GSTV

કોરોના મહામારી વધુ સંહારક બની, અમેરિકામાં એક જ દિવસમાં કોરોનાથી 2579 અને બ્રાઝિલમાં 935નાં મોત

કોરોના

Last Updated on September 21, 2021 by Damini Patel

દુનિયામાં કોરોનાના નવા બે લાખ કરતાં વધારે કેસો નોંધાવાને પગલે કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને 229,494,607 થઇ હતી જ્યારે 3,126 જણાના મોત થવાને પગલે કોરોનાનો કુલ મરણાંક 47,08,420 થયો હતો. યુએસએમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 42,911,206 થઇ છે જ્યારે મરણાંક 6,92,000 થયો છે.

દુનિયાના સૌથી વધુ શક્તિશાળી અને સંપન્ન દેશ યુએસએમાં કોરોના મહામારી કોઇ રીતે ઓસરવાનું નામ લેતી નથી, કોરોનાના દૈનિક કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે પણ રોજ સરેરાશ બે હજાર લોકોના મોત થવાને કારણે કોરોના મહામારીની દહેશત નવેસરથી ફેલાઇ રહી છે. રશિયા અને બ્રાઝિલમાં પણ એક જ દિવસમાં અનુક્રમે 793 અને 935 જણાના મોત નીપજ્યા છે.

ફાઇઝરની રસી પાંચી અગિયાર વર્ષ બાળકો પર અસરકારક : નિષ્ણાતો

કોરોના

ન્યુ યોર્ક ટાઇમ્સના અહેવાલ અનુસાર ગયા અઠવાડિયામાં કોરોનાના સરેરાશ દૈનિક કેસોની સંખ્યા બે હજાર કરતાં વધારે જણાઇ હતી. અગ્રણી ચેપી રોગ નિષ્ણાત ડો. એનૃથોની ફોચીએ ડેલ્ટા વેરિઅન્ટ બાળકોમાં ઝડપથી ફેલાઇ રહ્યો હોવાનું જણાવ્યું હતું.

તેમણે લોકોને બૂસ્ટરડોઝ આપવાની જરૂર પડશે તેમ જણાવ્યું હતું. દરમ્યાન ફાઇઝરે જણાવ્યું હતું કે પાંચથી અગિયાર વર્ષના બાળકોમાં તેની કોરોનાની રસી કારગર જણાઇ છે અને આ વયજૂથ માટે તેઓ આ મહિનાના અંત સુધીમાં યુએસ સરકારની મંજૂરી મેળવશે.

હાલ બાર વર્ષ કરતાં વધારે વયના લોકોને ફાઇઝરની કોરોનાની રસી ઉપલબૃધ છે. મોટાભાગના પશ્ચિમી દેશોમાં બાર કરતા ઓછી વયના બાળકોને કોરોનાની રસી આપવામાં આવતી નથી. પણ ક્યુબા અને ચીને અનુક્રમે બે અને ત્રણ વર્ષના બાળકોને પણ તેમની કોરોનાની રસી આપવાની મંજૂરી આપી છે.

ઇતિહાસમાં પહેલીવાર ગયા વર્ષે જન્મસંખ્યા કરતાં મૃત્યુની સંખ્યા વધારે નોંધાઇ

કોરોના

અલાબામા રાજ્યના ઇતિહાસમાં પહેલીવાર ગયા વર્ષે જન્મસંખ્યા કરતાં મૃત્યુની સંખ્યા વધારે નોંધાઇ હતી. રાજ્યના આરોગ્ય અિધકારી ડો. સ્કોટ હેરિસે જણાવ્યું હતું કે ગયા વર્ષે કુલ 64,714 જણાના મોત થયા હતા જ્યારે 57,641 બાળકોનો જન્મ થયો હતો. પહેલા અને બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન કે ફલુની મહામારીમાં પણ આવું બન્યું નહોતું.

