GSTV

કામની વાત/ પેમેન્ટ કરતાં પહેલાં ધ્યાનથી વાંચી લેજો, આજથી બદલાઇ ગયા ડેબિટ-ક્રેડિટ કાર્ડથી ટ્રાન્જેક્શનના નિયમ

ક્રેડિટ

Last Updated on September 30, 2020 by Bansari

જો તમે ICICI બેંક અથવા SBIમાંથી કોઈ બેંકના ગ્રાહક છો, તો તમને એક મેસેજ મળ્યો હશે કે 30 સપ્ટેમ્બરથી તમારા કાર્ડથી ઇન્ટરનેશનલ ટ્રાંઝેક્શન સર્વિસ બંધ કરવામાં આવી રહી છે. તેથી તમે ગભરાશો નહીં. આ ફક્ત તમારી સુરક્ષા માટે કરવામાં આવ્યું છે. હકીકતમાં, ડેબિટ અને ક્રેડિટ કાર્ડ સંબંધિત વધતી છેતરપિંડીઓ રોકવા માટે ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) એ તમામ બેન્કોને આદેશ આપ્યો હતો કે તે ગ્રાહકોને કાર્ડની બિનજરૂરી આંતરરાષ્ટ્રીય સુવિધા ન આપે, સિવાય કે જ્યાં સુધી ગ્રાહક પોતે તેની માંગ કરે નહીં.

કોરોના મહામારી દરમિયાન, બેન્કોએ તેમના ઘણા નિયમો બદલ્યા છે. દેશની સૌથી મોટી બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ) એ તેના ગ્રાહકોને જણાવ્યું હતું કે ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પર આપવામાં આવતી કેટલીક સેવાઓ 30 સપ્ટેમ્બર 2020 પછી બંધ કરવામાં આવશે, એટલે કે આ સેવાઓ 1 ઓક્ટોબર 2020 થી ઉપલબ્ધ થશે નહીં. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા 1 ઓક્ટોબરથી ડેબિટ અને ક્રેડિટ કાર્ડ સંબંધિત ઘણા નિયમોમાં ફેરફાર કરી રહી છે. આ સેવાઓ ઇન્ટરનેશનલ ટ્રાન્જેક્શન સાથે જોડાયેલી છે.

આ સિવાય આજે એટલે કે 30 સપ્ટેમ્બરથી તમારા ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પર પણ ઘણા અન્ય ફેરફારો કરવામાં આવ્યા છે જેથી તમારા કાર્ડ પર તમારું નિયંત્રણ વધુ સારું રહેશે અને છેતરપિંડીનું જોખમ પણ ઓછું થશે.

આજથી કાર્ડ સાથે સંબંધિત કયા બદલાવ થયા?

શરૂઆતમાં તમે તમારા ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ફક્ત PoS (Point of sale)થી પેમેન્ટ કરવા અથવા ATMમાંથી પૈસા ઉપાડવા માટે જ કરી શકશો. આ બદલાવ તમામ વર્તમાન કાર્ડ્સ, નવા કાર્ડ્સ અથવા તાજેતરમાં રિન્યૂ કાર્ડ્સ પર લાગુ થશે.

નવા જારી થયેલા કાર્ડ્સનો ઉપયોગ PoS અથવા ATMમાં જ કરી શકાશે. આ ઉપરાંત જો તમે ઓનલાઇન, કોન્ટેક્ટલેસ અથવા ઇન્ટરનેશનલ ટ્રાન્જેક્શન માટે કાર્ડ્સનો ઉપયોગ કરવા માગતા હોવ તો તેના માટે તમારે આ સેવાઓ મેનુઅલી શરૂ કરવાની રહેશે. આ સેવાઓને તમે મોબાઇલ એપ અથવા નેટબેન્કિંગ દ્વારા શરૂ કરી શકો છો. આ ઉપરાંત ATM અથવા બેન્ક બ્રાન્ચમાં જઇને પણ આ સેવાઓ શરૂ કરી શકાય છે.

