GSTV
World

Cases
4768920
Active
6441331
Recoverd
538591
Death
INDIA

Cases
264944
Active
456831
Recoverd
20642
Death

શરાબની શોખિન જોલીને લગ્નેત્તર સંબંધો પણ હતા, ઠંડે કલેજે 6 લોકોની હત્યામાં થયો મોટા ખુલાસા

કોઝીકોડે વિસ્તારમાં 2012થી 2016 વચ્ચે પોતાના પરિવારના છ સભ્યોને સાઇનાઇડ આપીને સિરિયલ હત્યાઓ કરનારી જોલી થોમસે પોલીસ સમક્ષ  એકરાર કરતાં કહ્યું હતું કે  મોત સાથે જોડાયેલી દરેક બાબત અનેરો રોમાંચ બક્ષે છે. મેં મારા કુટુંબીજનોને સાઇનાઇડ આપીને તેમની હત્યા કરી હતી કારણ કે મને એ ઘટનાએ રોમાંચનો અનુભવ કરાવ્યો હતો.

મને કાયમ મોત વિશે વધુ જાણવામાં આનંદ આવે છે

જોલીએ કહ્યું કે મને કાયમ મોત વિશે વધુ જાણવામાં આનંદ આવે છે. મોત અને એની સાથે જોડાયેલી ઘટનાઓથી હું સતત રોમાંચ અનુભવું છું. જો કે હવે મને મારા પોતાના મોત સિવાય કોઇના મોતના સમાચાર જાણવા-સાંભળવામાં રસ રહ્યો નથી. એણે પોલીસને એમ પણ કહ્યું હતું કે હું સતત મારી બેગમાં ચોવીસે કલાક સાઇનાઇડ મારી સાથે રાખતી હતી.

આલીશાન જિંદગી જીવવા માગતી હતી

પોલીસને એ પણ જાણવા મળ્યું હતું કે પોતે કદી પકડાઇ જશે એવી એને કલ્પના પણ નહોતી. એ આલીશાન જિંદગી જીવવા માગતી હતી એટલે એક પછી એક કુટુંબીજનને મોતના ખોળે સુવડાવી દીધા હતા. શરાબની શૉખીન જોલીને લગ્નબાહ્ય સંબંધો પણ હતા. એની છાપ અત્યંત સંસ્કારી ગૃહિણીની હતી એટલે આ હકીકત પ્રગટ થતાં એના પરિચયમાં આવેલા લોકો સ્તબ્ધ થઇ ગયા હતા.

બુધવારે તેની પોલીસ કસ્ટડી પૂરી થશે

પોલીસ અધિકારી સાઇમને કહ્યું હતું કે બુધવારે એની પોલીસ કસ્ટડી પૂરી થશે. ત્યારબાદ અમને જરૂર લાગશે તો કોર્ટમાં વધુ રિમાન્ડ માટે અમે અરજી કરીશું. તેમણે વધુમાં કહ્યું કે જોલીએ છ એ છ હત્યાનો એકરાર કર્યો છે. હાલ એના બીજા પતિ શાજૂ અંગે કંઇ કહી શકાય એમ નથી.

Read Also

Related posts

ક્રિકેટ ફેન્સ માટે ખુશખબર: IPLનું આયોજન 2020માં અને ભારતમાં જ થશે, ગાંગુલીએ આપી દીધાં છે આ સંકેત

Bansari

કોરોનામાં કાળાબજાર: સુરતમાં ટોસિલિઝૂમેબ ઈન્જેકશન એક લાખમાં વેચાતું હોવાનું કૌભાંડ આવ્યું સામે

pratik shah

જો આવું થયું તો સંપૂર્ણપણે બંધ કરી દેવાશે હીરા બજાર, જાણી લો આ નવી ગાઇડલાઇન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!