GSTV

બોલ્ડ અંદાજમાં જોવા મળી ટીવીની સીધી સાદી ‘સીતા’, બાથટબમાં આપ્યા જોરદાર પોઝ

ટીવીની અભિનેત્રીઓની વાત આવે છે, ત્યારે ડેલી સોપવાળી સીધીસાદી વહુઓની ઈમેજ આપણી સામે આવી જાય છે. ટીવી સીરિયલ પર દરરોજ જોવા મળતી આ વહુઓ દેશના દરેક ઘરમાં પસંદ કરવામાં આવે છે, પરંતુ આ પાત્રને ભજવતી અભિનેત્રીઓ પોતાની અસલ જિંદગીમાં ખૂબ જ અલગ જોવા મળે છે.

આજે અમે તમને આ પ્રકારની ટીવીની એક વહુ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. હાલમાં જ ટીવીની એક જાણીતી અભિનેત્રીએ ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી અને તેણીએ બાથટબમાં ફોટોશૂટ કરાવ્યુ છે. અમે વાત કરી રહ્યા છીએ ટીવીની સીતાની એટલે કે, અભિનેત્રી દેબીના બેનર્જીની. તેણીના આ ફોટોશૂટને લઈને સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચા કરવામાં આવી રહી છે.

દેબીના બેનર્જી આ ફોટોશૂટના ફોટાને પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી. આ ફોટોમાં તેણી બાથટબમાં ખૂબ જ બોલ્ડ આવકતારમાં પોઝ દેતી જોવા મળી રહી છે. બાથટબમાં જેબીના વો ફોમ અને ગુલાબની પાંખડીઓમાં ડૂબતી નજર આવી રહી છે. ભીગી-ભીગી દેબીનાએ પોતાના વાળમાં એક લાલ રંગનું ફૂલ પણ લગાવ્યુ છે. આ ફોટોશુટમાં તેણી ખૂબ જ સુંદર લાગી રહી છે.

ફેન્સને દેબીનાનો આ અંદાજ ખૂબ જ પસંદ આવી રહ્યો છે. તેથી જ તો તેણીનું આ ફોટોશૂટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થતુ જોવા મળી રહ્યુ છે. દેબીનાના ફોટો પર લોકો વખાણોના ડુંગરો ખડકી રહ્યા છે. જો કે, આ પહેલા પણ દેબીના બોલ્ડ ફોટોશૂટ કરાવી ચૂકી છે.

આ ફોટોશૂટ સિવાય દેબીનાના વેકેશનની પણ ખૂબ જ ચર્ચાઓ થઈ રહી છે. કારણ કે, વર્તમાન સમયમાં દેબીના પતિ ગુરમીત ચૌધરીની સાથે રોમેન્ટિક વેકેશન પણ નીકળી છે. આ બંને ગુજરાતની સફર પર આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, દેબીના અને ગુરમીત ગુજરાત ટ્રિપ દરમિયાન સોશિયલ મીડિયા પર ફોટો શેર કરતા જોવા મળી રહ્યા છે. આ ફોટોશૂટ પહેલા પણ દેબીનાએ ગુજરાત ટ્રીપના શાનદાર ફોટાઓ પણ શેર કર્યા હતા. આ ફોટોમાં તેણી પતિ ગુરમીત અને મિત્રો સાથે લૉયન સફારીમાં ખૂબ જ એન્જોય કરતી જોવા મળી રહી છે.

READ ALSO

Related posts

કોરોના વાયરસ : પીએમ મોદી આ તારીખે રાજકીય દળોના નેતાઓ સાથે સંવાદ કરશે

Nilesh Jethva

Corona: લોકડાઉન ઉલ્લંઘન પર આ રાજ્યમાં 66 હજાર FIR દાખલ, 10 હજાર વાહન જપ્ત

Arohi

પૂરા 24 કલાક માટે આ જગ્યાએ બંધ રહેશે PUBG Mobile ગેમ, જાણો કારણ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!