોકલી દીધા હતા. આ માટે ફેડરેશને કહ્યુ કે જો તેઓ નામ ન મોકલત તો આખરી તારિખ ચુકી જાત !

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter