GSTV

અમદાવાદની રાજપથ ક્લબ પાસે સર્જાયેલા અકસ્માતમાં AGL કંપનીના ડિરેક્ટરના પુત્રનું મોત

અમદાવાદની રાજપથ ક્લબ પાસે કાર ચાલક અને એકટીવા વચ્ચે અકસ્માત થયો હતો. ઇન્કોન બ્રિજ તરફથી આવતા કાર ચાલકે એકટીવા ચાલકને અડફેટે લીધો હતો. તો અન્ય એક ટુ-વ્હિલર પર જતા દંપતીને પણ અડફેટે લીધા. જોકે તેમનો બચાવ થયો. કાર ચાલકે એકટીવા ચાલકને અડફેટે લીધા બાદ કાર ડીવાઈડર તોડી સામેના રોડ પર પહોંચી ગઇ હતી.

આ અકસ્માતમાં ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. એસ.જી.હાઇવે પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માત સર્જનાર કાર ચાલકનું નામ ચતુરભાઈ પટેલ હોવાનું સામે આવ્યું છે. જ્યારે ઘટના સ્થળે મૃત્યુ પામ્યો તે યુવાન ઋત્વિક પટેલ એશિયન ગ્રેનીટો ઈન્ડિયા લિમિટેડ કંપનીના ડિરેક્ટર કાળીદાસ પટેલનો પુત્ર હતો. કાર ચાલક કિશન પટેલને પણ ગંભીર ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. એસજી હાઇવે ટ્રાફિક પોલીસે અકસ્માત કરનાર કારચાલક વિરુદ્ધ ગુનો નોંધવા તજવીજ કરી.

READ ALSO

Related posts

ગરમ પાણી સાથે મધનું સેવન કરતાં હોય તો તરત જ બદલી નાંખો આ આદત, સાઇડ ઇફેક્ટ્સ જાણી લો નહીંતર પસ્તાશો

Bansari

સુરત/ મહિલા કોર્પોરેટર માસ્ક વગર ગરબે ઘૂમ્યા, ફેસબૂક પર લાઈવ થયા- વીડિયો વાયરલ થતા સુરતીઓમાં ભારે રોષ

pratik shah

રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ભુપત ભરવાડ વિરુદ્ધ એક બાદ એક ગુના દાખલ, જમીન માફીયા વિરુદ્ધ ગાળ્યો કસાયો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!