GSTV
Home » News » બોર્ડર ફિલ્મના ‘સની દેઓલ’નું થયું નિધન, 71ના યુદ્ધનાં રહ્યાં હતા હીરો

બોર્ડર ફિલ્મના ‘સની દેઓલ’નું થયું નિધન, 71ના યુદ્ધનાં રહ્યાં હતા હીરો

બોર્ડર ફિલ્મનો સની દેઓલ બધાને યાદ જ હશે. પણ શું એ રિયલમાં કોણ હતું એ તમે જાણો છો. એનું નામ હતું બ્રિગેડિયર કુલદિપ સિંહ. 1971માં થયેલું ભારત પાકિસ્તાનનાં યુદ્ધમાં આ કુલદિપ સાહેબ અસલી સિંહ તરીકે સાબિત થયાં હતાં. તેનું 78 વર્ષે શનિવારનાં રોજ 8:30 વાગ્યે સવારે નિધન થયું. તેમનાં પુત્ર હરદિપ સિંહે જણાવ્યું કે બીજો દિકરો જર્મનીથી આવ્યાં પછી અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવશે.

1971માં 5/6 ડિસેમ્બરે પાકિસ્તાને લોંગોવાલા પર હમલો કર્યો હતો કારણ કે એને લોંગોવાલા અને રામગઢ પોતાનાં કબ્જામાં લેવું હતું. પરંતુ બ્રિગેડિયર સાહેબે 23 પંજાબની ટીમ સાથે પોતાનાં 120 જવાનો લઈને યુદ્ધનો સામનો કર્યો હતો. આ યુદ્ધ ઘણું રસાઘસીવાળું રહ્યું, ન જાણે કેટલીય વાર રાતે એ લોકોએ હમલો કર્યો પણ આખરે કુલદિપ સિંહનાં નેતૃત્વ હેઠળ ભારતે યુદ્ધ જીતી લીધું હતું. ઉલ્લેખનીય છે કે કુલદિપ સિંહ મેયર હતા.

જાણીતી ફિલ્મ બોર્ડર આ યુદ્ધ પર જ હતી. જેમાં બ્રિગેડિયર સાહેબનો રોલ સની દેઓલે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે કુલદિપ સિંહને મહાવીર ચ્રકથી પણ સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

READ ALSO

Related posts

ખેડૂતો માટે ખુશખબર, ગુજરાતમાં 8 લાખ હેક્ટરમાં વાવેતર કરાયેલા પાકના પ્રથમવાર ભાવ વધવાની સંભાવના

Karan

2 લાખ રૂપિયામાં શરૂ કરો પોતાનો આ સદાબહાર બિઝનેસ, મોદી સરકાર પણ કરશે મદદ

Mansi Patel

ચેકથી લઇને ATM સુધી SBIએ બદલી નાંખ્યા છે આ 6 નિયમો, તમારા માટે જાણવા છે ખૂબ જરૂરી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!