GSTV

ભારતમાં એફડીઆઈમાં નોંધાયો ઘટાડો, 2017માં 4 અબજ ડોલરનો કડાકો

Last Updated on June 7, 2018 by Arohi

ભારતમાં ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટમાં ઘટાડો નોંધાયો છે. 2016માં 44 અબજ ડોલરની એફડીઆઈની સરખામણીએ 2017માં 40 અબજ ડોલરની એફડીઆઈ દેશમાં આવી શકી છે. સંયુક્ત રાષ્ટ્ર વ્યાપાર અને વિકાસ સંમેલનના વૈશ્વિક રોકાણ બાબતેના 2018ના રિપોર્ટમાં આના સંદર્ભે જાણકારી આપવામાં આવી છે. રિપોર્ટ મુજબ ભારતમાં એફડીઆઈમાં થયેલા ઘટાડાને કારણે દક્ષિણ એસિયામાં એફડીઆઈમાં ચાર ટકાનો ઘટાડો થયો છે અને આ આંકડો 52 અબજ ડોલરનો રહ્યો છે.

ભારતમાં જ્યાં એફડીઆઈમાં ઘટાડો થયો છે. તો દુનિયાના અન્ય વિકાસશીલ દેશોમાં એફડીઆઈનો પ્રવાહ સ્થિર રહ્યો છે. શિન્હુઆના અહેવાલ મુજબ 2017માં વિકાસશીલ દેશોમાં એફડીઆઈનો પ્રવાહ 671 અબજ અમેરિકન ડોલર રહ્યો હતો. જો કે આ દેશો માટે ચિંતાની વાત એ છે કે 2016માં ઘટાડાની સરખામણીએ 2017માં ખાસ વધારે સુધારો થયો નથી. 2016માં વિકાસશીલ દેશોમાં એફડીઆઈમાં દશ ટકા અને વિકસિત દેશોમાં આ ઘટાડો 27 ટકા સુધી પહોંચી ગયો હતો.

 

Related posts

યુવાનો સ્ટ્રોકથી સાવધાન / ભારતમાં દર વર્ષે 18 લાખ કેસ નોંધાય છે : 25 ટકા દર્દીઓ 50 વર્ષથી ઓછી વયના, કઈ રીતે રોકવી આ બિમારી?

Zainul Ansari

ચેતવણીરૂપ સમાચાર / કારમાં CNG ગેસ ભરાવતા સમયે થયો જોરદાર વિસ્ફોટ, કારનું નીકળી ગયું કચ્ચરઘાણ

Zainul Ansari

વાઇરલ વિડીયો / દીકરાએ પિતાને કરાવ્યો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહેલ ટ્રેન્ડ, પછી જે થયું તે જોઈને તમે પણ હસી પડશો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!