GSTV
Home » News » આ 8 દેશમાં રેપ કરનારા નરાધમો માટે છે એવા કાયદા કે ઘડીના છઠ્ઠા ભાગમાં જ પહોંચી જાય છે નર્કના દ્વારે

આ 8 દેશમાં રેપ કરનારા નરાધમો માટે છે એવા કાયદા કે ઘડીના છઠ્ઠા ભાગમાં જ પહોંચી જાય છે નર્કના દ્વારે

27 નવેમ્બરે હૈદરાબાદમાં મહિલા ડોક્ટર સાથે સામૂહિક દુષ્કર્મ બાદ સળગાવીને તેની હત્યા કરનારા નરાધમોનું 6 ડિસેમ્બરે એન્કાઉન્ટર કરવામાં આવ્યુ. તે બાદ ભારતની જનતા બે વર્ગમાં વહેંચાઇ ગઇ છે. એક વર્ગ એવો છે જે પોલીસના આ પગલાની પ્રશંસા કરી રહ્યો છે જ્યારે બીજો વર્ગ તેમની નિંદા.

દુષ્કર્મીઓને 9 દિવસમાં સજા મળતાં મોટાભાગના લોકો આ મામલે પોલીસના વખાણ કરી રહ્યાં છે. જો કાયદાની વાત કરીએ તો ભારતમાં બાળકીઓ સાથે દુષ્કર્મ આચરનારને ફાસીની સજાનો કાયદો આ વર્ષે બનાવવામાં આવ્યો છે. પરંતુ અન્ય કેસમાં કોર્ટના ધક્કામાં જ ન્યાયની આશા ધૂંધળી પડી જાય છે. પરંતુ તમને જણાવી દઇએ કે દુનિયામાં 8 દેશ એવા છે, જ્યાં દુષ્કર્મીઓને સીધી મોતની સજા આપવામાં આવે છે.

યુનાઇટેડ અરબ અમીરાત

આ દેશના કાયદામાં દુષ્કર્મીઓ માટે કોઇ સ્થાન નથી. અહીં રેપ કર્યાના સાત દિવસમાં જ આરોપીને મારી નાંખવામાં આવે છે.

અફઘાનિસ્તાન

આ દેશમાં દુષ્કર્મનો અપરાધ સાબિત થયાના 4 દિવસની અંદર દોષીને ફાંસીના માચડે ચડાવી દેવામાં આવે છે અથવા તો તેના લમણે ગોળી ધરબી દેવામાં આવે છે.

ચીન

ચીનમાં રેપના કેસમાં તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે છે. સાથે જ જેવો આરોપ સાબિત થાય, દુષ્કર્મીના લમણે ગોળી મારી દેવામાં આવે છે.

ઇરાન

અહીં જાહેરમાં જ રેપિસ્ટને લટકાવી દેવામાં આવે છે અથવા તો ગોળી મારી દેવામાં આવે છે. કેટલાંક કેસમાં તો રેપિસ્ટને સરાજાહેર પત્થરથી કચડીને મારી નાંખવામાં આવે છે.

ઇજિપ્ત

આ દેશમાં રેપિસ્ટને સરાજાહેર ફાંસી પર લટકાવી દેવામાં આવે છે.

નોર્થ કોરિયા

આ દેશમાં બળાત્કારીને ફાયરિંગ સ્ક્વોડ દ્વારા માથા પર ગોળી મારી દેવામાં આવે છે.

પાકિસ્તાન

ભારતનો પાડોશી દેશ રેપ કેસના નિર્ણયને લઇને ભારત કરતાં સારો છે. અહીં દુષ્કર્મના આરોપીઓને મોતની સજા આપવામાં આવે છે.

સાઉદી અરબ

કડક કાયદાઓ માટે જાણીતા આ દેશમાં રેપ માટેના કાયદા એટલાં જ સખત છે. અહીં જાહેરમાં જ રેપિસ્ટનું માથુ ધડથી અલગ કરી દેવામાં આવે છે.

Read Also

Related posts

સોનાના ભાવમાં અમદાવાદમાં સતત તેજી, આજે 43,000ને વટાવી ગયો નવો ભાવ

Mayur

આયુષ્માનની ‘શુભ મંગલ ઝ્યાદા સાવધાન’ ફિલ્મ પર ડોનાલ્ડ ટ્રમ્પ ફિદા, ટ્વીટર પર આપ્યું આ રિએક્શન

Bansari

રાજકોટ પ્રદ્યુમન પાર્કમાં ઘુસી હરણનો શિકાર કરનારો દિપડો પીંજરે પૂરાયો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!