ફલોરિડામાં કોરોનાના કુલ 35 લાખ કેસો નોંધાયા છે અને એકાવન હજાર કરતાં વધારે લોકોના મોત થયા છે. એ જ રીતે અલાસ્કામાં પણ છેલ્લા એક પખવાડિયામાં દર એક લાખની વસ્તીએ બારસો કરતાં વધારે કોરોનાના નવા કેસો નોંધાવાને પગલે જાહેર આરોગ્યની કટોકટી જાહેર કરી દીધી છે. સૈનિકોને પણ જ્યાં માસ્ક પહેરવો અનિવાર્ય ન હોય ત્યાં ન જવાનો આદેશ આપવામાં આવ્યો છે.

બ્રાઝિલ કોરોનાના કુલ કેસોની સંખ્યાની નજરે દુનિયામાં ત્રીજા ક્રમે છે અને હાલત ઓર વણસી રહી છે. શનિવારે બ્રાઝિલમાં કોરોનાના દોઢ લાખ નવા કેસો નોંધાયા હતા અને 935ના મોત થયા હતા. બ્રાઝિલમાં કોરોનાના કુલ સવા બે કરોડ જેટલા કેસો નોંધાયા છે અને લગભગ છ લાખ લોકોના મોત થઇ ચૂક્યા છે.

રશિયામાં એક જ દિવસમાં નવા વીસ હજાર કરતાં વધારે કેસ

એ જ રીતે રશિયામાં પણ એક જ દિવસમાં કોરોનાના નવા વીસ હજાર કરતાં વધારે કેસો નોંધાવાને પગલે કુલ કેસોની સંખ્યા 73 લાખે પહોંચવાના આરે છે. રશિયામાં એક જ દિવસમાં 793 જણાના મોત નીપજ્યા હતા. જેને પગલે રશિયામાં કોરોનાનો કુલ મરણાંક 1.93 કરતાં વધારે થયો છે. ફ્રાન્સમાં પણ કોરોનાના નવા 5814 કેસો નોંધાવાને પગલે કુલ કેસોની સંખ્યા સિત્તેર લાખ કરતાં વધી ગઇ છે.

દરમ્યાન વિખ્યાત લેન્સેટ સામયિકે 16 ઇન્ટરનેશનલ વિજ્ઞાાનીઓનો એક ખુલ્લો પત્ર છાપીને કોરોના મહામારીના ઉદગમ વિશે પારદર્શી રીતે તપાસ કરવાની માગણી કરી છે. લેન્સેટે યુ ટર્ન લઇ જણાવ્યું હતું કે કોરોના વાઇરસની ઉત્પતિનો કોઇ સીધો પુરાવો હજી સુધી મળ્યો નથી એટલે તે પ્રયોગશાળામાંથી લીક થયો હોવાની શંકાને નકારી ન શકાય.

આ જ લેન્સેટ દ્વારા દોઢ વર્ષ પૂર્વે લેબ લીક િથયરીને નકારી કાઢવામાં આવી હતી. દરમ્યાન ન્યુઝિલેન્ડના સૌથી મોટા શહેર ઓકલેન્ડમાં વધુ એક પખવાડિયામાં લોકડાઉન લાદવાની જાહેરાત કરવામાં આવી છે. શહેરમાં રોજ નવા 20 કોરોનાના કેસો નોંધાવાને કારણે એક મહિનાથી લોકડાઉનમાં રહેલા ઓકલેન્ડમાં લોકડાઉનને વધુ એક પખવાડિયું લંબાવવામાં આવ્યું છે.

Read Also

Related posts

AIMIM ચીફ ઓવૈસીએ કૃષિ કાયદા પરત લેવા અંગેના બિલને ‘રાજકીય દાવ’ ગણાવ્યું, કહ્યું- ચૂંટણી પર હતી નજર

Vishvesh Dave

Omicron Variant : કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ‘ઓમિક્રોન’ અંગે WHO એ જારી કરી ‘હાઈ રિસ્ક’ ચેતવણી

Vishvesh Dave

શિયાળુ સત્ર / નુસરત જહાં સહિત 6 મહિલા સાંસદો સાથે શશિ થરૂરે શેર કરી સેલ્ફી, કેપ્શન એવું લખ્યું કે થઈ ગયા ટ્રોલ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!