GSTV
Home » News » જાણો આઈબી અને રૉના પ્રમુખોને છ-છ માસનો સેવાવિસ્તાર કેમ આવ્યો આપવામાં

જાણો આઈબી અને રૉના પ્રમુખોને છ-છ માસનો સેવાવિસ્તાર કેમ આવ્યો આપવામાં

ઈન્ટેલિજન્સ બ્યૂરોના ચીફ રાજીવ જૈન અને રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગના ચીફ અનિલ ધસ્માનાને છ-છ માસનો સેવાવિસ્તાર આપવામાં આવ્યો છે. આઈબી અને રૉના પ્રમુખોનો કાર્યકાળ ડિસેમ્બરના આખરમાં સમાપ્ત થવાનો હતો.

કેન્દ્રીય કાર્મિક અને પ્રશિક્ષણ મંત્રાલયે આના સંદર્ભે એક આદેશ પણ જાહેર કર્યો છે. આઈબી ચીફ રાજીવ જૈનનો કાર્યકાળ 30મી ડિસેમ્બરે અને રૉ ચીફનો કાર્યકાળ 29 ડિસેમ્બરે સમાપ્ત થવાનો હતો. માનવામાં આવે છે કે બંને ગુપ્તચર સંસ્થાઓના પ્રમુખોને સેવાવિસ્તાર આપવાનો નિર્ણય આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

આઈબી અને રૉના આગામી ચીફ સંદર્ભેનો નિર્ણય લોકસભાની ચૂંટણી બાદ સત્તામાં આવનારી નવી સરકાર દ્વારા કરવામાં આવશે. અનિલ ધસ્માના 1981ની બેચના આઈપીએસ અધિકારી છે અને તેઓ 23 વર્ષોથી રૉમાં કાર્યરત છે. તેઓ પાકિસ્તાન ડેસ્ક સહીતના મહત્વપૂર્ણ પદો પર કામગીરી કરી ચુક્યા છે. જ્યારે ઝારખંડ કેડરના 1980ની બેચના આઈપીએસ અધિકારી રાજીવ જૈનને 30 ડિસેમ્બર-2016ના રોજ બે વર્ષ માટે આઈબીના ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

રાષ્ટ્રપતિ પોલીસ પદકથી સમ્માનિત રાજીવ જૈન સંવેદનશીલ કાશ્મીર ડેસ્ક સહીત આઈબીના ઘણાં વિભાગોમાં અલગ-અલગ મહત્વની જવાબદારીઓ નિભાવી ચુક્યા છે. તેઓ પુરોગામી એનડીએ સરકારના કાશ્મીર પરના વાટાઘાટકાર કે. સી. પંતના સલાહકાર હતા. તે વખતે શબ્બીર શાહ જેવા ભાગલાવાદી નેતાઓ સાથે વાતચીત થઈ હતી.

Related posts

વિશ્વની સૌથી મોટી બેવરેજ કંપનીએ CCDનો હિસ્સો ખરીદવાની તૈયારી બતાવી

Path Shah

ભારતીય સિનેમાના દિગ્ગજ સંગીતકાર ખય્યામનું 92 વર્ષની વયે નિધન

Kaushik Bavishi

હિમાચલમાં અતિભારે વરસાદથી જનજીવન ઠપ્પ, રસ્તાઓ પર પ્રચંડ પૂરની જેમ વહી રહ્યા છે પાણી

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!