GSTV
Bhavnagar Coronavirus Gujarat ગુજરાત ટોપ સ્ટોરી

ભાવનગરમાં કોરોનાથી વધુ એક મોત, ગુજરાતમાં મૃત્યુઆંક 6 પર પહોંચ્યો

કોરોના

કોરોના મુદ્દે ભાવનગર જીલ્લા માટે માઠા સમાચાર આવ્યા છે. ભાવનગરમાં કોરોનાથી વધુ એક મોત થયુ છે. ગુજરાતમાં કોવિડ સંક્રમણથી આ છઠ્ઠુ મોત થયુ છે. જેસરનાં મોટાખુટવડા ગામની 45 વર્ષીય મહિલાનું મોત થયુ છે. આ મોત બાદ ભાવનગરમાં મોતનો આંકડો 2 ઉપર પહોંચી ગયો છે. આ મહિલાને સુરતથી એનાં સંબંધી દ્વારા ચેપ લાગ્યો હોવાની આશંકા છે. ભાવનગરનાં પાંચ પોઝીટીવ કેસ પૈકી એકનું મોત થયુ છે. આ મહિલાનું મોત આજે વહેલી સવારે થયુ હતુ.

પહેલાં પણ થયું હતુ મોત

ભાવનગરમાં એક સાથે પાંચ કોરોનાના નવા કેસ આવતા હાહાકાર મચી ગયો હતો. ભાવનગરનાં વડવા રાણીકા જેવા ગીચ વિસ્તારમાં કેસ પોઝિટિવ આવતા સમગ્ર વિસ્તારમાં ચિંતા પ્રસરી ગઈ છે. સાથે સાથે ઘોઘારોડ શિશુવિહાર અને જેસરના કેસના રીપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ અગાઉ પણ ભાવનગરમાં કોરાના કારણે એક નું મોત નીપજ્યું હતું વધુ પાંચ કેસ આવતા તંત્ર માં દોડધામ મચી છે. તે સાથે શહેરમાં લોક ડાઉનનું ચુસ્તપણે અમલ થાય અને લોકો હવે ઘરની બહાર ના નીકળે તેવી તંત્ર દ્વારા અપીલ પણ કરવામાં આવી રહી છે.

ગુજરાતમાં 6નાં મોત


અમદાવાદમાં 47 વર્ષના પુરુષનો નવો કેસ નોંધાયો હતો, દુર્ભાગ્યવશ આજે આ વ્યક્તિનું નિધન થયું છે. આ પુરુષમાં ડાયાબિટીસના લક્ષણો પણ જોવા મળ્યા હતા. આ ઉપરાંત અમદાવાદમાં 67 વર્ષના એક મહિલા પણ પોઝિટિવ જણાયા છે જેને લોકલ ટ્રાન્સમિશનથી ચેપ લાગ્યો હતો. આ ઉપરાંત 34 વર્ષના અમદાવાદના એક પુરુષને પણ કોરોના પોઝિટિવ જણાયો છે. આ યુવાનમાં મુંબઈની ટ્રાવેલ્સ હિસ્ટ્રી જણાઈ છે. ગુજરાતમાં આ સાથે પાંચ વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યાં છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ રવિવારે સવારે આ વિગતો આપતાં જણાવ્યું હતું કે, વડોદરામાં ત્રણ વ્યક્તિઓ કે જેમને પોઝિટિવ કેસ હતા તેઓ સારવાર પછી હવે સારા થઈ ગયા છે. આમ છતાં તેમને પ્રોટોકોલ પ્રમાણે 14 દિવસના આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

ગીર સોમનાથ અને પોરબંદરમાં 1-1 પોઝીટીવ કેસ

આ પહેલા રવિવારે રાજકોટ ગ્રામ્યમાં ગીર સોમનાથ અને પોરબંદરમાં પણ એક એક કેસ પોઝિટવ આવ્યા હતા. અમદાવાદ અને સુરતમા પણ રવિવારે એક એક કેસ પોઝિટિવ સામે આવ્યો હતો. આજના કુલ 5 કેસ સહિત રાજ્યમાં સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 68 થઈ ગઈ છે.  રાજકોટ ગ્રામ્યમાં જે કેસ પોઝિટિવ નોંધાયો હતો તેની ફ્રાન્સની ટ્રાવેલ હિસ્ટ્રી છે. 36 વર્ષીય યુવકને કોરોના વાયરસ પોઝિટિવનો કેસ નોંધાયો છે. રાજકોટમાં કોરોનાના કુલ નવ પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. ગીર સોમનાથમાં વધુ એક કેસ નોંધાતા ત્યાં કુલ 2 કેસ થયા છે. જ્યારે પોરબંદર જિલ્લામાં પ્રથમ કોરોના વાયરસનો કેસ નોંધાયો છે. કોરોના વાયરસના કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થયા છે. અમદાવાદની એસવીપી હોસ્પિટલમાંથી એક વ્યક્તિ સ્વસ્થ થઈ જતા તેને રજા આપવામાં આવી છે.

READ ALSO

Related posts

કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવો ઘાટ, રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટી વિખેરાવાના એરણે

Hemal Vegda

હિન્દુઓ-મુસ્લિમો વચ્ચે એક્તા માટે વધારવો પડશે સંવાદ, વસતી નિયંત્રણ અંગે બોલ્યા મોહન ભાગવત

Damini Patel

અમદાવાદ / પતિના ત્રાસથી પત્નીએ 6 વર્ષની દીકરી સાથે કરી આત્મહત્યા

Hemal Vegda
GSTV