જૂના અથવા લેટેસ્ટ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સ માટે જેમાં ક્યારેય ઓનલાઇન, કોન્ટેક્ટલેસ અને ઇન્ટરનેશનલ સર્વિસનો ઉપયોગ નથી કરવામાં આવ્યો, તેમાં આ સર્વિસ બંધ કરી દેવામાં આવશે. પરંતુ રિન્યૂ થયેલુ કાર્ડ અથવા નવુ જારી થયેલા કાર્ડ્સમાં આ સર્વિસ આપવી કે નહી, બેન્ક પોતાના વિવેકના આધારે નિર્ણય લેશે.

On-Off ની સિસ્ટમ

કાર્ડ ફ્રોડથી બચવાની સૌથી સારી રીત એ છે કે તમે તમારી મરજીના હિસાબે સેવાઓને ગમે ત્યારે બંધ અને ચાલુ કરી શકાય છે. જેમ કે જો તમે PoS અથવા ATMથી ટ્રાન્જેક્શન ન ઇચ્છતા હોવ, ફક્ત ઓનલાઇન પેમેન્ટ જ કરવા માગતા હોવ તો તમે તેને ગમે ત્યારે ડિસેબલ (Disable) અને ઇનેબલ (Enable) કરી શકો છો. આ ઉપરાંત તમારા કાર્ડમાંથી ઉપાડવામાં આવતી રકમને પણ સીમિત કરી શકાય છે, જેમ કે જો તમે ઇચ્છતા હોવ કે તમારા કાર્ડમાંથી એક દિવસમાં 5000 રૂપિયાથી વધુનું પેમેન્ટ ના થઇ શકે અને ATM વિડ્રો પણ ન થઇ શકે તો તમે તેને ફિક્સ કરી શકો છો. તેને તમે ઇચ્છો ત્યારે વધારી કે ઘટાડી શકો છો એટલે કે તમારા કાર્ડ પર સંપૂર્ણપણે તમારુ નિયંત્રણ હશે. પરંતુ આ લિમિટ બેન્ક તરફથી આપવામાં આવેલી સીમાની અંદર હોવી જોઇએ.

ડેબિટ-ક્રેડિટ કાર્ડ સર્વિસને આ રીતે કરો મેનેજ

1. સૌપ્રથમ તમારે તમારા બેન્ક એકાઉન્ટમાં મોબાઇલ અથવા નેટબેન્કિંગ દ્વારા લોગઇન કરવાનું છે.

2. પછી કાર્ડ્સ સેક્શનમાં જઇને ‘Manage Cards’ સિલેક્ટ કરો.

3. તેમાં તમને બે વિકલ્પ મળશે domestic અને international.

4. તેમાંથી જેમાં પણ તમારે બદલાવ કરવો છે તે વિકલ્પ સિલેક્ટ કરો.

5. જે પણ ટ્રાન્જેક્શન બંધ કરવા માગતા હોવ તેને off કરી દો, શરૂ કરવા માગતા હોવ તો on કરી દો.

6.જો ટ્રાન્જેક્શનની લિમિટને સીમિત કરવા માગતા હોવ તો મોડના હિસાબે તેને પણ કરી શકો છો.

Read Also

Related posts

IPL 2021 / ધોનીની કપ્તાનીનો જલવો કાયમ, ચેન્નઈ સુપર કિંગ્સે મુંબઈને 20 રને હરાવ્યું

Zainul Ansari

વાઇરલ વિડીયો / બીનની ધૂન પર આ વ્યક્તિએ નાગિન બનીને કર્યો જબરદસ્ત ડાન્સ,જોઈને તમે પણ થઈ જશો હસીને લોટ પોટ

Vishvesh Dave

ખુશખબર / હવે રેશનકાર્ડ સાથે સંબંધિત દરેક સમસ્યાઓનું આવશે તાત્કાલિક નિવારણ, કોમન સર્વિસ સેન્ટર પર મળશે આ સુવિધા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!