GSTV

મહેસાણા : રમત-રમતમાં કબાટમાં પુરાઈ જવાથી બે બાળકોના કરૂણ મોત, એક સાથે મિત્રો ચિતા પર ચઢતા ગામ હિબકે ચઢ્યું

મહેસાણાના વિસનગર પાસે આવેલા બોકરવાડા ગામે કરૂણ ઘટના બની. રમત-રમતમાં કબાટમાં પુરાઈ જવાથી બે બાળકોના મોત થયા. ત્યારે બાળકોના મોતની ઘટના બાદ પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો છે. બોકરવાડાના પટેલ દિનેશભાઇ લીલાભાઇનો 10 વર્ષીય પુત્ર સોહન શુક્રવારે સાંજના 4 વાગ્યે ગામમાં પટેલ હર્ષિલકુમાર મનીષભાઇના ઘરે રમવા ગયો હતો. મોડે સુધી ઘરે પરત નહીં આવતાં દિનેશભાઇએ હર્ષિલના ઘરે તપાસ કરતાં તે પણ ઘરે ન હોઇ બંને પરિવારોએ શોધખોળ હાથ ધરી હતી. પરંતુ કોઇ ભાળ ન મળતાં નેત્રેશ્વરી માતાજીના મંદિરના માઇકમાં એનાઉન્સ કરતાં ગ્રામજનો એકઠા થઇ ગયા હતા અને ચારેબાજુ શોધખોળ ચલાવી હતી.

આ દરમિયાન સાંજે 6-30 વાગે પટેલ વિનુભાઇ પ્રભુરામના મકાનની આગળ મૂકેલા સ્લાઇડરવાળા કબાટમાંથી બંને બાળકો બેભાન અવસ્થામાં મળી આવતાં પાણી છાંટી તાત્કાલિક સારવાર અર્થે ઊંઝા સુવિધા હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં તબીબે બંને બાળકોને મૃત જાહેર કર્યા હતા. બંનેનું વિસનગર સિવિલમાં પોસ્ટ મોર્ટમ કરાયું હતું. વિસનગર તાલુકા પોલસે ઘટના સ્થળનું પંચનામુ સહિતની કાર્યવાહી કરી હતી. તેમજ મૃતકના પિતા દિનેશભાઇ પટેલના નિવેદન આધારે અકસ્માત મોત નોંધ કરી તપાસ હાથ ધરી છે.

બંને મિત્રોને એક ચિતા ઉપર અગ્નિદાહ અપાયો ત્યારે હાજર સૌની આંખો ભીની થઇ ગઇ હતી. ઉલ્લેખનીય છે કે, બંને બાળકો રમતાં રમતાં બંધ મકાન આગળ પગરખાં મુકવાના સ્લાઇડરવાળા કબાટમાં સંતાવવા ગયા હોય અને કબાટ બહારથી લોક થઇ જતાં અંદરથી બહાર ન નીકળી શકતાં ગુંગળાઇ જવાથી મોત નીપજ્યાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે. બંને બાળકોનું પોસ્ટમોર્ટમ કરનાર ડૉ. વિક્રમ ઠાકોરે જણાવ્યું કે, પ્રાથમિક તબક્કે ઓક્સિજન નહીં મળવાથી ગુંગળામણથી મોત થયાનું માલુમ પડે છે. ઘટના સ્થળે જોવા મળેલ લોહીના નિશાન અંગે જણાવ્યું કે, ઓક્સિજન ન મળતાં નસકોરી ફૂટી હોઇ શકે.

READ ALSO

Related posts

સુશાંત કેસમાં સીએમ ઉદ્ધવ ઠાકરે પ્રથમવાર ખૂલીને બોલ્યા, ભાજપને આપ્યો આ પડકાર

Bansari

રમણ પાટકરે રૂપાણીની હાજરીમાં સરકારના વટાણા વેરી દીધા, બોલ્યા એવા વિવાદીત બોલ કે સરકાર ભોંઠી પડી ગઈ

pratik shah

નવી જાહેરાત નિયમન લાવવાની તૈયારીમાં IRDA , રેગુલેશનમાં ફેરફારનો આપ્યો પ્રસ્તાવ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!