GSTV
Home » News » કમોસમી વરસાદથી દક્ષિણ ગુજરાતની ખેતી બેહાલ: ચીકુ અને કેરીનાં પાકને મોટું નુકસાન

કમોસમી વરસાદથી દક્ષિણ ગુજરાતની ખેતી બેહાલ: ચીકુ અને કેરીનાં પાકને મોટું નુકસાન

નવસારી પંથક ચીકુ અને કેરીના પાક માટે ખ્યાતનામ છે. પરંતુ હવામાનમાં પલટાના કારણે કેરી અને ચીકુના પાકને રોગ લાગી ગયો છે. જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થવાની શકયતા છે. તો આ વખતે કેરીનું ઉત્પાદન પણ 20 ટકા ઓછું ઉતરે તેવી શકયતા છે.જેથી ફળબજારમાં કેરીનો સ્વાદ આ વખતે ઓછો મીઠો લાગશે.

વાત નવસારી પંથકની છે જ્યાં પહેલા ગરમી અને બાદમાં હવામાનમાં આવેલા પલટાથી આંબા અને ચીકુ સહિતના બાગાયતી પાકમાં ફૂગજન્ય રોગ આવી ગયા છે.ખાસ કરીને આ વર્ષે વધુ પડતી ઠંડીને કારણે આંબા ઉપર ફ્લાવરીંગ ઓછુ થયું છે. અને જ્યાં થયુ છે ત્યાં ફલીનીકરણ ઉપર પણ અસર વર્તાઇ છે. આમ છતા ખેડૂતોને કેરીમાં આશા બંધાઇ હતી, પણ ઉનાળો શરૂ થતા દિવસે કાળઝાળ ગરમી અને રાતે વધુ પડતા ઝાંકળને કારણે આંબા પર ફુગજન્ય ભુકીછારાનો રોગ પણ જોવા મળ્યો છે. જેના કારણે આંબા ઉપર મોર કાળો પડવા સાથે ફળોમાં પણ નુકશાનની ભીતી જણાઇ રહી છે. જ્યારે ચીકુમા પણ ફલીનીકરણને નુકશાન થવા સાથે એમાં ખરણ અને ફળ કાળા પડવાની સંભાવના પણ સેવાઇ રહી છે.

આ અંગે કૃષિ નિષ્ણાંતો ખેડૂતોને તકેદારી રાખવાની સલાહ સાથે ફુગજન્ય રોગોને અટકાવવા માટે ખાતર, દવાઓનો છંટકાવ કરવા સાથે સાથે સજીવ ખેતીના પ્રયોગો પણ અપનાવવાની સલાહ આપી રહ્યા છે. જોકે આ વર્ષે પણ કેરીનો પાક અંદાજે 20 ટકા જેટલો ઓછો ઉતરે તેવી શકયતા છે. જેના કારણે કેરીના બજારમાં ભાવ પણ ઉંચા રહેવાથી લોકોને પણ કેરી મીઠાશ ઓછી લાગવાની છે..

READ ALSO

Related posts

આપના ધારાસભ્ય પાર્ટીથી થયા અસંતુષ્ટ, આપ્યું આ મોટું નિવેદન

Path Shah

આ છે દેશનાં સૌથી ‘સુંદર’ સાંસદ, સોશ્યલ મીડિયા પર થઇ રહી છે ચર્ચા

Riyaz Parmar

સ્વિસ બેંકે કાળા નાણા મુદ્દે કરી આ મોટી કાર્યવાહી, આવી શકે છે ભારતીયો નામ સામે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!