વર્ષ 2022 હવે ધીમે ધીમે તેના છેલ્લા તબક્કા તરફ આગળ વધી રહ્યું છે. ડિસેમ્બર મહિનો વર્ષનો છેલ્લો મહિનો હશે, જે થોડા દિવસો પછી શરૂ થશે. ગ્રહ-ગોચર મુજબ વર્ષનો છેલ્લો મહિનો ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. ડિસેમ્બર મહિનામાં મોટા ગ્રહો પોતાની રાશિ બદલવાના છે. સૌ પ્રથમ ડિસેમ્બરમાં બુદ્ધિ, વેપાર અને વાણીનો કારક ગ્રહ બુધ તેની રાશિ પરિવર્તન કરશે. બુધ 3જી ડિસેમ્બરે વૃશ્ચિક રાશિની યાત્રા પૂરી કરીને ધન રાશિમાં પ્રવેશ કરશે.
ત્યારબાદ બે દિવસ પછી 5 ડિસેમ્બરે સુખ અને વૈભવના કારક શુક્રનો ગોચર ધન રાશિમાં જ થશે. શુક્રના ગોચર પછી સૂર્ય 16 ડિસેમ્બરે ધન રાશિમાં પ્રવેશ કરશે. આ રીતે ડિસેમ્બર મહિનામાં ત્રણ મુખ્ય ગ્રહો એક જ રાશિમાં ગોચર કરતા બુધ, શુક્ર અને સૂર્ય સાથે યુતિનું નિર્માણ કરશે.
ચાર રાશિના લોકોને ડિસેમ્બરમાં સૌથી વધુ ફાયદો થશે
મિથુન રાશિ
ડિસેમ્બરમાં સૌથી પહેલા બુધ પોતાની રાશિ બદલશે. બુધના રાશિના પરિવર્તનથી મિથુન રાશિના જાતકોને સૌથી વધુ લાભ મળવાની અપેક્ષા છે. મિથુન રાશિના જાતકો માટે બુધ લગ્ન અને ચોથા ભાવના સ્વામી હોય છે. ડિસેમ્બરમાં ત્રણ ગ્રહો એક જ રાશિમાં હોવાના કારણે મિથુન રાશિના લોકો માટે ડિસેમ્બર મહિનો ઘણો સારો રહેશે. વેપારમાં લાભનો મહિનો રહેશે. આ મહિને તમને તમારી મહેનતનો પૂરો લાભ મળશે. આ મહિને અટકેલા કામો પૂરા થશે. જેના માટે તમે છેલ્લા ઘણા મહિનાઓથી ચિંતિત હતા. આવકમાં વધારો થશે. જમીન ખરીદીનો સોદો તમારા પક્ષમાં થઈ શકે છે. નોકરીયાત લોકો માટે ડિસેમ્બર મહિનો આનંદ અને શાંતિથી પસાર થશે. પરિવારના સભ્યો સાથે મહત્તમ સમય પસાર કરી શકશો.
સિંહ રાશિ
આ મહિનો સિંહ રાશિના લોકો માટે ભાગ્યમાં વધારો કરી રહ્યો છે. ડિસેમ્બર મહિનામાં તમે પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત કરશો. જેનો લાભ તમને મળશે. જમીન અને વ્યવસાય સંબંધિત બાબતોમાં તમને સારો લાભ મળી શકે છે. આ મહિને તમને અચાનક આર્થિક લાભ પણ મળી શકે છે, જેના વિશે તમે પહેલા ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. મહિનાના અંતમાં તમે તમારા પરિવાર સાથે ફરવા જઈ શકો છો, જેનાથી પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને સંવાદિતા વધી શકે છે.
મકર રાશિ
ડિસેમ્બરમાં ત્રણ ગ્રહોની શુભ અસર મકર રાશિના જાતકો પર પણ પડી શકે છે. નોકરી અને વ્યવસાયમાં પ્રગતિની સારી તકો મળશે. કાર્યક્ષેત્રમાં તમારા કામની ચર્ચા દરેક જગ્યાએ થશે. સહકર્મીઓ સાથે સારો તાલમેલ મળશે. જે લોકો નોકરી બદલવાનું વિચારી રહ્યા છે તેમને આ મહિને ઘણી નવી તકો મળી શકે છે. આ મહિને તમારી દોડધામ ઓછી રહેશે. સરકારી કામમાં સફળતા મળશે.
કુંભ રાશિ
કુંભ રાશિના લોકો માટે વર્ષનો છેલ્લો મહિનો શાનદાર રીતે પસાર થશે. નોકરી કરતા લોકો માટે આ મહિનો વરદાનથી ઓછો નથી. નોકરી માટે તમને એક કરતા વધુ તકો મળશે. પૈસાના રોકાણ માટે આ મહિનો ઘણો લાભદાયક રહેશે. ત્રણ ગ્રહો એક જ રાશિમાં હોવાથી તમે તમારા સુખ-સમૃદ્ધિમાં વધારો જોશો. કોઈપણ મકાન કેજમીનનો સોદો કરી શકે છે. પરિવારમાં ખુશીઓ આવશે. તમારો વલણ ધર્મ તરફ વધશે.
READ ALSO
- ફાઈલ સેવ કર્યા વિના બંધ કરી દીધું છે MS-WORD, આ રીતે કરી શકશો રિકવર
- Food For constipation/ કબજીયાતની સમસ્યામાં દવાનુ કામ કરે છે અજમો, આ રીતે પરોઠા બનાવીને ખાઓ
- વડોદરા / કરજણ સ્વામિનારાયણ મંદિરના એકાઉન્ટમાંથી 48.43 લાખની ઉચાપત, નોંધાઈ પોલીસ ફરિયાદ
- જાદૂગરનું મેજિક જોઇને ચોંકી ગઇ મહિલા, વીડિયો જોઇને લોકો બોલ્યા આમ કેમ થઇ ગયું
- પાટણ / રાધનપુરમાં આખલાએ અડફેટે લેતા 95 વર્ષના વૃદ્ધાનું મોત નીપજ્યું