GSTV

દેવાના ભાર તળે અન્નદાતા / દેશના ખેડૂતો પર 17 લાખ કરોડનું દેવું, લોન માફ નહીં કરે કેન્દ્રની મોદી સરકાર: ગુજરાતના ધરતીપુત્રોના માથે આટલું દેવું

Last Updated on July 27, 2021 by Zainul Ansari

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દેશના ખેડુતોની આવક બમણી કરવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે. કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમારે પણ અનેક પ્રસંગોએ જણાવ્યું છે કે સરકાર ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય હાંસલ કરવા માટે તન-મનથી કામ કરી રહી છે. જો કે તે ખેડૂતોની વાત થાય અને તેમની લોન માફીનો મુદ્દો ન ઉઠો આવું ઓછું બને છે.

હવે આ મુદ્દો સંસદમાં ઉભો થયો અને સરકારને સવાલ પૂછવામાં આવ્યો કે શું કેન્દ્ર સરકાર ખેડૂતોની લોન માફ કરવાની યોજના બનાવી રહી છે? આ અંગે લેખિતમાં પ્રતિક્રિયા આપતા નાણા રાજ્ય મંત્રી ભાગવત કિશનરાવ કરાડે સંસદમાં જણાવ્યું હતું કે હાલમાં સરકારની ખેડૂતોની લોન માફી અંગે કોઈ યોજના નથી. નબાર્ડના ડેટા મુજબ હાલમાં દેશના ખેડુતો પર 16.8 લાખ કરોડનું દેવું છે.

આ સાથે સરકારે સંસદમાં ખેડૂતોના દેવાને લગતા સંપૂર્ણ ડેટા પણ રજૂ કર્યા, જેમાં તમામ રાજ્યોના ખેડુતો પરના લોનની બધી માહિતી ઉપલબ્ધ છે. આ દસ્તાવેજ મુજબ તમિલનાડુ સૌથી વધુ દેવાના બોજા તળે દબાયેલા ખેડૂતોવાળા રાજ્યોમાં તમિલનાડુ સૌથી ઊપર છે. તમિલનાડુના ખેડૂતો પર 1.89 લાખ કરોડનું દેવું છે.

ગુજરાતના ખેડૂતોના માથે 90 હજાર કરોડથી વધુ દેવું

નબાર્ડના માર્ચ મહિનામાં જાહેર થયેલા અહેવાલ મુજબ ગુજરાતના ખેડૂતો પણ દેવાના ભાર તળે દબાયેલા છે. રાજ્યના ખેડૂતો પર માર્ચ 2021 સુધીમાં 90695.25 કરોડ રૂપિયાનું દેવું હતું. આ દેવું 43,45,798 ખાતાધારક પર છે.

આ 5 રાજ્યોના ખેડૂતો પર સૌથી વધુ દેવું

  • તમિલનાડુ – 189623.56 કરોડનું દેવું
  • આન્ધ્ર પ્રદેશ – 169322.96 કરોડનું દેવું
  • ઉત્તર પ્રદેશ – 155743.87 કરોડનું દેવું
  • કર્ણાટક – 143365.63 કરોડનું દેવું

આ 5 રાજ્યોમાં સૌથી વધુ અકાઉન્ટ પર દેવું

  • તમિલનાડુ – 1,64,45,864 અકાઉન્ટ પર દેવું
  • ઉત્તર પ્રદેશ – 1,43,53,475 અકાઉન્ટ પર દેવું
  • આન્ધ્ર પ્રદેશ – 1,20,08,351 અકાઉન્ટ પર દેવું
  • કર્ણાટક – 1,08,99,165 અકાઉન્ટ પર દેવું
  • મહારાષ્ટ્ર – 1,04,93,252 અકાઉન્ટ પર દેવું

આ 5 રાજ્યોના ખેડૂતો પર સૌથી ઓછું દેવું

  • દમણ અને દીવ – 40 કરોડનું દેવું
  • લક્ષદ્વીપ – 60 કરોડનું દેવું
  • સિક્કિમ – 175 કરોડનું દેવું
  • લદાખ – 275 કરોડનું દેવું
  • મિઝોરમ – 554 કરોડનું દેવું

આ 5 રાજ્યોમાં સૌથી ઓછા અકાઉન્ટ પર દેવું

  • દીવ અને દમણ – 1,857 અકાઉન્ટ પર દેવું
  • લક્ષદ્વીપ – 17,873 અકાઉન્ટ પર દેવું
  • સિક્કિમ – 21,208 અકાઉન્ટ પર દેવું
  • લદાખ – 25,781 અકાઉન્ટ પર દેવું
  • દિલ્હી – 32,902 અકાઉન્ટ પર દેવું
farmer

તાજેતરમાં પંજાબ સરકારે ખેડૂતોના 590 કરોડ રૂપિયાની લોન માફ કરવાની જાહેરાત કરી છે. કૃષિ લોન માફી યોજના અંતર્ગત મજૂરો અને જમીન વિહોણા ખેડૂત સમુદાય માટે આ લોન માફીની જાહેરાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પંજાબમાં આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 5.64 લાખ ખેડુતોની 4,624 કરોડ રૂપિયાની લોન માફ કરવામાં આવી છે. ઉપરાંત બીજા ઘણા રાજ્યોએ પણ ખેડૂતોની લોન માફ કરવાની વાત કરી છે.

Read Also

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

E-Auction / PM નરેન્દ્ર મોદીના ચાહકો માટે મોટા સમાચાર, વડાપ્રધાનને મળેલી ભેટ ખરીદવાની સોનેરી તક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!