GSTV
Home » News » કેમ ફાંસી માટે નક્કી કરવામાં આવે છે સવારનો સમય, છેલ્લે કાનમાં આ વસ્તુ બોલે છે જલ્લાદ

કેમ ફાંસી માટે નક્કી કરવામાં આવે છે સવારનો સમય, છેલ્લે કાનમાં આ વસ્તુ બોલે છે જલ્લાદ

વર્ષ 1983માં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે ભારતમાં ‘રેયરેસ્ટ ઓફ ધ રેયર’ એટલે કે ગંભીર અને ઘૃણાસ્પદ કેસ માટે ફાંસીની સજા થશે. ફાંસીની સજા વર્ષ ૨૦૧૨માં કોર્ટ દ્વારા નિર્ભયા કેસને પણ આ કેટેગરીને ધ્યાનમાં લેવામાં આવી હતી અને ગુનેગારોને ફાંસીની સજા આપવામાં આવી હતી. ફાંસીનો સમય નજીક આવી રહ્યો છે, એવામાં જાણીએ કે ભારતમાં ફાંસીના શું છે નિયમ. આ આખી પ્રક્રિયામાં જેલરથી લઈ ફાંસી આપનાર જલ્લાદનો શો રોલ હોય છે. અને ફાંસી આપતી વખતે આરોપીના કાનમાં શું કહે છે.

ફાંસીની સજા ફાઈનલ થયા બાદ ડેથ વોરંટની રાહ જોવાય છે. દયા અરજી નક્કી થયા બાદ આ વોરંટ કયારે પણ આવી શકે છે. વોરંટમાં ફાંસીની સજા અને સમય લખેલું હોય છે. મૃત્યુદંડ પછી કેદીની સાથે આગળની કાર્યવાહી જેલ મેનુઅલ હિસાબથી થાય છે. દરેક રાજ્યનો પોતાનો અલગ જેલ મેનુઅલ હોય છે. કોઈને પણ ફાંસી આપતા પહેલા કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી હોય છે.

જેના વગર ફાંસીની સજા અધૂરી માનવામાં આવે છે. નિયમોનું પાલન કર્યા વગર ફાંસીની સજા અધૂરી માનવામાં આવે છે. ડેથ વોરંટ આવ્યા બાદ કેદીને જણાવામાં આવે છે કે તેને ફાંસીની સજા થવાની છે. જો કેદી જે જેલમાં છે તેમાં ફાંસીની સજા નથી તો તેનું ડેથ વોરંટ આવ્યા બાદ નવી જેલમાં શિફ્ટ કરવામાં આવે છે. ફાંસી મહિનાના હિસાબથી અલગ-અલગ હોય છે. સવારે 6,7 અને 8 પરંતુ હંમેશાં સવારનો સમય જ હોય છે.

તેની પાછળનું કારણ છે કે બીજા કેદી સૂઈ રહેલા હોય છે અને જેને ફાંસી થવાની છે તેને આખો દિવસ રાહ નથી જોવી પડતી. સાથે પરિવાર વાળાને અંતિમ સંસ્કાર માટે દિવસનો સમય મળે. કેદીના પરિવારને ફાંસીના 10-15 દિવસ પહેલા જાણ કરવામાં આવે છે, જેનાથી છેલ્લી વાર કેદીને મળી શકે. કેદીનું પૂરેપૂરું ચેકિંગ કરવામાં આવે છે, અને તેને બાકી રહેલા કેદી કરતા અલગ રાખવામાં આવે છે. સવારે-સવારે સુપ્રીટેન્ડેંટની નજર હેઠળ કેદીને ફાંસીના રૂમમાં લાવે છે, ફાંસીના સમયે જલ્લાદ ઉપરાંત ત્રણ અધિકારી હાજર હોય છે.

તેમાં જેલ સુપ્રીટેંડેંટ, મેડિકલ ઓફિસર અને મેજિસ્ટ્રેટ. સુપ્રીટેંડેંટ ફાંસીની સજા પહેલા મેજિસ્ટ્રેટને જણાવે છે કે મેં કેદીની તપાસ કરી લીધી છે અને તેને ડેથ વોરંટ વાંચીને સંભળાવી દીધું છે. ડેથ વોરંટ પર કેદીની સહી હોય છે. ફાંસી પહેલા કેદીને સ્નાન કરાવી નવા કપડાં પણ પહેરાવામાં આવે છે. જેના પછી તેને ફાંસીનો ગાળીયો પહેરાવામાં આવે છે, અને ફાંસી આપ્યા પહેલા તે વ્યક્તિની છેલ્લી ઈચ્છા પુછવામાં આવે છે. જેમાં પરિવાર સાથે મળવું જેવી ઈચ્છા સામેલ હોય છે. જેને ફાંસી આપવામાં આવે છે તે સમયે સાથે માત્ર જલ્લાદ જ હોય છે. અને તેમાં મુશ્કેલી વાળું કામ જલ્લાદનું જ હોય છે. ફાંસી આપતા પહેલા જલ્લાદ અપરાધીના કાનમાં કંઈક બોલે છે જેના પછી ચબૂતરા પર લાગેલું લીવર ખેંચે છે. અને જલ્લાદ કાનમાં કહે છે કે હિન્દુઓને રામ રામ, મુસ્લિમોને સલામ. હું મારું કામ કરું છું.

Read Also

Related posts

હવામાં ઉડતા મોબાઈલ ટાવર જોયા છે ! અંતરિયાળ ગામડામાં પહોંચાડે છે ઈન્ટરનેટ

Pravin Makwana

દુનિયાની સૌથી મોટી પ્રયોગશાળામાં શા માટે રાખી છે ભગવાન શિવની મૂર્તિ

Pravin Makwana

દુનિયાનું નામ વગરનું અનોખું રેલ્વે સ્ટેશન, કારણ છે અત્યંત રસપ્રદ!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!