GSTV
Home » News » સલમાનની જામીન પર સુનવણી સમાપ્ત, લન્ચ બાદ થશે નિર્ણય, પ્રાર્થના કરવા મંદિર પહોંચી બહેન અર્પિતા

સલમાનની જામીન પર સુનવણી સમાપ્ત, લન્ચ બાદ થશે નિર્ણય, પ્રાર્થના કરવા મંદિર પહોંચી બહેન અર્પિતા

જોધપુર કોર્ટમાં સલમાનની જમીન પર લન્ચ બાદ નિર્ણય કરવામાં આવશે. સેશન કોર્ટ દ્વારા બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ લન્ચ સુધી સુનવણી સ્થગિત કરવામાં આવી છે. સુત્રોના હવાલેથી જાણવા મળી રહ્યું છે કે બપોરે અઢી વાગ્યા સુધીમાં અદાલત સલમાનની જામીન પર નિર્ણય કરશે. બન્ને પક્ષોની દલીલ બાદ જજ રવિન્દ્ર કુમાર જોશી સલમાનની જામીન પર લન્ચ બાદ નિર્ણય કરશે.

સલમાન ખાનને આજે જામીન મળશે કે કેમ તેને લઇને સસ્પેન્સ સર્જાયુ છે. જોધપુરની કોર્ટના જે જજ જામીન અરજી પર સૂનાવણી કરી રહ્યા છે તેમની પ્રમોશન સાથે બદલી થઇ છે. રાજસ્થાનમાં સાગમટે થયેલી 87 જજોની બદલીમાં સલમાનના જામીનની સૂનાવણી કરી રહેલા આર.કે.જોશીની પણ બદલી કરાઇ છે. આર.કે.જોશીની સિરોહી બદલી કરાઇ છે. જ્યારે કે તેમના સ્થાને જોધપુરના સેશન્સ કોર્ટના જજ ચંદ્રકુમાર સોંગરા સૂનાવણી કરશે.

IPLમાં તમારી પણ ટીમ બનાવી રમો ક્રિકેટ અને જીતો રોજ 35000 સુધીના રોકડ ઇનામો

મોડી રાતે થયેલી આ બદલીથી રાજસ્થાનમાં ખળભળાટ મચ્યો છે. જો કે વહીવટી તંત્ર તેને રૂટીન પ્રક્રિયા ગણાવી રહ્યું છે.

મહત્વનુ છે કે કાળિયાર શિકાર કેસમાં સલમાન ખાનને પાંચ વરસની સજા કરવામાં આવી છે. આ સજા બાદ સલમાને જામીન અરજી કરી હતી. જેમાં શુક્રવારે દલીલો બાદ કોર્ટે આજ પર ચુકાદો અનામત રાખ્યો હતો.

આ ઘટનાક્રમ વચ્ચે મોડી રાતે જામીન અરજી પર સૂનાવણી કરનારા જજ સહિત રાજસ્થાનમાં 87 જજોની બદલી કરી દેવાઇ છે. જેના કારણે હવે સલમાનની જામીનઅરજી પર સૂનાવણી આજે ટળે તેવી પણ એક શક્યતા જોવાઇ રહી છે.

આજે જો સૂનાવણી ટળે છે તો સલમાનને વધુ બે રાત જેલમાં વીતાવવી પડી શકે તેમ છે. બાદમાં સોમવારે કોર્ટ ખુલતા જામીન પર સૂનાવણી શક્ય બની શકે છે.

Related posts

વિધાનસભાની પેટાચૂંટણીમાં નીતિન પટેલને એ બેઠકની જવાબદારી સોંપાઈ છે જે નીતિનભાઈ માટે રમત વાત છે

Mayur

RTOની લાંબી લાઈનોમાં ગયો લોકોનો રવિવાર, એટલી લાંબી લાઈનો કે લોકો પાછળ ઉભતા પણ બે વખત વિચારતા હતા

Mayur

ગુજરાત પોલીસ રોજના 12 કલાક કામ કરે છે, આ રાજ્યની પોલીસના કામના કલાકો સૌથી વધુ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!