GSTV
Gujarat Government Advertisement

દિલ્હીમાં સીએએના વિરોધમાં ફેલાયેલી હિંસામાં મોતનો આંક 9એ પહોંચ્યો, 8ની હાલત હજુ ગંભીર

Last Updated on February 25, 2020 by Karan

દિલ્હીમાં સીએએના વિરોધમાં ફેલાયેલી હિંસામાં અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 9 પર પહોંચ્યો છે. જેમાં પોલીસના હેડ કોન્સ્ટેબલ રતનલાલનો પણ સમાવેશ થાય છે. જ્યારે કે 56 જેટલા ઘાયલ થયેલા લોકોમાંથી આઠ લોકોની હાલત ગંભીર છે. દિલ્હીના મૌજપુરમાં ફેલાયેલી હિંસા દરમ્યાન સીએએના વિરોધી અને સમર્થક આમને સામને આવી ગયા હતા.  મોડી રાત્ર સુધીમાં આ હિંસા વધારે ભડકી હતી. રાત્રીના સમયે ગોકુલપુરીમાં આવેલા ટાયર બજારમાં આગ લગાવી દેવામાં  આવી. આ ઉપરાંત ભજનપુરામાં પેટ્રોલ પંપ પર આગ લગાવી દેવામાં આવી. ત્યારે હિંસામાં ઘાયલ થયેલા તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

દિલ્હીમાં થયેલી હિંસામાં મોતને ભેટેલા હેડ કોન્સ્ટેબલ રતન લાલના સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. દિલ્હીના રાજ્યપાલ અનિલ બૈજલ, કેન્દ્રીય ગૃહરાજ્યપ્રધાન નિત્યાનંદ રાય તેમજ પોલીસ કમિશનર અમૂલ્ય પટનાયક સહિત અનેક દિલ્હીવાસીઓએ ભીની આંખે હેડ કોન્સ્ટેબલ રતન લાલને ભીની આંખે અંતિમ વિદાય આપી. આ પ્રસંગે પોલીસ કમિશનર અમૂલ્ય પટનાયકે કહ્યું કે આ અમારા માટે બહુ મોટી ખોટ છે. દિલ્હી પોલીસને રતનલાલ પર ગર્વ છે. સમગ્ર દિલ્હી રતનલાલના શોકગ્રસ્ત પરિવાર સાથે છે. મહત્વનું છે કે રતન લાલ રાજસ્થાનના સિકરના તિહાવલી ગામના રહેવાસી હતા. તેમના પરિવારમાં બે પુત્રીઓ 12 વર્ષીય સિદ્ધિ અને 10 વર્ષીય કનક ઉપરાંત 7 વર્ષીય પુત્ર રામનો સમાવેશ થાય છે. રતનલાલ વર્ષ 1998માં પોલીસમાં જોડાયા હતા અને તેઓ ગોકુલપુરી સબ-ડિવિઝનમાં તૈનાત હતા.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

શરમજનક: મોદીની વાહવાહી કરવામાં શૈક્ષણિક સંસ્થાઓને પણ ન છોડી, પીએમ મોદીનો આભાર માનતા બૈનરો લગાવવા યુનિવર્સિટીઓને આપ્યા આદેશ

Pravin Makwana

રાજકારણ: શરદ પવારની આગેવાનીમાં ભાજપને ઘેરવાનો બનાવ્યો પ્લાન, સાંજે ચાર વાગ્યે મળવાની છે આ બેઠક

Pravin Makwana

UPSC Exam 2021: સિવિલ સેવા પ્રિલિમરી એક્ઝામ 2021 રદ કરાઈ, નવા શિડ્યૂલ મુજબ હવે આ તારીખે લેવાશે પરીક્ષા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!