GSTV

હવે ફાંસી ફાઈનલ : નિર્ભયા કેસના નરાધમો સામે આજે અંતિમ ડેથ વોરંટ જાહેર થશે

Last Updated on March 5, 2020 by Mayur Vora

દિલ્હી સરકારે ૨૦૧૨ના નિર્ભયા (નિર્ભયા કેસ) ગેંગ રેપ અને હત્યા કેસના ચાર દોષિતોને ફાંસી આપવાની નવી તારીખ જાહેર કરવા દિલ્હીની સ્થાનિક કોર્ટનો સંપર્ક સાધ્યો છે. એડિશનલ સેસન્સ જજ ધર્મેન્દ્ર રાણાએ દોષિતોને આવતીકાલ સુધીમાં જવાબ રજૂ કરવાના નિર્દેશ આપ્યા છે. લાંબા સમયથી મોતને હાથતાળી આપવામાં સફળ રહેલા નિર્ભયા કાંડમાં આરોપીઓ સામે હવે નવું ડેથવોરન્ટ મેળવવા માટે તિહાડ જેલ પતિયાલા હાઉસ કોર્ટમાં જશે.

આ માસમાં જ ફાંસી અપાશે !

સૂત્રોના જણાવ્યા પ્રમાણે (નિર્ભયા કેસ) આરોપી અક્ષયની દયાજી અરજી પણ નકારાઈ છે. દિલ્હી હાઈકોર્ટમાં પણ આરોપીઓની માનસિક, શારીરિક તપાસની માગ નકારી છે અને સુપ્રીમ કોર્ટમાં પણ હવે કોઈ અરજી પેન્ડીંગ નથી તેથી તિહાડ જેલ સતાવાળાઓ નવુ ડેથ વોરન્ટ મેળવીને આ માસમાં જ ફાંસી અપાય તે જોવા માંગે છે.

ત્રણ વખત ડેથ વોરન્ટ રદ્દ કરવામાં આવ્યું

પ્રથમ ડેથ વોરન્ટ 7 જાન્યુઆરીએ જારી થયું તું. તે અંતર્ગત 22 જાન્યુઆરીએ ફાંસી થવાની હતી. એ ડેથ વોરન્ટ પર કાર્રવાઈ થાય એ પહેલા જ 17 જાન્યુઆરીએ એક નવું ડેથ વોરન્ટ જારી કરવામાં આવ્યું કારણ કે નિર્ભયાના હત્યારા વિનયે રાષ્ટ્રપતિની પાસે દયા અરજી કરી હતી.

નરાધમ પવને દયા અરજી કરતા ફરી રદ્દ

આ બીજા ડેથ વોરન્ટ પર પણ 1 ફેબ્રુઆરીએ મનાઈ હુકમ આવ્યો કારણ કે બાકીના 2 હત્યારા પવન અને અક્ષયની પાસે કાયદાકીય વિકલ્પ ઉપલબ્ધ હતા. ત્યાર બાદ ફરી એક વખત 17 ફેબ્રુઆરીના રોજ ડેથ વોરન્ટ જારી કરવામાં આવ્યું. જેના પર ફરી એક વખત મનાઈ હુકમ આવ્યો. કારણ કે હત્યારા પવને રાષ્ટ્રપતિની પાસે દયા અરજી કરી હતી જેના પર નિર્ણય આવ્યો ન હતો.

READ ALSO

Related posts

કોરોનાનું જોર ઘટ્યું/ ખાનગી હોસ્પિટલમાં કોરોનાનો માત્ર એક દર્દી સારવાર હેઠળ, આ મોટી સરકારી હોસ્પિટલનો કોવિડ વોર્ડ સંપૂર્ણ ખાલી

Bansari

અમદાવાદ/ વિકાસના પ્રોજેક્ટો AMCની અભેરાઈ ઉપર, રીવરફ્રન્ટના ઝીપ લાઈન,ક્રૂઝ બોટ સહીતના બંધ હાલતમાં

Damini Patel

ત્રીજી લહેર સામે સરકાર એલર્ટ / રાજ્યમાં કુલ 1.10 લાખ ઓક્સિજન સાથેના બેડ રખાશે તૈયાર, 30 હજાર ICU બેડનું આયોજન

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!