GSTV
Gujarat Government Advertisement

ખેડૂતોએ મહામહેનતે ઉગાડેલા શાકભાજીની પડતર કિંમત મેળવવાના પણ ફાંફા

Last Updated on February 8, 2020 by

શાકભાજીના ભાવમાં છેલ્લા ચાર દિવસથી ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં દરેક સીઝનલ શાકભાજી સૌથી સસ્તા ભાવે વેચાઈ રહ્યા છે. પરંતુ ભાવ નહીં મળતા ખેડૂતો અને વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોને મહામહેનતે ઉગાડેલા શાકભાજીની પડતર કિંમત મેળવવાના પણ ફાંફાં પડ્યા છે.

શાકભાજીના ભાવો તળિયે

  • રાજ્યમાં સારા વરસાદને કારણે શાકભાજીનું થયું મબલખ ઉત્પાદન
  • વધુ ઉત્પાદનને કારણે માર્કેટયાર્ડમાં પણ થઈ છે ખૂબ આવક
  • આવક વધુ થવાને કારણે ભાવ ગગડ્યા
  • ગુજરાતમાં અન્ય રાજ્યોમાંથી પણ શાકભાજીની થઈ રહી છે આવક

થોડા દિવસો પહેલા શાકભાજીના ભાવો આસમાને પહોંચી ગયા હતા.. પરંતુ આજે સ્થિતિ બિલકુલ વિપરીત છે. રાજકોટ સહિત રાજ્યમાં મોટાભાગના માર્કેટયાર્ડમાં શાકભાજીના ભાવો તળિયે બેસી ગયા છે. હોલસેલ વેપારીઓને પણ ભાવ મળતા નથી. આ પાછળના મુખ્ય કારણો જોઈએ તો રાજ્યમાં સારા વરસાદને કારણે શાકભાજીનું મબલખ ઉત્પાદન થયું છે. વધુ ઉત્પાદનને કારણે માર્કેટયાર્ડમાં આવક પણ ખુબ થઈ છે. આવક વધુ થવાને કારણે ભાવ ગગડ્યા છે.. તો ગુજરાતમાં અન્ય રાજ્યોમાંથી પણ શાકભાજીની આવક થઈ રહી છે.

છૂટક બજારમાં આ શાકભાજીના ભાવમાં 30થી 40 ટકાનો વધારો થઈ જાય છે. સ્થાનિક વેપારીઓના મત મુજબ હોલસેલ માર્કેટમાંથી શાકભાજી ખરીદ્યા બાદ તેમાં દલાલી અને પોતાનો નફો ઉમેરવામાં આવતો હોય છે. આ ઉપરાંત ટ્રાન્સપોર્ટ ખર્ચ અને શાકભાજીના બગાડ બાદ કરી પોતે સ્થાનિક બજારમાં વેચતા હોવાથી ૩૦ થી ૪૦ ટકાનો વધારો જોવા મળે છે.

હોલસેલ બજારમાં દરેક શાકભાજી એકથી બે રૂપિયે કિલો વેચાઈ રહ્યું છે. ત્યારે ખેડૂતોને પડતર કિંમત પણ નીકળતી નથી અને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે. ખેડૂતોને પૂરતા ભાવ ન મળતાં શાકભાજી ગૌશાળામાં મોકલી આપે છે અથવા તો રસ્તા પર ફેંકી દેવા મજબૂર બન્યા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

આજથી દેશભરમાં હોલમાર્કિંગ ફરજીયાત, વેપારીઓ અને ગ્રાહકોને થશે ફાયદો: જવેલર્સ

Pritesh Mehta

LIC અને IDBI એ લોન્ચ કર્યું ‘શગુન’ ગિફ્ટ કાર્ડ, પિન વગર જ કરી શકશો આટલાં રૂપિયા સુધીની લેણદેણ ને સાથે આ અન્ય ફાયદા

Dhruv Brahmbhatt

પેટ્રોલના સતત ભાવ વધારા બાદ હવે મળી શકે છે રાહત, સરકારે ઓઇલ કંપનીઓ સાથે ગોઠવી બેઠક

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!