GSTV
Gujarat Government Advertisement

ખેડૂતોને પડતા પર પાટું : શાકભાજીના ભાવો તળિયે બેસી જતા ખેડૂતોની હાલત કફોડી બની

Last Updated on February 8, 2020 by

રાજ્યમાં શાકભાજીના ભાવોમાં ઘરખમ ઘટાડો થયો છે. શાકભાજીના ભાવો એકાએક તળિયે બેસી જતાં ખેડૂતોને સારી આવકની આશા પર પાણી ફરી વળ્યું છે. જથ્થાબંધ બજારોમાં શાકભાજી વેચવા પહોંચેલા ખેડૂતોને કિલોએ માંડ માંડ બે રૂપિયા મળે છે. જેથી પડતર કિંમત પણ નીકળતી નથી.

રાજ્યમાં શાકભાજીના ભાવો એકાએક ઘટી ગયા છે. થોડા દિવસો પહેલા છૂટક બજારમાં 80થી 100 રૂપિયે કિલો મળતું શાક આજે 30થી 40 રૂપિયે કિલો મળી રહ્યું છે. સામાન્ય લોકોને ભલે શાક સસ્તુ મળતું હોય. પરંતુ બજારમાં આસાનીથી મળતાં શાકભાજી પકવવાની મહામહેનત કરતાં ખેડૂતોને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે. અમદાવાદના માર્કેટ યાર્ડમાં ખેડૂતો શાકભાજી વેચવા આવી રહ્યાં છે. પરંતુ એવી સ્થિતિ છે કે કિલોએ માંડ બે રૂપિયા મળતાં પડતર કિંમત પણ નીકળતી નથી. ખેડૂતોને ઘરના પૈસા જોડવાનો વારો આવ્યો છે.

વેપારીઓનું કહેવું છે કે જથ્થાબંધ બજારોમાં શાકભાજીની અધધધ આવક થઈ રહી છે. જેથી ભાવ એકાએક ગગડી ગયા છે.
શાકભાજીના વાવેતરથી ઉત્પાદન સુધી ખેડૂતોને એક વીઘા પાછળ સરેરાશ 20થી 25 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. સારો વરસાદ અને સારુ ઉત્પાનન મળતાં ખેડૂતોને સારી આવકની આશા હતી. પરંતુ તળિયે બેસી ગયેલા ભાવથી હાલત કફોડી બની છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

રાજ્યવ્યાપી દરોડા: ગર્ભપાતની કીટનું ગેરકાયદેસર રીતે થઈ રહ્યુ હતું ઓનલાઈન વેચાણ, કરોડોનો માલ થયો જપ્ત

Pravin Makwana

ચીનમાં 1500 વર્ષથી એક પહાડી પર લટકતું છે આ મંદિર, જાણો તેની પાછળનું કારણ

Vishvesh Dave

1 જુલાઈથી બદલાશે ચેક બુક સંબંધિત આ નિયમો, તમારા ખિસ્સા પર પડશે તેની સીધી અસર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!