જ્ઞાનવાપી પરિસર સ્થિત મા શ્રૃંગાર ગૌરીના નિયમિત દર્શન-પૂજનની માગને લઈને દાખલ અરજી સુનાવણી યોગ્ય છે કે નહીં આની પર વારાણસીની કોર્ટ આજે નિર્ણય સંભળાવશે. આને ધ્યાનમાં રાખતા નગરમાં કલમ 144 હેઠળ કર્ફ્યુ લાગુ કરી દેવાયો છે.
1. વારાણસીના જ્ઞાનવાપી પરિસર મામલે આજે જિલ્લા કોર્ટનો નિર્ણય આવશે. કોર્ટમાં જ્ઞાનવાપી શ્રૃંગાર ગૌરી કેસ ચલાવવો યોગ્ય છે કે નહીં, આ વાત પર નિર્ણય આવવાનો છે.
2. કોર્ટના નિર્ણય પહેલા કાશીના મંદિરોમાં પૂજા-અર્ચના શરૂ થઈ ચૂકી છે. મહાવીર મંદિરમાં હવન-પૂજન પણ કરવામાં આવ્યા. લોકોમાં આ મામલે સુનાવણીને લઈને ખૂબ ઉત્સુકતા જોવા મળી રહી છે.

3. જ્ઞાનવાપી મામલે દાખલ અરજીની સુનાવણી યોગ્ય છે કે નહીં, આ મુદ્દે સુનાવણી થવાની છે. લગભગ 21 દિવસ સુધી ચાલેલી ચર્ચા બાદ આની પર કોર્ટ પોતાનો નિર્ણય સંભળાવશે.
4. આ નિર્ણયને ધ્યાનમાં રાખતા વારાણસી પોલીસ કમિશ્નરેટ સમગ્ર રીતે સતર્ક છે કે ક્યાંક કોઈ રીતે કોઈ ઘટના ન ઘટે આને લઈને એક તરફ જ્યાં કલમ 144 લગાવવામાં આવી છે.
5. અલગ-અલગ સેક્ટરમાં બેસીને જિલ્લાની સુરક્ષા વ્યવસ્થાની ગોઠવણી કરવામાં આવી છે. તમામ પોલીસ અધિકારીઓને પોતાના વિસ્તારના ધર્મ ગુરુઓ સાથે સંવાદ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
6. જ્ઞાનવાપી પરિસર સ્થિત મા શ્રૃંગાર ગૌરીના નિયમિત દર્શન-પૂજનની માગને લઈને જિલ્લા જજ એ.કે.વિશ્વેશની કોર્ટમાં ચાલી રહેલો કેસ સુનાવણી યોગ્ય છે કે નહીં, આની પર ચર્ચા પૂરી થઈ ગઈ છે.

7. જેની પર કોર્ટે આ મામલે આદેશને સુરક્ષિત રાખી લીધો છે. કોર્ટ આજે આની પર આદેશ સંભળાવશે. એવામાં આજની સુનાવણી ખૂબ મહત્વની છે.
8. જ્ઞાનવાપી સર્વેનો રિપોર્ટ છેલ્લે 19મે એ જિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. સર્વે દરમિયાન હિંદુ પક્ષએ મસ્જિદમાં શિવલિંગ મળવાનો દાવો કરવામાં આવ્યો હતો જ્યારે મુસ્લિમ પક્ષએ તેને ફુવારો ગણાવ્યો હતો.
9. મુસ્લિમ પક્ષએ આ મામલે ઉપાસના સ્થળ અધિનિયમ વિરુદ્ધ ગણાવતા કહ્યુ હતુ કે આ કેસ સુનાવણી યોગ્ય નથી.
10. આ મામલે બંને પક્ષોની દલીલ પૂરી થઈ ચૂકી છે. હિંદુ પક્ષનો દાવો છે કે મુસ્લિમ પક્ષ ખૂબ જૂના દસ્તાવેજ રજૂ કરી રહ્યા છે જે આ મામલા સંબંધિત નથી.
Read Also
- સુરતની સરકારી કન્યાશાળાની સિદ્ધી / ગુણોત્સવમાં 94 ટકા ગુણાંક સાથે રાજ્યસ્તરે બીજા ક્રમે
- રાજસ્થાનમાં વસુંધરા રાજે-અશોક ગેહલોત બંનેથી નારાજ છે આ સમુદાય, હવે પીએમ નરેન્દ્ર મોદીએ પોતે સંભાળ્યો મોર્ચો
- પાકિસ્તાનની સુપર ક્રિકેટ લીગ બંધ થશે, ડોલર સામે પાકી રૂપિયો ગગડ્યો!
- હવે વંદે ભારત ટ્રેન સાથે નહીં ટકરાય જાનવરઃ રેલવેએ જારી કર્યા આઠ ટેન્ડર, 245 કરોડ રૂપિયા ખર્ચ કરીને થશે આ કામ
- Bharat Jodo Yatra / રાહુલની યાત્રાના સમાપનમાં મોટા વિપક્ષી નેતા ગેરહાજર