GSTV
Gujarat Government Advertisement

SC-ST એક્ટ અંગે 2018ના આદેશની સમીક્ષા માટે કેન્દ્રની અરજીનો આજે ચૂકાદો

Last Updated on October 1, 2019 by Mayur

એસસી-એસટી ધારા હેઠળ ધરપકડની જોગવાઇને લગભગ ખતમ કરાઇ હતી તેવા 2018ના  ચૂકાદા પર સમીક્ષા કરવાની કેન્દ્ર સરકારની અરજી પર સુપ્રીમ કોર્ટ આવતી કાલે ચૂકાદો આપશે. અરૂણ  મિશ્રા, એમ.આર. શાહ અને બી.આર.ગવાઇની ત્રણ જજોની બેંચ ચૂકાદો આપશે.

18 સપ્ટેમ્બરે સર્વોચ્ચ અદાલતે ગયા વર્ષે 20 માર્ચના બે જજોની બેંચના ચૂકાદાની ભારે ટીકા કરી હતી. તેમણે એવલોકન કર્યું હતું કે  શું બંધારણની વિરૂધ્ધ પણ કોઇ ચૂકાદો આપી શકાય છે?  કાયદાની જોગવાઇ મુજબ સમાનતા લાવવા કેટલાક ચોક્કસ દિશાનિર્દેશ આપી શકે છે એવા ઇશારા કરતાં સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે  આઝાદીના 70 વર્ષ પછી પણ અનુસુચિત જાતી અને જનજાતીના લોકો સાથે ભેદભાવ અને અસ્પૃશ્તા  રખાય છે.

માથે મેલું ઉપાડવાનીની સ્થિતિ અને આવા કામમાં જોડાયેલા એસસી અને એસટીના લોકોના મોતની બાબતને ધ્યાનમાં લઇ  સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે વિશ્વમાં ક્યાંય પણ લોકોને મરવા માટે ગેસ ચેમ્બરમાં ધકેલાતા નથી. માત્ર ભારતમાં જ આવું થાય છે. ‘આ તો બંધારણની તદ્દન વિરૂધ્ધ છે. કાયદાનો દુરૂપયોગ થાય છે માત્ર એટલા માટે જ બંધારણ વિરૂધ્ધ ચૂકાદો આપી શકાય? માત્ર કોઇની જાતીના આધારે તમે તેની પર શંકા કરી શકો છો?

સામાન્ય કેટેગરીની પણ વ્યક્તિ  ખોટી એફઆઇઆર દાખલ કરી શકે છે’એમ બેંચે કહ્યું હતું. કેન્દ્ર વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કે.કે.વેણુગોપાલને સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે આઝાદી મળ્યાને 70 વર્ષ થઇ ગયા. છતાં સરકાર એસસી અને એસટી સમાજના લોકોને સુરક્ષા પુરી પાડી શકી નથી અને તેમની સાથે હમેંશા ભેદભાવ રખાય છે.

બેંચે 2018ના ચૂકાદાના આધારનો  પણ ટીકાત્મક દ્રષ્ટીકોણ લીધો હતો. આના આધારે બેં જજોની બંચે આદેશ કર્યો હતો કે જે આક્ષેપો કરાયા હતા તે એસસી -એસટી ધારા હેઠળ શીક્ષાને પાત્ર છે કે કેમ ? તેને શોધવા માટે ડીએસપીથી ઓછી કક્ષાના કોઇ અધિકારી દ્વારા  તેની તપાસ કરાવવી જોઇએ. તેઓ આ વાતની પણ તપાસ કરે કે શું જે આક્ષેપો કરવામાં આવ્યા હતા તે ખોટા  અથવા તો કોઇની ઉશ્કેરણી દ્વારા કરાયા તો નથી ને?

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

નોકરિયાત વર્ગ માટે મોટા સમાચાર / કેન્દ્ર સરકાર નિયમોમાં કરશે મોટા ફેરફાર, સેલરી પર પડશે સીધી અસર

Zainul Ansari

રેકોર્ડ / સોમવારે 80 લાખથી વધુ લોકોએ લીધી કોરોના રસી, 15 લાખ ડોઝ સાથે આ રાજ્ય સૌથી આગળ

Zainul Ansari

Success Story: એક સમયે ક્લાસમાં ઉડાવતા હતા એની મજાક, સુરભીએ આઈએએસ બની આપ્યો જવાબ, જાણો સફળતાનો મંત્ર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!