GSTV

રાજકોટ: કોરોનાના ખપ્પરમાં ગામડાઓ હોમાયા, સરપંચોને પાવર તો આપ્યા પણ તંત્ર કોઈ વાત સાંભળતુ નથી

Last Updated on May 15, 2021 by Pravin Makwana

કોરોના રાજકોટ શહેરમાં થોડો હળવો પડયો હોય તેવું સરકારી આંકડા પરથી લાગી રહયુ છે પરંતુ ગામડાઓમાં કોરોનાનો ખોફ યથાવત છે. રાજકોટ જિલ્લાનાં ૬૦૦ જેટલા ગામડાઓમાંથી મોટાભાગનાં ગામમાં કોરોનાનાં કેસ અને મૃત્યુઆંક વધી રહયો છે કેટલાક પોકેટ એવા છે કે કોરોના બ્લાસ્ટ થયો છે એકાએક આ ગામમાં લોકો ટપોટપ મોતને ભેટી રહયા હોય ગામ લોકોમાં ભારે ફફડાટ ઉભો થયો છે. સરધાર, પડધરીનાં થોરીયાળી – ખોડાપીપર અને જેતપુરનાં પાંચપીપળવા ગામમાં કોરોનાએ મોતનું તાંડવ ખેલ્યુ છે. 

સરકાર

રાજકોટ તાલુકાનાં સરધારમાં કોરોનાની બીજી લહેરમાં છેલ્લા બે મહિનામાં ૬૦ જેટલા લોકોનાં કોરોનાથી મોત થતા લોકોમાં ફફડાટ ઉભો થયો છે ગામમાં સ્થાનિક આગેવાનોએ  દર્દીઓનાં ઘરે ઘરે જઈને દવાઓ અને ઓકિસજનનાં બાટલા આપતા થોડી રાહત અનુભવાઈ છે. આવી જ હાલત જેતપુર તાલુકાનાં પાંચપીપળવા ગામની છે. સ્થાનિક આગેવાનોએ જણાંવ્યુ હતું કે આશરે ૪ હજારની વસતી ધરાવતા પાંચ પીપળવા ગામમાં બીજી લહેરમાં અનેક ઘરનાં સભ્યો કોરોના સંક્રમિત થયા હતા પરંતુ તાત્કાલિક સારવાર ન મળતા અને જાગૃતિનાં અભાવે છેલ્લા દોઢેક મહિનામાં ૭૦ જેટલા લોકોનાં મોત થતા નાના એવા ગામમાં ડરનો માહોલ ઉભો થયો છે. 

કોરોના

પડધરી તાલુકાનાં થોરીયાળી અને ખોડાપીપરની પણ આવી જ ગંભીર સ્થિતિ છે. થોરીયાળી ત્રણેક હજારની વસતી ધરાવતુ ગામ છે આ ગામમાં છેલ્લા દોઢેક મહિનામાં ૩પ જેટલા લોકોને કોરોના ભરખી ગયો છે. ગામમાં નાની ઉંમરના લોકો પણ કોરોનાનો ભોગ બનતા ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે. આવી જ હાલત ખોડાપીપર ગામની છે તાલુકાના પ્રગતીશીલ ગામ તરીકે જે ઓળખાય છે તે ખોડાપીપરમાં રર જેટલા લોકો મોતને ભેટયા છે. આરોગ્ય તંત્રની લાપરવાહીથી  આ મહામારીએ માજા મુકી છે. સરપંચોએ તાલુકાનાં આરોગ્ય તંત્રને દવા અને ટેસ્ટીંગ માટે સુવિધા વધારવા ખુબ રજુઆતો કરી હતી પરંતુ તંત્રની લાપરવાહીથી ગામડાઓમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હોવાનાં આક્ષેપો કરવામાં આવી રહયા છે.

READ ALSO

Related posts

પર્દાફાશ/ 6 હજાર રૂપિયાની છેતરપિંડીની હતી તપાસ : પોલીસે કાર્યવાહી કરી તો 50 કરોડનું નીકળ્યું કૌભાંડ, 28 હજાર લોકો હતા છેતરાયા

Pritesh Mehta

અસાધારણ/ દુનિયામાં માત્ર ભારતમાં જોવા મળતું એકમાત્ર ફૂલ ખિલ્યું : 12 વર્ષે ફરીવાર ખીલશે એટલે જોવાનો ન ચૂકતા મોકો

Vishvesh Dave

ગુજરાત: રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થતા ઠેર ઠેર મચ્છરોના બ્રિડીંગ મળ્યા, 49 એકમોને નોટીસ ફટકારવામાં આવી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!