GSTV
Home » News » પાનકાર્ડ સાથે આધારકાર્ડ કરાવી લો ફરજિયાત લિન્ક, આ છે છેલ્લી તારીખ

પાનકાર્ડ સાથે આધારકાર્ડ કરાવી લો ફરજિયાત લિન્ક, આ છે છેલ્લી તારીખ

વર્ષ 2019 સમાપ્ત થવાની આરે છે અને વર્ષ પૂર્ણ થયા પહેલા કેટલાક કામ કરવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમે અહીં તમને આવું જ એક કામ જણાવીશું. અને તે આધાર કાર્ડને પાનકાર્ડ સાથે લિંક કરવાનું કામ છે. જો તમે 31 ડિસેમ્બર સુધીમાં પાનકાર્ડને આધાર સાથે લિંક નહી કરાવો, તો સેન્ટ્રલ ડાયરેક્ટ ટેક્સ બોર્ડ એટલે કે સીબીડીટી તમારા પાનકાર્ડને અમાન્ય જાહેર કરી શકે છે.

જાણકારી મુજબ, હજી સુધી 44.57 કરોડ પૅન ધારકોમાંથી ફક્ત 24.90 કરોડ લોકોએ જ પોતાના પૅનકાર્ડને આધાર સાથે લિંક કરાવ્યુ છે. આવકવેરા વિભાગે સતત લિંક કરાવવા માટેની તારીખ આગળ વધારી છે, પરંતુ આ વખતે અંતિમ તારીખ 31 ડિસેમ્બર છે. સૌથી પહેલા તમારે ઈનકમટેક્સ વેબસાઇટ ખોલવી પડશે જ્યાં તમને આધાર લિંકનો વિકલ્પ દેખાશે. જો તમારી પાસે પાન અને આધાર લિંક છે, તો તમે ક્લિક કરીને સ્ટેટસ ચકાસી શકો છો.

જો તમારું આધાર તમારા પૅનકાર્ડ સાથે લિંક ન હોય તો તમારે ત્યાં નીચે આપેલાં બોક્સમાં પોતાની જાણકારી ભરવાની રહેશે. ત્યારબાદ તમારે લિંક આધાર પર ક્લિક કરવાનું રહેશે. તો જલ્દી કરો અને ફટાફટ તમારું આધાર કાર્ડની સાથે પૅનકાર્ડને લિંક કરાવી લો. આ અંગે વધુ માહિતી 567678 અને 56161 પર એસએમએસ મોકલીને પણ પોતાના આધાર-પૅન લિંકની જાણકારી લઈ શકો છો.

READ ALSO

Related posts

કિયારાના ટૉપલેસ થયા બાદ શર્ટલેસ થયાં આ ત્રણ હૉટ એક્ટર્સ, સેક્સી લુક પર થઇ જશો ફિદા

Bansari

‘પ્રધાનમંત્રી લોન યોજનામાં મળી રહ્યા છે 2 લાખ રૂપિયા’, આવી કોઈ યોજનામાં ફસાતા પહેલાં જાણી લો સરકારે શું કરી છે સ્પષ્ટતા

Mansi Patel

Samsungના આ નવા સ્માર્ટફોન માટે પાગલ થયા લોકો, મિનિટોમાં જ વેચાઈ ગયા 1 લાખથી વધુ કિંમતોનાં ફોન્સ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!