અયોધ્યા વિવાદ પર આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે આપી ધમકી

અયોધ્યાના રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદમાં પાકિસ્તાનના આઈએસઆઈ પ્રેરીત આતંકવાદી સંગઠનો પણ પોતાની પ્રાસંગિકતા સાબિત કરવા માટે ભૂતકાળમાં ભડકાઉ ભાષણો અને કાર્યવાહી કરી ચુક્યા છે. હવે અયોધ્યા વિવાદ પર પાકિસ્તાની સેનાના બગલબચ્ચા જેવા આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે ધમકી આપી છે.

આતંકવાદી મસૂદ અઝહરની આગેવાનીવાળા આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે ધમકી આપી છે કે અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ થવા દેવામાં નહીં આવે. પાકિસ્તાની આતંકવાદી મસૂદ અઝહરે કહ્યુ છે કે બાબરી મસ્જિદ મામલામાં પર તેની પુરેપુરી નજર છે. કંદહાર કાંડ વખતે ભારત સરકાર દ્વારા છોડવામાં આવેલા ત્રણ આતંકીઓમાંથી એક એવા મસૂદ અઝહરે ધમકી આપી છે કે અયોધ્યામાં વિવાદીત સ્થળે રામમંદિરનું નિર્માણ કરવામાં આવશે, તો જૈશ-એ-મોહમ્મદ દિલ્હીથી કાબુલ સુધી તબાહી ફેલાવી દેશે.

આ પહેલા પણ જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ જલાલાબાદ સહીતના અફઘાનિસ્તાન ખાતેના ભારતીય સંસ્થાનોને નિશાન બનાવી ચુક્યા છે. મહત્વપૂર્ણ છે કે રામજન્મભૂમિના વિવાદીત સ્થાન પર બનેલા કામચલાઉ મંદિરને નિશાન બનાવીને 2005માં લશ્કરે તૈયબાના આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. જો કે હુમલો કરનારા ત્રણ આતંકવાદીઓને સુરક્ષાદળોએ ઠાર કર્યા હતા.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter