GSTV
News Trending World

અમેરિકન ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારોની ગરમાગરમ ચર્ચા, હેરિસ અને પેન્સએ સામસામે કર્યા વાક્પ્રહાર

અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીની આડે માત્ર ચાર સપ્તાહ રહ્યા છે ત્યારે  લાંબા સમયથી જેની રાહ જોવાઇ રહી હતી તે અમેરિકાના ઉપ પ્રમુખપદના ટેમોક્રટિક ઉમેદવાર કમલા હેરિસ અને રિપબ્લીકન માઇક પેન્સની ડિબેટમાં કોરોના નિયંત્રણ કરવામાં ટ્રમ્પ વહીવટી તંત્રની નિષ્ફળતા, રોજગારી. ચીન અને વંશીય તંગદિલી જેવા મુદ્દા જ ચર્ચાયા હતા.

ટ્રમ્પનુ તંત્ર તદ્દન ખરાબ: હેરિસ

હેરિસે કોવિડ-19 મહામારીને હેન્ડલ કરવામાં પ્રમુખ ટ્રમ્પની નીતીઓને નિષ્ફળ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે ‘અમેરિકાના ઇતિહાસમાં  પ્રમુખના વહીવટી તંત્રો પૈકી ટ્રમ્પનુ તંત્ર તદ્દન ખરાબ રહ્યું હતું.

પેન્સ પર પ્રહાર સાથે ડિબેટનો પ્રારંભ

ટ્રમ્પના કોરોનાવાઇરસ મહામારી ટોસ્ક ફોર્સનું નેતૃત્વ કરી રહેલા ઉપ પ્રમુખ પેન્સ પર જોરદાર પ્રહાર કરીને હેરિસે ડિબેટની શરૂઆત કરી હતી. બુધવારે સોલ્ટ લેક સિટીમાં યુનિ. ઓફ ઉથા ખાતેની લાઇવ ડિબેટમાં બે નેતાઓ વચ્ચે નાગરિક યુધ્ધ હતું. બંનેની વચ્ચે કાચના અવરોધો રાખવામાં આવ્યા હતા.

ડિબેટમાં ગરમાગરમી ચરમસીમાએ

પ્રમુખપદના ઉમેદવારોની ડિબેટમાં જેટલી ગરમાગરમી હતી તે બુધવારની ડિબેટમાં જોવા મળી નહતી. ટ્રમ્પને અનેકવાર અવરોધવામાં આવ્યા હતા પરંતુ હેરિસ સાથેની ડિબેટમાં પેન્સે કોઇ અવરોધ ઊભા કર્યા ન હતા.ટ્રમ્પ અને બિડેને તો એક બીજાના ઉતારી પાડવાનો  પ્રયાસ કર્યો હતો.

ટ્રમ્પ વહીવટનો બચાવ કરતા પેન્સ

ત્રીજી નવમ્બરની ચૂંટણી પહેલા 90 મિનિટની ડિબેટમાં 55 વર્ષની હેરિસ અને 61 વર્ષના પેન્સ મહત્ત્વના મુદ્દા તેમના પોતાના પ્રચારને જ વળગી રહ્યા હતા. અન્ડરડોગ (ઓછા પ્રભાવશાલી) તરીકે ડિબેટમાં ઉતરેલા પેન્સ અત્યંત છેલ્લા ચાર વર્ષમાં ટ્રમ્પ વહીવટી તંત્રની કામગીરાનો આક્રોશપૂર્વક બચાવ કરતા દેખાયા હતા.

હેરિસે પેન્સના તથ્ય અને આંકડાઓ સાથે સવાલોના જવાબ આપ્યા

ઉપ પ્રમુખની ચૂંટણામાં  પ્રથમ ભારતીય મૂળની મહિલા તરીકે મેચ પર ઉતારીને ઇતિહાસ રચનાર હેરિસે પેન્સના તથ્ય અને આંકડાઓ સાથે સવાલોના જવાબ આપતી વખતે પોતાનું સ્મીત જાળવી રાખ્યું હતું. ‘આ વહીવટી તંત્ર ફરીથી ચૂટાવવાની નૈતિક શક્તિ ગુમાવી દીધી છે’ એમ કમલા હેરિસે કહ્યું હતું.પેન્સે આક્ષેપ કર્યો હતો કે બિડેન ફરીથી અર્થતંત્રને પાટે ચઢાવવા માટે ચીનની પડખે જઇ રહ્યા છે. આપણા વેપારની ખાધ ચીનના કારણે હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

રાજસ્થાન/ ભરતપુરમાં આર્મીનું ફાઈટર જેટ ક્રેશ, અધિકારીઓ પહોંચ્યા ઘટનાસ્થળે

Padma Patel

5 પોલીસકર્મીઓએ એક અશ્વેત યુવકને મારીને હત્યા કરી, સમગ્ર અમેરિકામાં વિરોધ પ્રદર્શન, જ્યોર્જ ફ્લોયડની યાદો તાજી…

Hina Vaja

Viral Video/ આ પ્રકારની કાર ડ્રાઇવિંગ નહિ જોઇ હોય તમે, લોકો બોલ્યા આ તો હેવી ડ્રાઇવર નીકળ્યો

Siddhi Sheth
GSTV