GSTV

કેરળ: કોઝિકોડ વિમાન દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 18 થયો, ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

દુબઇથી 184 મુસાફરો અને પાંચ ક્રૂ મેમ્બરને લઇને ભારત આવેલા એર ઇન્ડિયાના એક વિમાન સાથે રનવે પર લેન્ડિંગ સમયે જ ભયાનક દુર્ઘટના ઘટી હતી, કેરળના કોઝિકોડના કાલીકટ એરપોર્ટ પર લેન્ડિંગ સમયે જ આ વિમાન ક્રેશ થઇ ગયું હતું.જેને પગલે બન્ને પાઇલટ અને ક્રૂ મેમ્બર સહિત 17 લોકોના ઘટના સ્થળ પર જ મોત નિપજ્યા હતા. જ્યારે અનેક મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. જોકે, મૃત્યુઆંક હવે વધીને 18 થઇ ગયો છે. ઉલ્લેખનીય છે કે, લેન્ડિંગ સમયે જ વિમાને કાબુ ગુમાવી દીધો હતો અને રનવેને પાર કરીને ખાડીમાં 30 ફુટ નીચે જતુ રહ્યું હતું. વિમાનના બે ટુકડા થઇ ગયા હતા.

કેરળ પ્લેન

વિદેશ રાજ્યપ્રધાને કરી કોઝિકોડની મુલાકાત

કેરળમાં બનેલી વિમાન દુર્ઘટના બાદ વિદેશ રાજ્ય પ્રધાન વી. મુરલીધરન કોઝિકોડ પહોંચ્યા છે. તેમણે વિમાન દુર્ઘટના અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. મહત્વપૂર્ણ છે કે, વિમાન દુર્ઘટનામાં 19 જેટલા લોકોના મોત થયા છે. જ્યારે ઘાયલ થયેલા તમામ લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

કેરળ સીએમ-ગવર્નર આજે જશે કારીપુર

કેરળના ગવર્નર આરીફ મોહમ્મદ ખાન અને મુખ્યમંત્રી પી. વિજયન આજે કારીપુરની મુલાકાત કરશે.

સિવિલ એવિએશન મિનિસ્ટરે ઘટનાને ગણાવી દુર્ભાગ્યપૂર્ણ

સિવિલ એવિએશન મિનિસ્ટર હરદીપ સિંહ પુરીએ સમગ્ર ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી કહ્યું હતું કે 2 પાયલટ સહીત 18 લોકોની મોત એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં 127 લોકો ઘાયલ થયા હતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જયારે બાકીના લોકોને તેમના ઘરે મોકલી દેવામાં આવ્યા છે.

MUST READ:

Related posts

ખાનગી શાળાઓ પર કોરોનાની માર: દેશભરની શાળાઓની કંગાળ હાલત, વેચાવા માટે તૈયાર છે 1000 હજાર શાળાઓ

Pravin Makwana

ભારત માટે ચિંતા વધી : કોરોના મટી ગયો તેમને સાવ નવા ખતરનાક સ્વરૂપે લાગી રહ્યો છે ચેપ, રસી કામ કરશે કે કેમ તે શંકા

Dilip Patel

ચીનનાં 18 ફાઈટર જેટ્સનાં તાઈવાનની સીમામાં ઉડાન ભરી, જિનપિંગ સરકારે કહ્યુ-અમેરિકા અને તાઈવાન આગથી ન રમે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!