GSTV
Home » News » દીપસિંહ રાઠોડનો રિપોર્ટ કાર્ડ : ચૂંટણીમાં જાયન્ટ કિલર સાબિત થનારા નેતાજીએ જાયન્ટ કામગીરી કરી કે નહીં ?

દીપસિંહ રાઠોડનો રિપોર્ટ કાર્ડ : ચૂંટણીમાં જાયન્ટ કિલર સાબિત થનારા નેતાજીએ જાયન્ટ કામગીરી કરી કે નહીં ?

સાબરકાંઠા બેઠક પર પણ વર્તમાન સાંસદ દીપસિંહ રાઠોડને રીપિટ કરાયા છે. વર્ષ 2014ની લોકસભાની સામાન્ય ચૂંટણીમાં દીપસિંહે શંકરસિંહ વાઘેલાને હાર આપી જાયન્ટ કિલર સાબીત થયા હતા. સાબરકાંઠા બેઠક પહેલેથી કોંગ્રેસનો ગઢ રહી છે. આ બેઠક પર આદિવાસી મતદારોનો પ્રભાવ છે. આ સાથે જ ક્ષત્રિય મતદારો પણ નિર્ણાયક ભૂમિકામાં છે. જો કે ર૦૧૪માં મોદી અહી પણ સરપ્રાઇઝ ફેક્ટર તરીકે દીપસિંહ રાઠોડને લઇ આવ્યા હતા. આ બેઠક પર શંકરસિંહ વાઘેલાની જીત નિશ્ચિત મનાતી હતી. પરંતુ મોદીલહેર દીપસિંહને ફળી અને શંકરસિંહને હાર આપી સૌને ચોંકાવી દીધા હતા. દીપસિંહની સાંસદ તરીકેની કામગીરીની સમીક્ષા કરીએ તો..

નેતાજીનો હિસાબ

  • સંસદમાં દીપસિંહની 95 ટકા હાજરી
  • પાંચ વર્ષની ટર્મ દરમિયાન 294 સવાલો તેમણે પુછ્યા હતાં.
  • દીપસિંહે સંસદની અંદર 27 જેટલી ચર્ચામાં ભાગ લીધો હતો.
  • દરેક સંસદ સભ્યને તેમની ટર્મ દરમિયાન રપ કરોડ જેટલી ગ્રાન્ટ મળે છે આ ગ્રાન્ટના ઉપયોગમાં સંસદ સભ્યની કામગીરી કેવી રહી તેની પર નજર કરીએ તો.

કેટલા ગ્રાન્ટ વાપરી?

  • કેન્દ્ર સરકારે 20 કરોડ રૂપિયા છુટા કર્યા
  • વ્યાજ સાથે 21.10 કરોડ રૂપિયા વાપરવા યોગ્ય મળ્યા
  • સાંસદે રજૂ કરેલા કામો માટે 24.16 કરોડ રૂપિયા મંજૂર થયા
  • મજૂંર થયેલી ગ્રાન્ટમાંથી 18.49 કરોડ એટલે કે 92.43 ટકાનો ઉપયોગ કરાયો
  • 2.62 કરોડની ગ્રાન્ટ વણપરાયેલી પડી રહી

ર૦૧૪માં દીપસિંહ મોદી લહેર પર સવાર થઇને જીત્યા હતા.પણ ર૦૧૯ની લડાઇ એટલી આસાન નથી. આ બેઠક પર ક્ષત્રિય ઠાકોર અને પાટીદારોનુ પ્રભુત્વ છે. ગત વિધાનસભા ચૂંટણીમાં સાબરકાંઠાની સાતમાંથી ચાર બેઠક પર કોંગ્રેસે જીત મેળવી હતી. સાબરકાંઠા વિસ્તારમાં મોટી કોઈ સમસ્યા નથી અને જ્ઞાતિવાદના રાજકારણની જ બોલબાલા છે. આ જોતા જ્ઞાતિવાદના સમીકરણ જે પક્ષ સાચવશે પરિણામ તેની તરફેણમાં જઇ શકે છે.

READ ALSO

Related posts

નિર્ભયાકાંડ : નરાધમોને નોટિસ આપી જેલતંત્રએ અંતિમ ઇચ્છા પૂછી, ફાંસી હવે ફાયનલ

Mayur

આખરે સદબુદ્ધિ આવી પાકિસ્તાનમાં, પીએમ ખાને કહ્યું: ભારત સાથે સંબંધ સુધર્યા બાદ જ સુધરશે દેશની આર્થિક ક્ષમતા

NIsha Patel

Vodafone-Ideaનું ભાવિ આજે નક્કી થશે, AGR ચુકવણીમાં નિષ્ફળ જાય તો પડશે મોટો ફટકો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!