GSTV

કોરોનાના કહેરમાં આટલા ડોક્ટરના મોત વચ્ચે સરકારે કહ્યું આંકડા નથી: IMAએ રોષે ભરાયું

દેશમાં કોરોનાના કહેર વચ્ચે જીવ ગુમાવનારા ડોક્ટરોના મોતનો આંકડો સંસદમાં જાહેર કરવા માટે સરકારે કરેલા ઈનકાર બાદ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન ભડકી ઉઠ્યું છે. સરકારે સંસદમાં કહ્યું હતું કે, કોરોનાથી જીવ ગુમાવનારા કે વાયરસનો ચેપ જેમને લાગ્યો છે તેવા ડોકટરો અને સ્વાસ્થ્ય કર્મીઓનો ડેટા નથી. એ પછી ઈન્ડિયન મેડિકલ એસોસિએશને કોરોનાથી જીવ ગુમાવનારા 382 ડોક્ટરોનું લિસ્ટ જાહેર કર્યુ છે અને તેમને શહીદનો દરજ્જો આપવાની પણ માંગ કરી છે.

એસોસિએશનનું કહેવું છે કે, જો સરકાર કોરોનાથી સંક્રમિત થયેલા ડોક્ટરો અને સ્વાસ્થ્ય કર્મીઓનો ડેટા ના રાખતી હોય તો સરકારને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ અને એપેડેમિક એક્ટ લાગુ કરવાનો પણ નૈતિક અધિકાર નથી રહેતો. એક તરફ સરકાર ડોક્ટરોને કોરોના વોરિયર કહે છે અને બીજી તરફ તેમને શહીદનો દરજ્જો આપવાનો પણ ઈનકાર કરે છે.

ઉલ્લેખનીય છે કે, સરકારના રાજ્ય કક્ષાના સ્વાસ્થ્ય મંત્રી અશ્વિની ચૌબેએ કહ્યુ હતુ કે, સરકાર પાસે આ આંકડા નથી. કારણકે આરોગ્યનો હવાલો જે તે રાજ્ય સરકાર પાસે હોય છે. કેન્દ્ર સ્તરે આ આંકડા એકઠા કરાતા નથી. એસોસિએશને આ વાતનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, જો આ ડેટા સરકાર પાસે ના હોય તો કર્તવ્યનું પાલન કરનારા રાષ્ટ્રીય નાયકો એટલે કે ડોક્ટરોનું આ અપમાન જ કહી શકાય.

READ ALSO

Related posts

કોરોના થયો બેકાબૂ/ હિમાચલમાં 4 જિલ્લામાં લગાવી દીધૂ નાઈટ કર્ફૂય, હવે 2021માં જ ખુલશે શાળાઓ

Pravin Makwana

અમદાવાદના આ 39 વિસ્તારમાં કોરોનાનો રાફડો ફાટ્યો, કોર્પોરેશને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન કર્યા જાહેર, જાણો સમગ્ર લીસ્ટ

Nilesh Jethva

બર્મિઘમ યુનિવર્સિટીએ કોરોનાથી બચવા તૈયાર કર્યો અનોખો નોઝલ સ્પ્રે, 48 કલાકમાં જ મારી નાખશે વાયરસ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!