GSTV

ધ્યાન આપો/ Debit-Credit Cardનો ઉપયોગ કરો છો તો આ ખબર તમારા માટે છે, RBIએ બદલી નાખ્યા છે આ નિયમો

RBI

30 સપ્ટેમ્બર 2020થી RBI ડેબિટ અને ક્રેડિટ કાર્ડ (Debit-Credit Card) સાથે જોડાયેલા ઘણા નિયમ બદલી રહી છે. જો તમે ડેબિટ અને ક્રેડિટ કાર્ડ(Debit-Credit Card) નો ઉપયોગ કરો છો તો આ ખબર તમારે જાણવી ખુબ જ જરૂરી છે. કોવિડ-19 મહામારીના કારણે અસાધારણ સ્થિતિને જોતા કાર્ડ આપનારને RBIના નિયમ લાગુ કરવા માટે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે. આ પહેલા આ નિયમ જાન્યુઆરીમાં લાગુ થયો હતો. આવો જણાવીએ કાર્ડહોલ્ડર્સ (RBI Cardholders) માટે કયા કયા રૂલ્સ બદલવામાં આવે છે.

સર્વિસ માટે કરવાનું રહેશે આવેદન

આંતરરાષ્ટ્રીય લેવડદેવડ, ઓનલાઈન લેવડદેવડ અને કોન્ટેક્ટલેન્સ કાર્ડને લેવડદેવડ માટે, ગ્રાહકોને તેના માટે અલગથી પોતાની પ્રાથમિકતા દાખલ કરાવવાની રહેશે. મતલબ સ્પષ્ટ છે કે ગ્રાહકોને જરૂર હોય તો આ સર્વિસ મળશે એટલે કે તેના માટે આવેદન કરવાનું રહેશે.

RBI

RBIએ બેન્કોને કહ્યું કે ડેબિટ અને ક્રેડિટ કાર્ડ જાહેર કરતી વખતે હવે ગ્રાહકોને ઘરેલુ ટ્રાન્ઝેક્શનની અનુમતી આપવી જોઈએ. મતલબ સાફ છે કે જો જરૂરીયાત નથી તો એટીએમ મશીનમાંથી પૈસા કાઠતા અને ટર્મિનલ પર શોપિંગ માટે વિદેશી ટ્રાન્ઝેક્શનની પરવાનગી નથી.  

પોતાના જોખમની ધારણાના આધાર પર નિર્ણય

હાજર કાર્ડ્સ માટે કાર્ડ આપનાર પોતાના જોખમની ધારણાના આધાર પર નિર્ણય લઈ શકે છે. મતલબ સ્પષ્ટ છે કે તમે પોતાના કાર્ડથી ઘરેલુ ટ્રાન્ઝેક્શન ઈચ્છો છો તો આ ઈન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન તેનો નિર્ણય ક્યારેય પણ ગ્રાહક કરી શકે છે અને કઈ સર્વિસ એક્ટિવેટ કરવી છે અને કઈ ડિએક્ટિવેટ.

RBI

ગ્રાહક 24 કલાક સાત દિવસ પોતાની ટ્રાન્ઝેક્શનની લિમિટને ગમે ત્યારે બદલી શકે છે. જો સરળ શબ્દોમાં કહીએ તો હવે તમે પોતાના એટીએમ કાર્ડને મોબાઈલ એપ, ઈન્ટરનેટ બેન્કિંગ, એટીએમ મશીન પર જઈને, આઈવીઆર દ્વારા ગમે ત્યારે ટ્રાન્ઝેક્શન લિમિટ નક્કી કરી શકો છો. RBIની તરફથી જાહેર એટીએમ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલા નિયમ 30 સપ્ટેમ્બર 2020થી લાગુ થશે.

Read Also

Related posts

IPLની પાર્ટીઓમાં પણ થાય છે ડ્રગ્સનો ભરપૂર ઉપયોગ: ક્રિકેટરોની પત્નીઓને મેં રૂબરૂ જોઈ છે, શર્લિન ચોપડાએ મચાવ્યો ખળભળાટ

Mansi Patel

ખુશખબર/ 2 લાખ વિદ્યાર્થીઓ માટે સુપ્રીમે આપ્યો મોટો ચૂકાદો, શૈક્ષણિક વર્ષ નહીં થાય બરબાદ

Karan

આને કહેવાય ઑફર! જૂનો સ્માર્ટફોન આપીને લઇ જાવ નવો iPhone, થશે 23,000 રૂપિયાનો ફાયદો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!