GSTV

જનતાને પડ્યા પર પાટું / ડીઝલના ભાવમાં તોતિંગ વધારો થતા ટ્રક-ટ્રાન્સપોર્ટરોની હાલત દયનીય, લીધો મોટો નિર્ણય

Last Updated on October 13, 2021 by Dhruv Brahmbhatt

આંતરરાષ્ટ્રીય ક્રૂડ સસ્તુ હતું ત્યારે પેટ્રોલ-ડીઝલ પર કેન્દ્ર સરકારે ડયુટીમાં ધરખમ વધારો કરી દીધા બાદ હવે ક્રૂડના ભાવ વધવા છતાં આ વધારાયેલ અસહ્ય બોજ કેન્દ્રએ નહીં હટાવતા મોંઘવારી લોકોના સુખચૈનને ભરખી જવા મોં ફાડી રહી છે. આ સિલસિલામાં ૧૮ દિવસથી એકધારા વધતા ડીઝલના ભાવ રાજકોટ,જામનગર સહિત શહેરોમાં રૂ।.૧૦૦ને પાર થતા રાજકોટના ૭૦૦થી વધુ ટ્રાન્સપોર્ટરોએ સોમવારથી ટ્રાન્સપોર્ટ ભાડામાં ૧૦ ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે.

રાજકોટમાં આશરે ૭૦૦ ટ્રાન્સપોર્ટરો છે. જેમાં ૪૦૦ ટ્રાન્સપોર્ટરો ગુજરાતના બીજા જિલ્લાઓમાં અને દેશના અન્ય રાજ્યોમાં રોજ આશરે ૧૨૦૦થી ૧૫૦૦ ટ્રક એટલે કે ૧૫ હજાર ટન સુધીનો માલ મોકલતા હોય છે અને સામે કાચો માલ આવતો હોય છે. 

ટ્રાન્સપોર્ટરો વધુ ૧૦ ટકા ભાડા વધારશે

અગાઉ કોરોના કાળમાં રૂ।. ૬૪ના લિટર લેખે મળતું ડીઝલ રૂ।.૮૦ને પાર થતા ટ્રાન્સપોર્ટરોએ ૨૦ ટકા સુધી ભાડા વધાર્યા હતા, ત્યાર બાદ ગત તા. ૨૫ સપ્ટેમ્બરે રૂ।.૯૪માં મળતું ડીઝલ હવે રૂ।.૧૦૦ને પાર થતા અને આ ભાવવધારો હજુ અટકવાનું નામ લેતો નથી ત્યારે ટ્રાન્સપોર્ટરો વધુ ૧૦ ટકા ભાડા વધારશે.

ટ્રાન્સપોર્ટ સૂત્રો અનુસાર મુંબઈ ટ્રક મોકલવાનું સરેરાશ ભાડુ રૂ।. 28 હજાર છે જે વધીને રૂ।. 31 હજાર થશે. જ્યારે બેંગ્લોરનું ભાડુ રૂ।.૬૦ હજારથી વધી ૬૬ હજાર થશે. આંંતરિક જિલ્લાહેરફેરમાં આઈસરમાં રૂ।.૫૦૦૦થી ૧૦૦૦૦નું ભાડુ હોય છે તે પણ રૂ।.૫૦૦થી ૧૦૦૦ વધશે. એકંદરે રાજકોટથી મોકલાતા માલ પર રોજ રૂ।.૨૦થી ૩૦ લાખનો ભાડા ખર્ચ વધશે, આ બોજ શરુઆતમાં ઉદ્યોગકારો પર આવશે અને અંતે માલ ખરીદ્દાર પર જ આવશે એ નક્કી છે.

શહેરમાં દૂરના રાજ્યોથી, વિદેશથી આવતી ચીજવસ્તુઓ પેટ્રોલડીઝલના મોઘા ભાવના કારણે અનેક ચીજોમાં ભાવ વધારી દેવાયા છે. તો સૌરાષ્ટ્રના શહેરોમાં નિશ્ચિતરૂટ પર (પાટા પર ચાલતી) દોડતી ઓટો રિક્ષાઓ, છકડોરિક્ષામાં પણ ભાડા વધારી દેવાયા છે. દિવાળી નજીક આવી રહી છે ત્યારે પેકેજ ટૂરના ભાડામાં પણ ઈંધણ મોંઘુ થતા વધારો કરી દેવાયો છે. આમ, મોંઘવારીનો ચોતરફ સર્વત્ર વિકાસ થઈ રહ્યો છે અને તેના પાપે માંડ બજારમાં ચમક દેખાઈ છે તેમાં ફરી મંદીની ચિંતા સર્જાઈ છે.

READ ALSO :

Related posts

સરહદ પર 94 હજારથી પણ વધારે સૈનિકો થયા તૈનાત, બાઈડને આપી રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ચેતવણી

Zainul Ansari

Omicron / કર્ણાટકમાં હોટલ માંથી ભાગ્યો ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત દર્દી, એરપોર્ટથી 10 અન્ય લોકો પણ ગાયબ

Vishvesh Dave

સાચવજો! જીવલેણ કોરોના વાયરસનો સતત કહેર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 45 કેસો નોંધાયા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!