GSTV
Home » News » વિશ્વની ટોચની લક્ઝરી કારની બ્રાન્ડનાં વેચાણમાં થયો ઘટાડો, જાણો તેની વિગતો..

વિશ્વની ટોચની લક્ઝરી કારની બ્રાન્ડનાં વેચાણમાં થયો ઘટાડો, જાણો તેની વિગતો..

ટાટા મોટર્સની લક્ઝરી બ્રાન્ડ જગુઆર લેન્ડ રોવર (JLR)નું નવેમ્બર મહિનામાં વૈશ્વિક વેચાણ વાર્ષિક સરખામણીએ 3.4 ટકા ઘટીને 46,542 યુનિટ નોંધાયું છે. જો કે ચાઇના માર્કેટમાં JLRના કુલ વેચાણમાં 29 ટકાનો નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે જે ચીન સાત સળંગ પાંચમાં મહિને ડબલ ડિજિટનો સેલ્સ-ગ્રોથ દર્શાવે છે. તો ઉત્તર અમેરિકામાં પણ JLRનું વેચાણ 4.9 ટકા વધ્યું છે.  જો કે યુકે માર્કેટમાં જગુઆર લેન્ડ રોવરનું વેચાણ 10.8 ટકા ઘટ્યું છે

જેનું કારણ પસંદગીના મોડલ ઉપર ઓછું ઇન્સેન્ટિવ છે. તો સમગ્ર યુરોપિયન માર્કેટમાં કુલ JLRનું વેચાણ વાર્ષિક સરખામણીએ 16.8 ટકા ઘટ્યું છે.  નવેમ્બર મહિનામાં લેન્ડ રોવરનું કુલ વેચાણ 5.5 ટકાની વૃદ્ધિમાં 35,078 યુનિટ અને જગુઆરનું વેચાણ 23.1 ટકાના ઘટાડે 11464 યુનિટ રહ્યું છે.

જગુઆર લેન્ડ રોવરના ચીફ કોમર્શિયલ ઓફિસર ફેલિક્સ બ્રુટિગમે જણાવ્યું કે, ચીનમાં પ્રવર્તી રહેલી આર્થિક સુસ્ત બાદ પણ ત્યાં વેચાણમાં જબરદસ્ત રિકવરી જોવા મળી છે. આ રિજનમાં અમારા રિટેલર્સ સાથે ઉંડી કામગીરી, મહત્વપૂર્ણ પ્રક્રિયા અને પ્રોડક્ટમાં સુધારણાની સાથે વેચાણ વૃદ્ધિ વેગ પકડી રહી છે.

READ ALSO

Related posts

દુનિયાભરના અનેક ભાગમાં ફેસબુકનાં ધાંધિયા, ભારતમાં પણ યુઝર્સ થયાં રહ્યા છે પરેશાન

Pravin Makwana

જાણો કોણ છે ભારતનો ડેવિડ બેકહામ, જેનો ઉલ્લેખ પીએમ મોદીએ મન કી બાતમાં કર્યો

Nilesh Jethva

શરીરની ત્વચા અને આંખોની સમસ્યાનું રામબાણ ઈલાજ છે ગાજરનો જ્યૂસ, જાણો તેનાં ફાયદા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!